________________
સમયસાર : આત્મખ્યાતિ
સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકાર
સર્વવિશુદ્ધ જ્ઞાન પ્રરૂપક નવમો અંક હવે સર્વવિશુદ્ધ જ્ઞાન પ્રવેશે છે, આ નવમા અંકમાં “સર્વ વિશુદ્ધ જ્ઞાન” નામના પરમ પાત્રને પ્રવેશ કરાવતાં, સત્ કવીશ્વર અમૃતચંદ્રજી સર્વવિશુદ્ધ જ્ઞાનનું તાદેશ્ય ચિત્ર રજૂ કરતું અને પોતાની પરમ પ્રિય તે પર જ્ઞાનજ્યોતિનો મહામહિમા આવિષ્કૃત કરતું સમયસાર કળશ કાવ્ય (૧૯૩) લલકારે છે - કર્ણ-ભોક્ત આદિ અખિલ ભાવોને સમ્યકપણે પ્રલય પમાડી, બંધ-મોક્ષ પ્રકલ્પનાઓથી પ્રતિપદે - પ્રત્યેક પદે દૂર થઈ ગયેલો આ સ્વરસવિસરથી (પ્રસરથી, ફેલાવાથી) પૂર્ણ એવી પુણ્ય અચલ જ્યોતિ છે જેની એવો ડંકોત્કીર્ણ પ્રકટ મહિમાવાળો શુદ્ધ શુદ્ધ જ્ઞાનકુંજ સ્કૂર્જે છે - હુરે છે - ઝળહળપણે ઉગ્ર ઝગારા મારે છે.'
આ પછીના કળશ કાવ્યમાં (૧૯૪) અમૃતચંદ્રજી પ્રકાશે છે - “કત્વ, ભોક્તત્વની જેમ, આ ચિતુનો સ્વભાવ નથી, અજ્ઞાન થકી જ આ કર્તા છે, તેના અભાવથી અકારક-અકર્તા છે. હવે આત્માનું અકર્તુત્વ દષ્ટાંતપૂર્વક આ ગાથામાં (૩૦૮-૩૧૧) આચાર્યજીએ પ્રકાશ્ય છે અને તેનું તલસ્પર્શી મીમાંસન આત્મખ્યાતિમાં અમૃતચંદ્રજીએ પોતાની અનુપમ લાક્ષણિક શૈલીમાં પ્રદર્શિત કર્યું છે. આ આત્મખ્યાતિ'માં વિવરી દેખાડ્યું તેના સમર્થનરૂપ અને આગલી ગાથાના ભાવના સૂચનરૂપ અમૃત સમયસાર કળશ (૧૯૫) અમૃતચંદ્રજી લલકારે છે - “એવા પ્રકારે સ્વરસથી વિશુદ્ધ આ જીવ હુરતી ચિતજ્યોતિઓથી ભુવનાભોગ - ભવનને રિત કરતો (ધોળતો) એવો અકર્તા સ્થિત છે, તથાપિ આનો જે અહીં પ્રકૃતિઓ સાથે ખરે ! આ બંધ હોય તે તો ખરેખર ! અજ્ઞાનનો કોઈ પણ ગહન મહિમા હુરે છે.” ઈ.
આ અમૃત કળશથી સૂચિત આ ગાથામાં (૩૧૨-૩૧૩) પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ પ્રકાશ્ય છે - “ચેતયિતા પ્રકૃતિ અર્થે ઉપજે છે - વિણસે છે, પ્રકૃતિ પણ ચેતયિતા અર્થે ઉપજે છે - વિણસે છે, એમ આત્માનો અને પ્રકૃતિનો - બનો અન્યોન્ય પ્રત્યયથી બંધ હોય અને તેથી સંસાર ઉપજે છે.” ઈ. આ ગાથાનો ભાવ “આત્મખ્યાતિમાં પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ નિખુષ યુક્તિથી પરિફુટ વિવર્યો છે - “આ ચેતયિતા નિશ્ચય કરીને આસંસારથી જ પ્રતિનિયત સ્વલક્ષણના અર્નિશાને કરીને પર-આત્માના એકત્વ અધ્યાસના કરણને લીધે કર્તા સતો - પ્રકૃતિનિમિત્તે ઉત્પાદ-વિનાશ પામે છે, પ્રકૃતિ પણ ચેતયિતા નિમિત્તે ઉત્પત્તિ-વિનાશ પામે છે, એમ આ આત્મા અને પ્રકૃતિ એ બન્નેનો - કર્તુકર્મભાવના અભાવે પણ - અન્યોન્ય નિમિત્ત-નૈમિત્તિક ભાવથી બંધ દષ્ટ છે, તેથી સંસાર અને તેથી જ ક-કમે વ્ય અને આ ગાથામાં (૩૧૪-૨૧૫) આચાર્યજીએ અત્ર આત્મા કર્તા-અકર્તા કેવી પ્રક્રિયાથી (Process) કેવા ક્રમથી હોય છે તેનું નિરૂપણ કર્યું છે - “જ્યાં લગી આ ચેતયિતા પ્રકૃતિ અર્થને ન વિમૂકતો ત્યાં લગી તે અજ્ઞાયક, મિથ્યાષ્ટિ, અસંયત હોય, જ્યારે ચેતયિતા અનંત કર્મફલને અનંતક એવાને વિમૂકે છે, ત્યારે શાયક, દર્શક, મુનિ તે વિમુક્ત હોય છે.” આનું સ્પષ્ટ વિવરણ “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ પ્રકાર્યું છે - “જ્યાં લગી આ ચેતયિતા પ્રતિનિયત સ્વલક્ષણના અર્નિજ્ઞાનને લીધે આત્માનું બંધનિમિત્ત પ્રકૃતિ સ્વભાવને નથી મૂકતો, ત્યાં લગી સ્વ - પરના એકત્વજ્ઞાનથી તે અજ્ઞાયક હોય છે, સ્વ - પરના એકત્વ દર્શનથી મિથ્યાદેષ્ટિ અને સ્વ - પરની એકત્વપરિણતિથી અસંમત હોય છે, ત્યાં લગી જ પર - આત્માના એકત્વ અધ્યાસના કરણને લીધે કર્તા હોય છે, પણ જ્યારે આ જ પ્રતિનિયત સ્વલક્ષણના નિર્દાનને લીધે આત્માનું બંધ નિમિત્ત પ્રકૃતિ સ્વભાવને મૂકે છે, ત્યારે સ્વ - પરના વિભાગજ્ઞાનથી તે જ્ઞાયક હોય છે, સ્વ - પરના વિભાગદર્શનથી દર્શક હોય છે અને સ્વ - પરની વિભાગ પરિણતિના સંયત હોય છે અને ત્યારે જ પર - આત્માના એકત્વઅધ્યાસના અકરણને લીધે અકર્તા હોય છે.” ઈ.
૧૦૮