Book Title: Anchalgaccha Digdarshan Sachitra
Author(s): Parshwa
Publisher: Mulund Anchalgaccha Jain Samaj

Previous | Next

Page 664
________________ ૬૪૭ અંતિમ પ્રતિ ૧૭૪ અ. સં. ૧૭૧૬ મધુમાસે અસિત પક્ષે ગુરુવારે ભાણિયસાગર શિ. ન્યાસાગર શિ. નયસાગરે શેખપુરમાં રહીને કલ્પસૂત્રની પ્રત લખી. ૧૫રા. સં. ૧૭૧૪ માહ સુદી ૬ ના દિને નવાનગરમાં વા. વિવેકશેખર શિ. વા. ભાવશેખર (પેરા નં. ૧૬૫૭) સાથી વિમલા શિ. કપરા શિ. જેમાં શિ. પદ્મલક્ષીના વાંચનાર્થે સુધર્માસ્વામી કૃત સૂત્ર કૃતાંગ ની પ્રત લખી. ૧૯૯૮૪. લાલચંદ્રના ગુરુ મુનિચંદ્ર સં. ૧૯૦૫ માં ઉગ્રસેનપુરમાં રહીને અજિત શાંતિ સ્તવ સ્તબકની પ્રત લખી. - ૨૦૧૦. રશેખર શિ. લબ્ધિશેખરે સં. ૧૭૭૦ પિષ ૧૦ના દિને નગરયદામાં રહીને સિદ્ધસેન. સુરિ કૃત “કલ્યાણ મંદિર પર બાલાવબોધ લખ્યું. ૨૦ . સં. ૧૭૩૯ કા. સુ. ૯ને રવિવારે દીપણાગરે સુથરીમાં રહીને “પાંડવગીતા બાલાવબોધ” ની પ્રત લખી. પ્રત પુપિકામાં “દરિયાવને કાંઠે” એવો ઉલ્લેખ પણ છે. ૨૦૩૪. સં. ૧૭૨૦ માઘ સુદી ૧૦ ને ગુરુવારે વા. જ્ઞાનશેખરગણિના શિષ્ય મુનિ છવાએ રતાડીઆમાં રહીને ગજસાગર કૃત “દંડક પ્રકરણ બાલાવબોધ' તથા રત્નશેખરસૂરિ કૃત “ લઘુ ક્ષેત્ર સમાસ પ્રકરણ”ની પ્રતો લખી. ૨૧૨૧૫. સં. ૧૭૮૭ ભા. સુ. ૧૨ ને શનિવારે વિદ્યાસાગરસૂરિના શિષ્ય હિતાબ્ધિએ ૫૪૬ ગાથામાં રનસમુચ્ચય સ્તબક”ની રચના કરી. ૨૨૬૫. સં. ૧૮૫૭ આસો વદિ ૫ ને મંગળવારે ભાણચંદ્ર ગુણચંદ્રના પઠનાર્થે રાજનગરમાં હાજા પટેલની પિાળમાં ચાતુર્માસ રહીને ગજસાગર કૃત “દંડક પ્રકરણની પ્રત લખી. ૨૨૮૪૪. મહિમારન શિ. વિનયસે દશવૈકાલિક સૂત્ર પર સં. ૧૫૭૨ માં નઝરાનગરમાં વૃત્તિ રચી હતી તેની પ્રત ભટ્ટારક રાજેન્દ્રસાગરસૂરિના ઉપદેશથી રાજપુરના સંઘે લખાવી જ્ઞાનભંડારમાં મૂકાવી. ૨૨૯૭. પંધનસાગરગણિ શિ. પં. માણિક્ષસાગરે સુધર્માસ્વામી કૃત “પ્રશ્ન વ્યાકરણ' ની પ્રત લખી, ૨૪ ૭. સં. ૧૯૧૭ કા. સુ. ૧૧ ને શુક્રવારે મુંબઈભાતબજારમાં વીસાના ઉપાશ્રયમાં ચાતુમાસ રહીને ભાગ્યશિખર શિ. પ્રમોદશિખર શિ. કીતિશિખર શિ. મોતીચંદે ભકતામર સ્તોત્ર વૃત્તિની પ્રત લખી ધાતુમૂતિ લેખમાં છત્રધારી ચિત્રાકૃતિ આ ગચ્છના આચાર્યોના ઉપદેશથી પ્રતિષ્ઠિત થયેલી મૂતિઓમાં પ્રાયઃ “ઉપદેશાત ” શબ્દ યોજાયેલ હોય છે, એ વિશિષ્ટતા ઉપરાંત કાંતિસાગરજી નેંધે છે કે આવી પ્રતિમાઓના પાછળના ભાગમાં લેખ સાથે નિયત સ્થાને પ્રેક્ષણીય અને ભવ્ય છત્રધારીનું ચિત્ર ઉપસાવેલું કે ઉત્કીર્ણિત નીરખાય છે. અશાપિ કઈ પણ મૂતિ વિધાન વિષયક શાસ્ત્રમાં આવી ચિત્રાકૃતિ મૂકવાનો આદેશ કે તેના સમર્થનને ઉલ્લેખ મળતો નથી. એટલે પ્રભુભકિતના પ્રતીકરૂપે, મંગલ-ચિહ્નરૂપે કે ગચ્છની પ્રતિમા ઓળખવાના સંકેતરૂપે આ ચિત્રાકૃતિ ઘટાવી શકાય છે. અન્ય ગચ્છની મૂર્તિઓમાં તે નીરખાતી નથી તે ખાસ નોંધનીય છે. પ્રતિષ્ઠા લેખે શત્રુજ્યગિરિ પરના ધાતુમૂર્તિ લેખો જે અદ્યાવધિ અપ્રકટ હતા, તે કાંતિસાગરજીએ હાલમાં નેપ્યિા છે, તે સંવતક્રમાનુસાર નિમ્નત છે : Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 662 663 664 665 666 667 668 669 670