________________ પડશે. એના બદલે આ તારી ફેઇના દીકરા નંદીષેણ સાથે. તને પરણાવી દઉં, તે એની સાથે તું પણ જીવનભર આપણે ત્યાં જ રહી શકશે.” ત્યારે પેલી કહે, “આ શી વાત કરે છે? હું આ કૂબડાને પરણું? જીવનભર કુંવારી રાખશે તે રહીશ, પણ આ કૂબડાને હરગીજ નહિ પરણું.” પતી ગયું, બાપે ઘણું ય સમજાવી, પરંતુ નિષ્ફળ. અંતે બાપે એને બીજે પરણાવી. પછીથી બીજી કન્યાને વારે આવ્યા. બાપે એને એ પ્રમાણે, સમજાવી, એ પણ નંદીષેણને પરણવા તૈયાર નથી. એ રીતે, સાતે સાત કન્યાઓએ ઘસીને ના પાડી દીધી. બધી ય બીજે પરણી ગઈ નંદીષણ આપઘાત માટે જાય છે : નંદીષેણ બિચારે કન્યાઓને પણ તૂટી મરીને સેવા - આપતો હતો, અને તેથી મામાએ આશ્વાસન આપેલું કે “સાતમાંથી એક કન્યા તને પરણાવીશ.” અને એટલે જ બાપે એકેએક દીકરીને સમજાવવા માટે પ્રયત્ન પણ કરેલે, કિન્તુ એકેય. જ્યારે કબૂલ ન થઈ ત્યારે નંદીષેણ મહાનિરાશ થઈ ગયે, ખાસ તો એ વાત પર કે બધીઓએ “આ કૂબડે..આ. કૂબડો” એમ કરીને તુચ્છકારેલું. એને જીવવા પર કંટાળે. આવી ગયું કે “હાય! આ એક, પછી બીજી, પછી ત્રીજી, એમ બધી મને કૂબડો કૂબડ કરીને કેડીને ગણે છે? તે. પણ જ્યારે મેં એ દરેકની સારી સેવા કરી છે, તો ય જાણે. હું ફૂટી કોડીનો તે મને એના બાપની આગળ તુચ્છકારે? તે. હવે મારે આ બે-બદામની કિંમતની છોકરીઓ તરફથી . અપમાનભરી સ્થિતિમાં જીવવું નકામું આપઘાત જ સારે.”