________________
સમયસાર : આત્મખ્યાતિ
સામ્ય દાખવી અલૌકિક આત્મઅનુભવનિશ્ચયથી આ અમૃત સમયસાર કળશ (૨૦૯) સંગીત કર્યો છે - કર્તાનો અને વેદયિતાનો યુક્તિવશથી ભેદ હો, વા અભેદ પણ હો અને કર્તા વેદયિતા ભલે મ હો, (પણ) વસ્તુ જ સમ્યફપણે ચિંતવાઓ ! સૂત્રની જેમ અહીં આત્મામાં પરોવાયેલી જે નિપુણોથી ક્વચિતુ. ભેદવી શક્ય નથી' એવી આ ચિચિંતામણિમાલિકા અમને સર્વતઃ પણ એક ચકાસે જ (પ્રકાશે જ) છે.” ઈ. - હવે નીચેની ગાથાના ભાવ સૂચન કરતો અમૃત સમયસાર કળશ (૨૧૦) અમૃતચંદ્રજી પરમ આત્મભાવોલ્લાસથી લલકારે છે - “વ્યવહારિક દૃષ્ટિથી જ કેવલ કર્ણ અને કર્મ વિભિન્ન “ઈષ્યતે' - માનવામાં આવે છે, નિશ્ચયથી જે વસ્તુ ચિંતવાય છે, તો કઠું અને કર્મ સદા એક “ઈષ્યતે' માનવામાં આવે છે. ઈ. આ કળશમાં સૂચવ્યા પ્રમાણે વ્યવહારથી કર્તા - કર્મનો ભેદ પણ નિશ્ચયથી તો કર્તા કર્મનો ભેદ નથી, એ સિદ્ધાંતનું અત્રે શાસ્ત્રકર્તાએ શિલ્પીના સુંદર દેષ્ટાંતથી પ્રતિપાદન કર્યું છે અને આનો દૃષ્ટાંત - દાસ્કૃતિક ભાવ બિંબપ્રતિબિંબ પણ સાંગોપાંગ પ્રવ્યક્ત કરી “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રાચાર્યજીએ નિખુષ સ્પષ્ટીકરણથી પ્રસ્તુત સિદ્ધાંતનો વ્રજલેપ દેઢ સુવિનિશ્ચય કરાવ્યો છે - યથા ફુટપણે નિશ્ચયથી સુવર્ણકારાદિ કુંડલાદિ પરદ્રવ્ય પરિણામાત્મક કર્મ કરે છે, હથોડી આદિ પરદ્રવ્ય પરિણાત્મક કિરણો વડે કરે છે, હથોડી આદિ પરદ્રવ્ય પરિણાત્મક કારણો ગ્રહે છે, પ્રામાદિ પરદ્રવ્ય પરિણાત્મક કંડલાદિ - કર્મફળ ભોગવે છે, પણ અનેક દ્રવ્યત્વથી તેનાથી અન્યત્વ સતે, તન્મય નથી થતો, તેથી નિમિત્ત - નૈમિત્તિક ભાવમાત્રથી જ ત્યાં કર્તૃકર્મ-ભોભોગ્ય વ્યવહાર છે - તથા આત્મા પણ પુણ્ય - પાપાદિ પુદ્ગલ પરિણાત્મક કર્મ કરે છે, કાય-વાદનઃ પુદ્ગલ પરિણાત્મક કિરણો વડે કરે છે, કાય-વાનઃ પુદ્ગલ પરિણાત્મક કિરણો ગ્રહ છે, સુખ દુઃખાદિ પુદ્ગલ દ્રવ્યપરિણાત્મક પુણ્ય-પાપાદિ કર્મફળ ભોગવે છે. પણ અનેક દ્રવ્યત્વથી તેનાથી અન્યત્વ સતે તન્મય નથી થતો, તેથી નિમિત્ત-નૈમિત્તિક ભાવમાત્રથી જ ત્યાં કર્ણ-કર્મ-ભોક્તભોગ્યત્વ વ્યવહાર