________________
સમયસાર : આત્મખ્યાતિ
સ્યાદવાદ અધિકાર આમ આ મંગલમય શાસ્ત્રની ભવ્ય પૂર્ણાહુતિ થઈ અને તે શાસ્ત્ર ગાથાની મંગલમયી “આત્મખ્યાતિ’ વ્યાખ્યા પણ મંગલ પૂર્ણાહુતિ પામી અને તેથી અમૃતચંદ્રજીના દિવ્ય આત્માનો દિવ્ય પરમાનંદ એટલો બધો સમુલ્લાસ પામ્યો, કે તેનો ઉભરાઈ જતો અમૃતરસ આ શાસ્ત્રના કળશના કળશરૂપ ચિંતામણિ રત્નમય સ્યાદ્વાદ અધિકારમાં સંસ્કૃત થઈ, તત્ત્વજ્ઞાનના મેરુ શિખર સમા આ ગ્રંથરાજના સુવર્ણમય શિખરે સમારૂઢ થયો અને આ પરમાગમ સમયસાર શાસ્ત્રના પરમ તાત્પર્યરૂપ અર્નકાંત જ્ઞાન-જ્યોતિનો દિવ્ય પ્રકાશ યાવચંદ્રદિવાકરૌ ઝગઝગાવી રહ્યો છે !
આ ચૂલિકારૂપ સ્યાદ્વાદાધિકારમાં કયો વિષય ચર્ચવામાં આવે છે, તેનું અમૃતચંદ્રજી આ સમયસાર કળશ કાવ્યમાં (૨૪૭) સૂચન કર્યું છે - “અત્ર સ્યાદ્વાદની શુદ્ધિ અર્થે વસ્તુતત્ત્વની વ્યવસ્થિતિ (વ્યવસ્થા) અને ઉપાયોપેય ભાવ જરાક પુનઃ ચિંતવવામાં આવે છે.' અર્થાતુ અત્રે બે વસ્તુનો “જરાક - સંક્ષેપમાં અગાઉ કહેવાઈ ચૂક્યું છતાં ફરીથી પણ ચિંતવાય છે. વસ્તુતત્ત્વની “વ્યવસ્થિતિ’ ‘વિ' - વિશેષે કરીને અવસ્થિતિ - “અવ’ - જેમ છે તેમ સ્વસમયની સ્વરૂપ મર્યાદાથી “સ્થિતિ' - નિયત નિશ્ચયવૃત્તિ ચિંતવવામાં આવે છે. તેમજ - “ઉપાયોપેય ભાવ’ - જેના વડે “ઉપેય” - સાધ્ય પ્રત્યે જવાય છે તે સાધન રૂપ ઉપાય અને જેના પ્રત્યે તે સાધનરૂપ ઉપાય વડે જવાનું છે તે સાધ્યરૂપ ઉપેય. એ બન્નેનો જે પરસ્પર સંબંધરૂપ ભાવ, તે પણ અત્ર ચિંતવવામાં આવે છે અને આ બધું ચિંતન પણ શું પ્રયોજન અર્થે ? સ્યાદવાદની શુદ્ધિ અર્થે - અનેકાંત સિદ્ધાંતની શુદ્ધિ અર્થે. અર્થાતુ સ્યાદ્વાદ જેવા પરમ પ્રૌઢ ગંભીર સુવિનિશ્ચિત અલૌકિક સિદ્ધાંતને પણ સમ્યકપણે નહિ સમજવાથી કે ગેર-સમજવાથી સંશયવાદ માની લેવા જેવી મહાગંભીર અક્ષમ્ય ભૂલ કરી બેસનારા કોઈ મહાનુભાવ મહામતિ સંશયાત્માઓની મિથ્યાત્વભ્રાંતિ નિરસ્ત થાય અને સ્યાદ્વાદ જેવા પરમ ઉદાર સુવિશાલ સાગરવરગંભીર ખરેખરા પરમાર્થ સત પરમ અદ્વૈત સિદ્ધાંતને પરમાર્થ મર્મજ્ઞપણે નહિ પીછાનવાથી પર સાથે આત્માનું એકપણું - અદ્વૈતપણું માની બેસી શંભુમેળા જેવા સંકર આદિ દોષ ભજનારાઓની મિથ્યાષ્ટિ દુરસ્ત થાય. અસ્તુ !
સ્યાદ્વાદ સિદ્ધાંતના અનન્ય પરિજ્ઞાતા - અદ્વિતીય વ્યાખ્યાતા તરીકે સુપ્રસિદ્ધ, અમૃતચંદ્રજી સ્યાદવાદ શું છે ? તેની પરમ પરમાર્થગંભીર પ્રૌઢ તત્ત્વમીમાંસા પ્રારંભે છે - “સ્યાદવાદ નિશ્ચયથી સમસ્ત વસ્તુતત્ત્વનું સાધક જ એવું અસ્મલિત શાસન અહંતુ સર્વાનું છે અને તે સર્વ અનેકાત્મક છે એમ અનુશાસે છે, સર્વ જ વસ્તુનું અનેકાંત સ્વભાવપણું છે માટે. અત્રે તો આત્મ વસ્તુમાં - જ્ઞાનમાત્રતાથી અનુશાસવામાં આવી રહેલમાં પણ – તત્ પરિકોપ (ત સ્યાદ્વાદનો પરિદોષ) નથી - તે જ સ્વ તતું, જે જ એક તે જ અનેક, જે જ સંતુ તે જ અસતુ, જે જ નિત્ય તે જ અનિત્ય - એમ એક વસ્તુના વસ્તુત્વના નિષ્પાદક એવા પરસ્પર વિરુદ્ધ શક્તિદ્વયનું પ્રકાશન તે અનેકાંત.” અર્થાતુ સ્યાદવાદ તે સમસ્ત વસ્તુના “તત્ત્વનું” - તત્પણારૂપ યથાર્થ સ્વરૂપનું સાધક જ એવું, વિશ્વની પૂજાને અહંતા એવા “અહંતુ સર્વજ્ઞનું “એક - અદ્વિતીય - અદ્વૈત - અજોડ “અસ્મલિત' એવું અપ્રતિહત “શાસન' તત્ત્વ સામ્રાજ્યમાં સર્વત્ર વ્યાપક આજ્ઞાવિધાન છે. “સ્માત' - કથંચિત - કોઈ અપેક્ષાએ એ પદથી મુદ્રિત આ સ્યાદ્વાદ શાસનની એ અદ્ભુત ચમત્કૃતિ છે. આ ધર્મચક્રવર્તી અર્હત્ સર્વશ મહારાજનું આ સ્યાદ્વાદ શાસન અખિલ વિશ્વમાં અસ્મલિત છે, સર્વત્ર તત્ત્વ જગમાં અસ્મલિત - અપ્રતિહત છે.
જો આમ તદતત્ત્વ (તતુ-અત) આદિ પ્રકારે પરસ્પર વિરુદ્ધ શક્તિદ્વયનું પ્રકાશન એ અનેકાંતની સ્પષ્ટ વ્યાખ્યા છે, તે સ્વ આત્મ વસ્તુના જ્ઞાનમાત્રપણામાં તે આ તત્ત્વ - અતત્વ આદિ બે બે વિરુદ્ધ શક્તિદ્વયનું પ્રકાશન શી રીતે પ્રકાશે છે ? તે “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજી પ્રકાશે છે.
૧૨૦