________________
સમયસાર : આત્મખ્યાતિ
મોક્ષમાર્ગ જાણે છે. આનો ભાવ “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ સ્પષ્ટ સમજાવ્યો છે. નિશ્ચયથી દ્રવ્યલિંગ મોક્ષમાર્ગ નથી - શરીરાશ્રયપણું સતે પરદ્રવ્યપણું છે માટે, તેથી દર્શન-જ્ઞાન-ચારિત્ર જ મોક્ષમાર્ગ છે . આત્માશ્રિતપણે સતે સ્વદ્રવ્યપણું છે માટે. ઈ. કારણકે એમ છે એટલા માટે આ ગાથામાં (૪૧૧) આચાર્યજી પ્રકાશે છે - “તેથી સાગારોથી વા અનગારોથી પ્રહાયેલા લિંગો છોડી દઈને, દર્શન - જ્ઞાન - ચારિત્રમાં - મોક્ષપથમાં આત્માને મુંજ !' આનો ભાવ “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ સ્પષ્ટ સમજાવ્યો છે - “કારણકે દ્રવ્યલિંગ મોક્ષમાર્ગ નથી, તેથી સમસ્ત પણ દ્રવ્યલિંગ ત્યજીને, દર્શન-શાન ચારિત્રમાં જ મોક્ષમાર્ગપણાને લીધે - આત્મા યોજવા યોગ્ય છે એમ સૂત્ર અનુમતિ છે.” ઈ.
હવે આ અમૃત સમયસાર કળશમાં (૨૩૯) અમૃતચંદ્રજી પરમ ભાવાવેશથી મુમુક્ષુએ ઉદ્ધોધન કરે છે - “આત્માનું તત્ત્વ દર્શન-જ્ઞાનચારિત્રત્રય છે આત્મા જેનો એવો એક જ મોક્ષમાર્ગ મુમુક્ષુએ સદા સેવ્ય છે.” ઈ. આ અમૃત કળશમાં સૂચવ્યા પ્રમાણે આ ગાથામાં (૪૧૨) પરમ ભાવિતાત્મા પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ મુમુક્ષુને આ ભાવવાહી આહુવાન કર્યું છે - “મોક્ષપથે આત્માને સ્થાપ અને તે જે ધ્યાન અને તે ચેત, ત્યાં જ નિત્ય વિહર, અન્ય દ્રવ્યોમાં મા વિહરીશ.” શાસ્ત્રકર્તાના આ કર્ણમાં ગુંજી રહે એવા કર્ણામૃતમય પરમ અમર શબ્દોના પ્રત્યેક પદનો અપૂર્વ પરમાર્થ પરમામૃતમધુર અત્યંત વિશદપણે અવ્યક્ત કરી, તેના દિવ્ય ધ્વનિનું અનંતગુણવિશિષ્ટ સંવર્ધન કરતું વિશ્વાનુગ્રહી વિશ્વગ્રાહી શબ્દબ્રહ્મ વિસ્તારતાં, પરમ બ્રહ્મજ્ઞ પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ મોક્ષમાર્ગ ઉદ્યોતિત કર્યો છે.
ઉપરમાં આ “આત્મખ્યાતિ'માં જે આટલું સ્પષ્ટ વિવરી દેખાડ્યું તેનો સારસમુચ્ચય સંદેબ્ધ કરતા આ સમયસાર કળશકાવ્યમાં (૨૪૦) પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી મુમુક્ષને કોલ આપે છે કે જે ઉક્ત વિધાનને વિધિવત્ આચરે છે તે અવશ્ય સમયસારને શીધ્ર પામે છે - “એક મોશપથ જે આ દેગુ -
- વૃત્તાત્મક નિયત છે, ત્યાં જ જે સ્થિતિ પામે છે અને તેને અનિશ (રાત દિવસ) નિત્યોદયી મયનો સાર શીઘ વિદે છે - અનુભવે છે. પણ આથી ઉલટું વ્યવહાર પથને આશ્રી જેઓ દ્રવ્યલિંગનું મમત્વ ધરે છે હજુ સમયસારને દેખતા નથી એમ નીચેની ગાથાનું સૂચન કરતાં અમૃત સમયસાર કળશમાં (૨૪૧) અમૃતચંદ્રજી વિરગર્જના કરે છે - “પણ જેઓ આને પરિહરીને સંસ્કૃતિ પથે પ્રસ્થાપિત આત્માથી દ્રવ્યમય લિંગમાં મમતા વહે છે, તેઓ તત્ત્વાવબોધથી યુત થયેલાઓ નિત્યોદ્યોત એક અખંડ અતુલાલોક એવો સ્વભાવ પ્રભાપ્રાગુભારવાળો અમલ સમયનો સાર - સમયસાર અદ્યાપિ દેખતા નથી.' આ કળશમાં સૂચવ્યા પ્રમાણે જેઓ દ્રવ્યલિંગ મમત્વ કરે છે તેઓ સમયસારને નથી જાણતા એ ભાવનું આ ગાથામાં (૪૧૩) આચાર્યજી કથન કર્યું છે - “પાખંડી લિંગોમાં કે બહુ પ્રકારના ગૃહીલિંગોમાં જેઓ મમત્વ કરે છે. તેથી સમયસાર જાણવામાં નથી આવ્યો.” આ ગાથાના ભાવનું “આત્મખ્યાતિ’માં અપૂર્વ તત્ત્વમીમાંસન કરતાં અમૃતચંદ્રજી પ્રકાશે છે - “જેઓ નિશ્ચયથી શ્રમણ હું, શ્રમણોપાસક હું એમ દ્રિવ્યલિંગ મમકારથી મિથ્યાહંકાર કરે છે, તેઓ અનાદિરૂઢ વ્યવહાર વિમૂઢો, પ્રૌઢ વિવેકવાળા નિશ્ચયને અનારૂઢો પરમાર્થ સત્ય ભગવંત સમયસારને નથી દેખતા.'
આ “આત્મખ્યાતિ'માં ગદ્ય ભાગમાં વ્યવહારવિમૂઢ દૃષ્ટિવાળાનું કથન કર્યું, તેના અનુસંધાનમાં વ્યવહારવિમૂઢ દેષ્ટિ “તુષ' - ફોતરાંથી ભોળવાઈ તંડુલને ઓળખાતા નથી, એમ અન્યોક્તિથી આત્માને વેધક' માર્મિક કટાક્ષ આ સમયસાર કળશમાં (૨૪૨) અમૃતચંદ્રજી પરમ પરમાર્થનું દિવ્ય ગાન ગાનારા પરમ મહાકવિ કરે છે - “વ્યવહારવિમૂઢ દૃષ્ટિવાળા પરમાર્થને કળતા નથી - તુષબોધથી વિમુગ્ધ બુદ્ધિવાળાઓ અહીં તુષને (ફોતરાંને) કળે ચે, તંડુલને નહિ !” અત્રે દ્રવ્યલિંગ મમકારવાળાને સમયસાર જ નથી દેખાતો, તેનું કારણ આ અમૃત કળશમાં (૨૪૩) અમૃતચંદ્રજી સ્પષ્ટ કરે છે - ‘દ્રવ્યલિંગ મમકારથી મીલિતોથી (આંખો મીંચાયેલાઓથી) સમયસાર જ નથી દેખાતો, કારણકે દ્રવ્યલિંગ અહીં અન્ય થકી પરતઃ પર થકી, જ્ઞાન એક આ જ નિશ્ચય કરીને સ્વતઃ સ્વ થકી છે.” ઈ.
૧૧૮