________________
અચલગચ્છ દિગ્દર્શન પિતા શક્ય છે કે સખતસંઘે શત્રુંજયગિરિ ઉપર સં. ૧૨૪૯ માં સિંહરિના ઉપદેશથી અબુજીની વિશાળ પ્રતિમા પ્રસ્થાપિત કરાવી હોય. અબુજીનાં જિનાલયના શિલાલેખ માટે જુઓ અં. ગ. લેખસંગ્રહ લેખાંક ૪૪૭. એ લેખમાં માત્ર આચાર્યનું અને ગચ્છનું નામ જ ખંડિત કરવામાં આવ્યું છે. બાકી લેખ સુવાચ્ય છે. પરંતુ આચાર્યનાં નામ પછી કુપાત્ શબદ સ્પષ્ટરીતે વાંચી શકાય છે. અંચલગચ્છના આચાર્યો પ્રતિષ્ઠા કરતા નહીં. પરંતુ એમના ઉપદેશથી પ્રતિષ્ઠા થતી. આ ઉપરથી માની શકાય છે કે એ જિનાલયને જીર્ણોદ્ધાર પણ અંચલગચ્છીય આચાર્યના ઉપદેશથી સં. ૧૬૮૬ માં થયો હોય. ઉક્ત ઉલ્લેખમાં શ્રાવકનું નામ નથી પણ માત્ર “સહસ્ત્રગુણાગાંધી ને જ નિર્દેશ છે. જયસિંહસૂરિએ પ્રતિબોધ આપીને જૈન બનાવેલાં અને ક્ષત્રિય કુટુંબો એ આડકથી ઓશવાળ જ્ઞાતિમાં ઓળખાય છે. સં. ૧૨૩૧ માં ચૌધરી બિહારીદાસને આચાર્યો પ્રતિબોધ આપી . જેને ધમીર કર્યો હતે. બિહારીદાસ ડીડુ જ્ઞાતિને હતો. તેના વંશજો પણ સહસ્ત્રગણા ગાંધી ગોત્રથી ઓળખાય છે. કણેની ગામમાં જિનાલયની પ્રતિષ્ઠા
૩૭૧. પટ્ટાવલીમાં એવો ઉલ્લેખ પણ છે કે કણોની નામના ગામમાં જસરાજ શેઠે જયસિંહસૂરિના ઉપદેશથી એક વિશાળ જિનાલય બંધાવ્યું અને તેમાં ચોવિસ તીર્થકરોની પ્રતિમાઓ સં. ૧૨૧૭ માં પ્રતિષ્ઠિત કરી. કણોની ગામ વિષે હાલ જાણી શકાતું નથી તેમજ તે વિદ્યમાન હશે કે કેમ એ પણ સ્પષ્ટતાથી કહી શકાતું નથી. યાત્રાએ અને ધર્મ કાર્યો
૩૭૨. પરમહંત કુમારપાલે ઉદ્ધારેલાં તારંગાતીર્થની, રાજાના આગ્રહથી, સૌ પ્રથમ યાત્રા જયસિંહરિએ કરી. એ પછી તેઓ વઢવાણ પધાર્યા. તેમનો ઉપદેશ સાંભળીને દેહલ નામના શેઠે ઘણું દ્રવ્ય ખરચીને શત્રુંજય તીર્થની સંઘસહિત યાત્રા કરી. આ સંધમાં જયસિંહમુરિ પણ સામેલ હતા.
૩૭૩. શત્રુંજયની યાત્રા કરી તેઓ વિહરતા ખંભાત પધાર્યા. તેમના ઉપદેશથી સાંગણ શેઠે જ્ઞાન પંચમીનું ઉજમણું કરી ત્રણ લાખ દ્રમ્મ ખરચી જૈનાગમ લખાવ્યાં. શેઠના આગ્રહથી જયસિંહસૂરિ ખંભાતમાં ચતુર્માસ રહ્યા.
૩૭. એ પછી તેઓએ પ્રભાસપાટણ તથા ગિરનારજીની યાત્રા કરી. ત્યાં વસતા મંત્રી આંબાકે જયસિંહસૂરિના ઉપદેશથી શ્રી ચંદ્રપ્રભ જિનેશ્વરના પ્રાસાદને જીર્ણોદ્ધાર કર્યો. એ કાર્યમાં વિધર્મીઓએ વિ નાખ્યાં, પણ આચાર્યના પ્રભાવથી તેનું નિવારણ થયું. કચ્છને વિહાર
૩૭૫. સં. ૧૨૨૧ ની આસપાસ તેમણે કચ્છમાં વિહાર કર્યો. આ પ્રદેશને વિહાર કરનાર અચલગચ્છના સૌ પ્રથમ આચાર્ય જયસિંહસૂરિ જ હતા. કેટલાંક વર્ષો સુધી તેઓ કચ્છમાં વિહર્યા અને અનેકને ધર્મબોધ પમાડ્યો. ગ્રામાનુગ્રામ વિહરતા તેઓએ વાગડ પ્રદેશમાં પણ પદાર્પણ કરેલું. ત્યાંથી તેઓ વઢિયાર પ્રદેશમાં ગયા. ગ્રંથરચના
૩૬. પટ્ટાવલી અનુસાર જયસિંહસૂરિએ અનેક ગ્રંથો રચ્યા છે, જેનાં નામ આ પ્રમાણે છેઃ કર્મગ્રંથની બહટીકા, કમ્મપયડીની ટીકા, કર્મગ્રંથ વિચાર ટિપ્પણ, કર્મવિપાકસૂત્ર, ઠાણાંગટીકા, જેન
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com