________________ નંદીષેણ કહે, “પણ મહારાજ! મારી પાસે કાંઈ નથી... હું શું ધર્મ કરી શકું?” સાધુ કહે, “ઊંચા સુકૃત માટે બહારની ચીજની કશી. જરૂર નથી. સર્વ પાપપ્રવૃત્તિને ત્યાગ કરવાનું તારા હાથમાં છે. એ કરીને સાધુજીવન સ્વીકારી લે; અને એ સંયમ–તપ અને સાધુસેવાથી બરાબર પાળ. એ તું આ સ્થિતિમાં કરી શકે છે. વળી તું એ જે, કે તે પૂર્વ ભવમાં સાધુસેવા નહિ કરી હોય એટલે જ આ અપમાનિત થવાનું દર્ભાગ્યકર્મ લઈને આવ્યો. પણ અહીં તપ અને સાધુસેવા શક્તિ પ્રમાણે ધારે એટલી કરી શકે.” નંદીષણને વિવેક અને ચારિત્ર : નંદીષેણને વાત ગળે ઊતરી ગઈ, વિવેક પ્રગટયો, મનને . થયું કે, “સારું થયું મામાની દીકરીઓએ મને તુચ્છ ગણ્યો! કૂબડે કૂબડે કરીને હલકે ચીતર્યો, તે આજે અહીં મહાત્માની અમૃતવાણી સાંભળવા પામ્યો, અને અત્યારસુધી પેટ ભરવા અને તુચ્છ વિષયલાલસા પિષવા માટે મેહના પૂતળાએની સેવા કરી જિંદગી વ્યર્થ ગુમાવી ! એના કરતાં હવે સાધુ થઈ મહાત્માઓની સેવા કરવામાં લાગી જાઉં.” બસ, એણે હિસાબ માંડી દીધે, અને મન સાથે નકકી કરી દીધું કે આ ઉત્તમ માનવભવ જ્યારે સંયમ–તપ અને સાધુસેવા માટે મળે છે, તે પછી શા માટે મૂઢતાથી આપઘાત કરીને આ મહાકિંમતી માનવજન્મ ખેાઈ નાખું? અને શા સારુ સંયમાદિની સાધનાની તક ગુમાવું? શા માટે સાધના કર્યા વિના જાઉં? બસ, સંયમ–તપ–સાધુસેવામાં જ જીવન પસાર કરીશ.” તરત એણે ગુરુ પાસે ચારિત્ર લીધું, અને નક્કી કર્યું