________________
શ્રી વિવેકસાગરસૂરિ
૫૭૩ ૨૫૦૭. સં. ૧૯૬૩માં તેમણે બાવન ગામોના સઘને નિમંત્રી જ્ઞાતિમેળો કર્યો અને સાત ટક મિષ્ટાન્ન ભોજન કરાવ્યું. સં. ૧૯૭૨ માં હાલારમાં આવીને પણ એ જ્ઞાતિમેળો કર્યો, જેને લોકો હિછ સંભારે છે. હાલારમાં બે ત્રણ જ્ઞાતિમેળાઓ જ થયેલા. આ જ્ઞાતિમેળાઓમાં રૂપીઆ લાખ ઉપર ખર્ચ થયેલ.
૨૫૦૮. સં. ૧૯૬૯ માં તેમણે શત્રુંજયને સંઘ કાઢ્યો. જિનેન્દ્રસાગરસૂરિને પધારવાની ઘણી વિનંતિ કરી. જો તેઓ પધારે તો માંડવીથી ચાર્ટડ સ્ટીમરમાં તેમને મુંબઈ તેડી ત્યાંથી રેલ્વે સલૂનમાં પાલીતાણું લઈ જવાની તૈયારી દર્શાવી. ત્યાંના ઠાકોર દ્વારા સન્માન તેમજ માળ પહેરામણ પ્રસંગે રૂ. ૧૦૧૦૦૧) તેમનાં ચરણે ધરે એવી અભિલાષા વ્યકત કરી. જે એ વાત મંજૂર રહી હતી તે ધર્મ જાગૃતિ વિશે થઈ હતી. એ અરસામાં જખૌમાં લખમશી લધાએ જ્ઞાતિમેળે કરેલે. મેળો પૂરો થતાં ત્રણ સ્ટીમરો ભરાઇને, લેક તીર્થસંઘમાં ભળેલા. ગૌતમસાગરજી મહારાજ પ્રભૂતિ અનેક સાધુ-સાધ્વીઓ. પણુ પધારેલાં. આ સંઘમાં તેમણે રૂા. ૧૭૫૦૦૦)નો ખર્ચ કર્યો. એ પછી કુટુંબીજનો સાથે જ્ઞાતિમાં રૂ. ૮૦૦૦૧)ના ખર્ચે સાત વાસણની લહાણ કરી.
૨૫૦૯. તેમણે ઉદેપુર, વણથલી, ચાલીસગામ, ખંડવા, આકોલા, શિકારપુર વિગેરે સ્થળોએ ઉપાશ્રય-ધર્મશાળા બંધાવ્યાં. પાલીતાણા પાસેના એક ગામમાં ઈસ્પીતાલનું મકાન બંધાવી આપ્યું. હાલારના ડબાસંગ પરગણાનાં ઘણાં ગામોમાં પોતાના ખરચે પાઠશાળાઓ ચલાવી. જિનાલયની ટીપોમાં તેમણે લાખ રૂપીઆ નંધાવ્યા છે અથવા તે ગુપ્ત રીતે આપ્યા છે. ખંડવામાં શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ જિનાલયમાં એમને ફાળો મુખ્યત્વે હતો. ઉજજૈનમાં જેશીંગપુરામાં પણ શ્રી પાર્શ્વનાથ જિનાલય બંધાવી આપ્યું.
૨૫૧૦. લીંબડીના ઠાકર સર દોલતસિંહજી તેમને વડિલ તરીકે માન આપતા. તેમના માનમાં ઠાકર દ્વારા શિક્ષણિક કારકિર્દી માટે પ્રતિવર્ષ સુવર્ણચંદ્રક અપાતો. લીંબડીમાં ખેતીશેઠે રૂ. ૨૭૦૦૦) ના ખર્ચે બેડિંગ તથા રૂ. ૨૫૦૦૦)ને ખર્ચે શ્રી શાંતિનાથ પ્રભુનું શિખરબંધ જિનાલય બંધાવી આપ્યાં. ત્યાં બે ઉપધાન પ્રસંગે પણ રૂ. ૨૪૦૦૦)ને તેમણે ખર્ચ કર્યો.
૨૫૧૩. પં. માલવીઆઈએ સ્થાપેલ બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયમાં તેમણે રૂપીઆ એક લાખની નાદર સખાવત કરી, તથા ત્યાં “જૈન ચેર' માટે રૂ. ૪૦૦૦અર્પણ કર્યા. શિવજી દેવશી મઢડાવાલાએ પાલીતાણામાં સં. ૧૯૫૯ માં છાત્રાલયની સ્થાપના કરેલી તેમાં રૂ. ૫૦૦૦ ની સખાવત કરી. સર વશનજીએ પણ એટલી જ રકમ આપી હોઈને એમનાં બન્નેનાં નામો એ સંસ્થા સાથે જોડવામાં આવ્યાં. સં. ૧૯૬૯માં ત્યાં રેલની હોનારત થતાં રૂ. ૧૫૦૦] છાપરાઓનાં બાંધકામ પાછળ ખરચ્યા. તે ઉપરાંત મુંબઈની ડિગમાં રૂા. ૧૦૦૦૦ તથા અન્ય બોડિ ગે, બાળાશ્રમો, અનાથાશ્રમ, પાઠશાળાઓ, કન્યાશાળાઓ, શ્રાવિકાશ્રમોમાં મળીને લાખેક રૂપીઆની સખાવત કરી. પ્રોફેસર બોયઝની ઈન્સ્ટીટયુટને રૂા. ૫૦૦૦ આપ્યા. જામનગરમાં આનંદબાવાના અનાથાશ્રમને તેમણે સંગીન સહાય કરી, તેના ટ્રસ્ટી નીમાઈ ગરીબેનાં દુઃખો નિવારવા ઘણે પુરુષાર્થ કર્યો. આમ દરેક ક્ષેત્રમાં એમણે સખાવતને ધેધ વહાવ્યો.
૨૨. મુંબઈમાં નવપદજીનાં ઉજમણા પ્રસંગે નવ દિવસ આયંબિલ અને અઢાર ટંક જ્ઞાતિ જમણેમાં રૂા. ૮૦૦૦] ખરા. દેરાસરોના જીર્ણોદ્ધારમાં તેમણે રૂપીઆ લાખની સખાવત કરી. એમના પુત્ર હીરછશેઠે પૂનાની ભાંડારકર ઓરીએન્ટલ રીચર્સ ઈન્સ્ટીટયુટની લાયબ્રેરીને રૂ. ૫૦૦૦] ભેટ ધર્યા, ત્યાં
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com