________________
શ્રી રત્નસાગરસૂરિ
૫૫ પાર્શ્વનાથ જિનાલય બંધાવ્યું, જે તેની ભવ્યતાથી સુથરીની પંચતીથમાં સ્થાન પામ્યું છે. સં. ૧૯૮૦ ના માઘ સુદી ૫ ને સોમવારે ત્યાં દંડમહોત્સવ થયો. યતિ સૂરચંદ હરખચંદ તથા તેમના શિષ્યો મણલાલ, મોહનલાલ અને ધનજીએ અહીંનાં ધર્મકાર્યોમાં સારો ફાળો આપે. અહીં ઘણી પ્રતિમાઓ સં. ૧૯૨૧ ની અંજનશલાકા વખતની છે.
૨૪૪. ગુજરાતના બોરસદના વિશા ઓશવાળ રણછોડ, હરગોવિંદ, ચુનીલાલ તથા કલ્યાણજી દયાળજીએ રત્નસાગરસૂરિના ઉપદેશથી શ્રી આદિનાથ જિનાલય બંધાવી સં. ૧૯૧૪ના શ્રાવણ સુદી ૧૦ને શુક્રવારે પ્રતિષ્ઠા કરાવી. એ કુટુંબના છગન ઘેલાએ પણ પ્રતિષ્ઠા કાર્યો કર્યા. જિનાલયની શિલા-પ્રશસ્તિમાં આ કુટુંબનું વંશ ક્ષ આ પ્રમાણે છે
વીરદાસ ગોધાજી (ભાર્યા કસ્તુર )
છતાછ (ભાર્યા ભૂલી)
દયાળ (ભાય કંકુ) કલ્યાણજી (ભાય તુલસી)
માણેકચંદ (ભાય અવલ)
જવેર (ભાય દીવાલી)
ઘેલા (ભાર્ય હરકુંવર)
ભીખા
. રણછોડ
હરવિંદ
ચુનીલાલ
ભારેમાં
૨૪૪૭. કચ્છમાં મગુઆનામાં સં સં. ૧૯૧૭ માં શ્રી આદિનાથ જિનાલય બંધાવ્યું. વડસરમાં ગુણસાગરના ઉપદેશથી હરઘેર કરમશીએ સં. ૧૯૧૮માં શ્રી પાર્શ્વજિનાલય બંધાવ્યું. શ્રાવકોની વસ્તી ન રહેવાથી જિનાલયનું ઉત્થાપન કરી પ્રતિમાઓ નલીઆમાં લાવવામાં આવ્યાં છે. વારાપધરમાં નાંગશી દેવભુધેિ તથા કેશવજી ગોવિંદજીએ સં. ૧૯૧૮ માં શ્રી આદિજિનાલય બંધાવ્યું, જેને જીર્ણોદ્ધાર શ્રી અનંતનાથ ટ્રસ્ટ દ્વારા થયે. સં. ૨૦૨૨ ના વૈશાખ વદ ૨ ને શુક્રવારે તેની શતાબ્દી ઉજવાઈ.. હેમા અરજણે અને લધા છવ સં. ૧૯૧૮ માં શ્રી શાંતિનાથ જિનાલય બંધાવ્યું, જેને જીર્ણોદ્ધાર શ્રી અનંતનાથ ટ્રસ્ટ દ્વારા થયે. સાંધાણમાં રત્નસાગરસૂરિના ઉપદેશથી સં. ૧૯૧૯માં ગશર વરધોર જેતશી કરમણે શ્રી સંભવનાથ જિનાલય તથા સં. ૧૯૨૭ માં લાડણું આશારીઆ અને લખમશી આશારીઆએ શ્રી શાંતિનાથ જિનાલય બંધાવ્યાં. અહીંનાં જિનાલને જીર્ણોદ્ધાર શ્રી અનંતનાથ ટ્રસ્ટ દ્વારા .
૨૪૪૮. કાંડાગરામાં ગોરજી આણંદજી માલાજીના પ્રયાસથી સંયે સં. ૧૯૨૧ માં શ્રી શાંતિનાથ જિનાલય બંધાવ્યું, જેને શતાબ્દી મહોત્સવ એકાદ લાખ કારીના ખરચે સંયે ઉજળ્યો. બાંડીઆમાં રાઘવજી વેરશીએ સં. ૧૯૨૨ માં શ્રી વિમલનાથ જિનાલય બંધાવ્યું, જેને સં. ૨૦૦૬માં ભાવ સુદી ૧૦ ને ગુરુવારે જીર્ણોદ્ધાર થયા. સં. ૧૯૨૨ માં સાંધવામાં કાનજી ભારમલે શ્રી શાંતિનાથ જિનાલય તથા ડુમરાના સંઘે શ્રી ચંદ્રપ્રભુ જિનાલય બંધાવ્યાં. ચીઆસરમાં સંઘે સં. ૧૯૨૭માં શ્રી આદિ જિનાલય બંધાવ્યું. કોડાયમાં નથુ હંશરાજની ભાર્યા ચાંપાબાઈએ સં. ૧૯૨૮માં શ્રી અનંતનાથ જિનાલય, કોટડી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com