________________ 12 ધર્મસત્તા શું કહે છે? : આ જીવને ખબર નથી કે “ધર્મસત્તા તારણહાર છે. એ રાંક જીવને કહે છે કે “તું આમ મારે આશરે લીધા વિના જિંદગી પતાવી દેવા શું ઈછે? મારે આશ્રય લે, તે કર્મ સત્તા પૂર્વના તારા બધા અનિષ્ટનું સાટું વાળી આપી તારા એવા ઇષ્ટ તારી આગળ રજુ કરશે કે તારી કલ્પનામાં ન આવે કે આ શી રીતે બની આવ્યું!” ધર્મસત્તાને આ પ્રભાવ છે, પણ મેહમૂઢ રાંક જીવને આ સૂઝતું જ નથી. તે આવા અકાળે આપઘાત કરવા સુધીના ફાંફા મારે છે! નંદીષેણ ચાલ્યો આપઘાત કરવા! પણ ભાગ્યયોગે વચમાં મુનિ મળી ગયા. એની વાત જાણીને મુનિ કહે છે, મુનિને ભવ્ય ઉપદેશ : “ભાગ્યવાન ! આ મોંઘેરી માનવજિંદગી તે સુકૃત ભરવાનું કિંમની ભાજન છે. એમાં સુકૃત ભર્યા વિના એને આમ કંઈ કેઈના વાંકે ખોઈ નખાય? મામાની બધી દીકરીઓએ તારું અપમાન કર્યું એ એમને વાંક; પરંતુ તું તારી માલિકીના ઊંચા માનવજનમરૂપી સેનાના ભાજનને શા સારુ એમાં સુકૃત રત્નો ભર્યા વિના ફેડી નાખે? શું તને ખબર નથી કે પરભવે ઓથ મળે તે અહીંના સુકૃતિ પર. હજી તું જીવતે છે ત્યાં સુધી તારે તારા હાથમાં રહેલ માનવજિંદગીને કેવો ઉચ્ચ સદુપયોગ કરવો, એ બાબતમાં તું સ્વતંત્ર છે. જનમ એળે ગુમાવ્યા પછી તું કર્મને પતંત્ર બની જઈશ