છે. અને યથા તે જ શિલ્પી કરવાને ઈચ્છતો ચેષ્ટાનુરૂપ આત્મપરિણામાત્મ કર્મ કરે છે અને દુઃખલક્ષણ આત્મપરિણાત્મક ચેષ્ટાનુરૂપ કર્મફળ ભોગવે છે અને એકદ્રવ્યત્વથી તેનાથી અનન્યત્વ સતે તન્મય હોય છે, તેથી પરિણામ - પરિણામી ભાવથી ત્યાં જ કર્તુ-કર્મ-ભોક્નગ્યત્વ નિશ્ચય છે : તથા આત્મા પણ કરવાને ઈચ્છતો (ચિકીર્ષ), ચેષ્ટારૂપ આત્મ પરિણામાત્મક કર્મ કરે છે અને દુઃખલક્ષણ આત્મપરિણામાત્મક ચેષ્ટારૂપ કર્મફળ ભોગવે છે અને એકદ્રવ્યત્વથી તેનાથી અનન્યત્વ સતે તન્મય હોય છે. તેથી પરિણામ-પરિણામી ભાવથી ત્યાં જ કઈ કર્મ-ભોક્ન ભોગ્યત્વ નિશ્ચય છે.' ઈ.
ઉપરમાં “આત્મખ્યાતિ'ના ગદ્ય ભાગનું જે કહ્યું તેની પરિપુષ્ટિરૂપ - સારસમુચ્ચય રૂપ અને આ પછીના ત્રણ સમયસાર કળશ કાવ્યોમાં અમૃતચંદ્રાચાર્યજીએ નિશ્ચયથી વસ્તુ તત્ત્વ વિજ્ઞાનનું પરમ અદૂભુત સ્પષ્ટીકરણ કરી પરમ રહસ્યભૂત ઊંડામાં ઊંડું તત્ત્વજ્ઞાન પ્રકાશ્ય છે. તેમાં આ કળશમાં (૨૧૧) પરિણામ - પરિણામીની અભેદ યુક્તિથી કકર્મનો અભેદ દર્શાવ્યો છે - “ખરેખર ! પરિણામ જ ફટપણે વિનિશ્ચયથી કર્મ છે. તે (પરિણામ) અપરનો નથી હોતો, પરિણામિનો જ હોય અને કર્મ અહીં કશૂન્ય નથી હોતું, અહીં વસ્તુની સ્થિતિ એકતાથી છે, તેથી કર્યું તે જ (કર્મ જ) ભલે હો ! એકમાં બીજી વસ્તુનો પ્રવેશ નથી, પ્રત્યેક સ્વભાવનિયત છે, એવી વસ્તુમર્યાદા પોકારતો આ સમયસાર કળશ (૨૧૨) અમૃતચંદ્રજીએ પરમ અદ્ભુત આત્મવિનિશ્ચયથી લલકાર્યો છે - “ફુટની અનંતશક્તિ સ્વયં યદ્યાપિ વ્હાર લોટે છે, તથાપિ અન્ય વસ્તુ અપર વસ્તુના અંતરમાં પ્રવેશતી નથી, કારણકે સકલ જ વસ્તુ સ્વભાવનિયત ઈષ્ટ માનવામાં આવે છે, તો પછી અહીં મોહિત થયેલો સ્વભાવચલનાથી આકુલ એવો કેમ ક્લેશ પામે છે ?” અને એક વસ્તુ અહીં અન્ય વસ્તુની નથી એવો નિશ્ચય અત્ર આ
મયસાર કળશ (૨૧૩) પ્રકાશ્યો છે - “અને કારણ કે એક વસ્તુ અહીં અન્ય વસ્તુની નથી, તેથી નિશ્ચય કરીને વસ્તુ તે વસ્તુ છે - આ નિશ્ચય છે. તો પછી અપર કોણ હાર ઉઠતાં છતાં (લોટતાં છતાં) અપરનું શું કરે છે ? – અને અન્ય વસ્તુ અન્ય વસ્તુનું જે કંઈ પણ કરે છે તે વ્યવહાર
૧૧૨