________________
૨૮
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
ભૂત, વર્તમાન અને ભવિષ્યમાં તથાગત રૂપમાં થયા કરે છે.૭૧ જેમ વિષ્ણુપુરાણ અને ભાગવત પુરાણમાં વિષ્ણુના અસંખ્ય અવતારે થયા માનવામાં આવે છે, એવી રીતે બુદ્ધો પણ અસંખ્ય અવતરિત થાય છે. જ્યાં લેકે અજ્ઞાન–અંધકારમાં વ્યાકુલતા અનુભવે છે, ત્યાં તથાગત બુદ્ધને ધર્મોપદેશ સાંભળવા મળે છે.
બૌદ્ધ સાહિત્યમાં પહેલાં તે પુનર્જન્મ સિદ્ધ કરવા અર્થે બુદ્ધના અસંખ્ય અવતારની કલ્પના કરવામાં આવી છે. પરંતુ પાછળથી બુદ્ધના અવતારની સંખ્યા ૫, ૭, ૨૪ અને ૩૬ પર્યત મર્યાદિત થઈ ગઈ.
જાતકકથાઓનું રેનિદાન, અવિરેનિદાન અને સન્તિકેનિદાન એ ત્રણ પ્રકારે વિભાજન કરવામાં આવ્યું છે, એમાંના રેનિદાનમાં૩ એક કથા મળે છે, જે આ પ્રમાણે છેઃ
પ્રાચીનકાળમાં સુમધ નામને એક પરિવ્રાજક હતે. એના સમયમાં દીપકર ઉત્પન્ન થયા. લોકે બુદ્ધના સ્વાગત માટે માર્ગની સજાવટ કરી રહ્યા હતા. તે વખતે આ સુમેધ પરિવ્રાજક ત્યાં કાદવમાં મૃગચર્મ પાથરીને બેસી જાય છે. એ માર્ગ પરથી ભગવાન બુદ્ધ પ્રસાર થાય છે. તે વખતે સુમેની શ્રદ્ધા તેમ જ ભક્તિ જોઈને ભવિષ્યવાણી ઉચ્ચારે છે – “આ કાલાન્તરમાં બુદ્ધ થશે. ત્યાર બાદ સુમેધ અનેક જન્મ દરમ્યાન સર્વ પારમિતાઓની સાધના પૂર્ણ કરે છે. તેઓ વિભન્ન કમાં ચોવીસ બુદ્ધોની સેવા કરે છે અને અંતે લુમ્બિનમાં સિદ્ધાર્થ નામે
જમ્યા.૭૪
પ્રસ્તુત કથામાં પુનર્જન્મની સંસિદ્ધિ સાથે સાથે વિભિન્ન કપમાં ચોવીસ બુદ્ધ થઈ ગયા તેને પણ નિર્દેશ કરવામાં આવ્યું છે.
૭૧ લંકાવતાર સૂત્ર પુ. ૧૯૮ ૭ર લંકાવતારસૂત્ર ૪૦ પૃ. ૨૨૯ ૭૩ જાતક અઠકથા દૂનિદાન, પૃ. ૨-૩૬ ૭૪ મહાયાન–ભદત શાંતિભિક્ષુ કી પ્રસ્તાવના પૃ.૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org