________________
સમયસાર : આત્મખ્યાતિ
૮. મોક્ષ પ્રરૂપક અષ્ટમ અંક હવે મોક્ષ પ્રવેશે છે અને તેને આઠમા અંકમાં પ્રવેશ કરાવતાં પરમ પરમાર્થકવિ અમૃતચંદ્રજી આ મંગલ કળશમાં (૧૮૦) કૃતકૃત્ય એવી પૂર્ણ પરમ જ્ઞાનજ્યોતિનો મુક્તકંઠે વિજય ઉદ્ઘોષે છે - પ્રજ્ઞા-કરવત વડે દલન થકી બંધ-પુરુષને દ્વિધા કરી (બે ભાગમાં વહેંચી, બે ફાડ કરતું) ઉપલંબૅકનિયતઆત્માનુભવૈકનિષ્ઠ પુરુષને સાક્ષાત્ મોક્ષ પ્રત્યે લઈ જતું, એવું આ હમણાં ઉન્મજ્જતું, સહજ-પરમાનંદથી સરસ પર પૂર્ણ જ્ઞાન સકલ કૃત્ય કર્યું છે, જેણે એવું કૃતકૃત્ય થયેલું વિજય પામે છે.”
અત્રે પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ (૨૮૮-૨૯૦) ગાથામાં બંધનબદ્ધ પુરુષના દાંતથી પ્રતિપાદન કર્યું છે - જેમ કોઈ પણ પુરુષ બંધનકમાં ચિરકાલથી પ્રતિબદ્ધ છે, તેનો તીવ્ર - મંદ સ્વભાવ અને કાળ વિજાણે છે, જો છેદ ન કરે તો બંધન વશ સતો તે મૂકાય નહિ અને બહુ કાળે પણ તે નર વિમોક્ષ પામે નહિ, એમ કર્મબંધનોના પ્રદેશ - સ્થિતિ - પ્રકૃતિને તેમ અનુભાગને જાણંતો પણ નથી મૂકાતો અને તે જ જો શુદ્ધ હોય તો મૂકાય છે. આનું “આત્મખ્યાતિ'માં પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ અપૂર્વ વ્યાખ્યાન કર્યું છે - “આત્મા અને બંધનું દ્વિધાકરણ તે મોક્ષ.' ઈ. હવે (૧૯૧) ગાથામાં આચાર્યજી પ્રકાશે છે - “જેમ બંધોને ચિતવંતો બંધનબદ્ધ વિમોક્ષને નથી પામતો, તેમ બંધોને ચિતવતો જીવ પણ વિમોક્ષને નથી પામતો.” આનું “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ સ્ફટીકરણ કર્યું છે. ત્યારે મોક્ષહેતુ કોણ છે ? (તે (૨૯૨) ગાથામાં આચાર્યજી દર્શાવે છે – “અને જેમ બંધોને છેદીને જ બંધનબદ્ધ નિશ્ચયે કરીને વિમોક્ષ પામે છે, તેમ બંધોને છેદીને જ જીવ વિમોક્ષ પામે છે.” આનું “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ સુયુક્તિથી સમર્થન કર્યું છે. હવે શું આજ મોક્ષહેતુ છે ? તેનો ઉત્તર (૨૯૩) ગાથામાં આચાર્યજી પ્રકાશે છે - “બંધોના સ્વભાવને અને આત્માના સ્વભાવને વિશેષ કરીને જાણીને, જે બંધોમાં વિરક્ત થાય છે, તે કર્મવિમોક્ષણ કરે છે. આનું વ્યાખ્યાન “આત્મખ્યાતિમાં અમૃતચંદ્રજીએ અત્યંત પરિસ્કુટપણે પ્રકાશ્ય છે - “જે જ નિર્વિકાર ચૈતન્ય ચમત્કાર માત્ર આત્મસ્વભાવ અને તેનો વિકારકારક એવો બંધોનો સ્વભાવ વિશેષથી જાણીને બંધોથી વિરમે છે, તે જ સકલ કર્મમોક્ષ કરે. આ પરથી આત્મા અને બંધના દ્વધાકરણનું મોહેતુપણું નિયમાય છે.” ઈ.
હવે કોના વડે આત્મ-બંધ એ બે દ્વિધા કરાય છે? તેનો આ ગાથામાં (૨૮૪) કુંદકુંદાચાર્યજી ઉત્તર પ્રકાશે છે - “જીવ અને બંધ નિયત સ્વલક્ષણોથી એવા પ્રકારે છેદવામાં આવે છે. કે (જેમ) પ્રજ્ઞા-છેદનકથી (છીણીથી) છિન્ન થયેલા તે નાનાત્વને આપન્ન (પ્રાપ્ત) થઈ જાય.' આ ગાથાનો ભાવ અદ્દભુત “આત્મખ્યાતિ'માં પ્રકાશતાં અમૃતચંદ્રાચાર્યજીએ અપૂર્વ તત્ત્વાલોક રેલાવ્યો છે. “આત્મા અને બંધના દ્વિધાકરણ કાર્યમાં કર્તા આત્માને કરણમીમાંસામાં નિશ્ચયથી સ્વથી ભિન્ન કરણના અસંભવને લીધે - ભગવતી પ્રજ્ઞા જ છેદનાત્મક કારણ છે, કારણકે તે વડે છિન્ન થયેલા તે બે અવશ્ય જ નાનાને (ભિન્નપણાને) પામે છે. તેથી પ્રજ્ઞાથી જ આત્મા અને બંધનું દ્વિધાકરણ (બે ભાગમાં વિભજન) છે.
ઉપરમાં “આત્મખ્યાતિ'ના ગદ્ય વિભાગમાં જે વિસ્તારથી વિવેચ્યું તેનો સારસમુચ્ચય નિબદ્ધ કરતા આ અમૃત સમયસાર કળશમાં (૧૮૧) તીણ પ્રજ્ઞા-છીણી આત્મા અને કર્મનો ભેદ કેવી રીતે કરે છે. તેનો સમસ્ત વિધિ મહાકવિ અમૃતચંદ્રજીએ તાદેશ્ય શબ્દચિત્ર આલેખતી સ્વભાવોક્તિથી વર્ણવી દેખાડ્યો છે - “આ પ્રજ્ઞા-છીણી “કમિપિ” - ઘણા ઘણા પ્રયત્નાતિશયથી નિપુણોથી - તત્ત્વકુશળ જનોથી સાવધાન' - ખબરદાર જાગરૂક રહી પાડવામાં આવેલી આત્મા અને કર્મ એ ઉભયના સૂક્ષ્મ “અંતઃસંધિ બંધમાં” – અંદરના સાંધાના બંધમાં (internal joint) રભસથી - એકદમ વેગથી નીચે પડે છે અને એમ નીચે પડે છે તે શું કરતી પડે છે ? આત્માને અંતરમાં સ્થિર “વિશદ' - સ્વચ્છ - નિર્મલ “લત” - લસલસતા - ઉલ્લસી રહેલા “ધામ' - તેજવાળા ચૈતન્ય પૂરમાં મગ્ન” અને બંધને અજ્ઞાનભાવમાં નિયમિત - એમ બન્નેને “અભિતઃ' - સર્વથા સર્વ પ્રકારે “ભિન્ન ભિન્ન' - જૂદા જૂદા - પૃથક પૃથક કરતી નિપતે' છે - નીચે પડે છે.” ઈ.
૧૦૪