________________
અંતિમ પૂર્તિ
આર્ય રક્ષિતસૂરિ દ્વારા પ્રતિબધિત પ્રાગ્વાટ મંત્રી ખેલ
૨૨. આરક્ષિતરિએ અનેક મહાનુભાવોને પ્રતિબોધ આપીને ધમ પમાડ્યો છે, એ વિશે ભટ્ટ-ગ્રંથમાં પ્રચુર સામગ્રી સંપ્રાપ્ત છે. તેમણે પ્રતિબંધેલા પ્રાગ્રાટ, વામંગા ગોત્રીય મંત્રી ખેતલ ભાર્યા ખેતલદે અંગેનું મહત્ત્વપૂર્ણ ઉલ્લેખ સુધર્માસ્વામીકૃત “સ્થાનાંગ સૂત્ર”ની પ્રત પુપિકામાંથી ઉપલબ્ધ થાય છે. તેમાં મંત્રી યંના વંશવૃક્ષ વિષયક ઉપયોગી માહિતી નિબદ્ધ છે. એ વંશમાં થયેલા મંત્રી ટોકરે ભાવસાગરસૂરિના ઉપદેશથી ઉક્ત ગ્રંથની પ્રત સં. ૧૫૧૭માં લખાવીને તેમને અર્પણ કરી. પુપિકા માટે જુઓ પુણ્યવિજયજીના હસ્તપ્રત વિષયક સંગ્રહનું સૂચિપત્ર, ભા. ૧, નં. ૨૪૧. મહેન્દ્રસિંહસૂરિ દ્વારા પરાજિત પુણ્યતિલકસૂરિ
પર૮. કાસહદ ગચ્છીય પાદલિપ્તસૂરિની પરંપરામાં પુણ્યતિલકસૂરિ પ્રખર વિદ્વાન થયા. તેઓ વિહરતા અવંતીપુર પધાર્યા જ્યાં “વિધિપક્ષગચ્છાધિરાજ, સરસ્વતી લબ્ધપ્રસાદ” આચાર્ય મહેન્દ્રસિંહસૂરિ બિરાજતા હતા. તેમને અપૂર્વ મહિમા જઈને વિદ્યામદથી પુણ્યતિલકસૂર ગુરુ પાસે વાદલિપ્સાથી આવ્યા અને આહવાન આપ્યું. ગુરુએ કહ્યું–થા વાદનું પ્રયોજન શું? જવાબમાં પુણ્યતિલકસૂરિએ જણાવ્યું કે વૃથા શા માટે? જે જ્ય પામે તે અન્યને શિષ્ય કરે ! ગુરુએ તે સ્વીકાર્યું અને વાદને પ્રારંભ થયો. ગુરુએ તેમને મુહૂર્તમાં જ જીતી લીધા. આથી પુણ્યતિલકસૂરિ પિતાને ધન્ય માનવા લાગ્યા. ગુરુને વંદના કરી તેમજ સ્તુતિ કરી તેમના શિષ્ય થયા. ગુએ પણ તેમની મહત્તાના રક્ષણાર્થે દીક્ષા આપી તેમને શાખાચાર્યપદે સ્થાપ્યા. વળી તેમના પૂર્વજાચાર્ય પાદલિપ્તસૂરિ વિરચિત “વીર જિન • સ્તોત્ર” “સપ્રભાવ, બગ સિદ્ધિ-સંપન્ન” જોઈ, સપ્તસ્મરણુ મહાસ્તોત્રમાં તૃતીય મહાસ્તોત્ર તરીકે સ્થાપ્યું. આ સ્તોત્રનું મહત્ત્વ ઉપસર્ગહર તેત્રની જેમ “અનેક વેગ સિદ્ધિમય” હેઈને નવોદિત શિષ્યને દીક્ષા આપ્યા બાદ સૌ પ્રથમ તેને જ પાઠ શીખવવામાં આવે છે.
ઉપર્યુક્ત પ્રસંગ પાદલિપ્તસૂરિ કૃત “મહાવીર સ્તોત્ર” પર લખાયેલ અવસૂરિની પ્રશસ્તિમાંથી જાણી શકાય છે, જેની પ્રત પુણ્યવિજયજીના સંગ્રહમાં છે. જુઓ ઉક્ત સૂચિપત્ર ભા. ૧, નં. ૧૯૭૩. પ્રસ્તુત અવચૂરિ અમરસાગરસૂરિના રાજયમાં, વા. દયાસાગરના શિષ્ય વા. પુણ્યસાગરે સં. ૧૭૮ના આસે સુદી ૧૦ ને રવિવારના દિને બુરહાનપુરમાં લખી. વા. પુયસાગરના અન્ય ગ્રંથો માટે જુઓ પેરા નં. ૧૯૮૨-૮૩. અંચલગચ્છની સમાચારી અંગે ઉકત પ્રસંગ અત્યંત મહત્વપૂર્ણ છે. ઉપા, ધર્મનન્દનની કૃતિ
૧૦૫૬૪. ઉપા. ધર્મનન્દને “લેક નાલિકા” પર અવચૂરિ લખી, જેની પ્રત પુણ્યવિજ્યજીના
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com