________________
પ૮૭
શ્રી જિનેન્દ્રસાગરસૂરિ
૨૫૭૯. નરશી કેશવજી નાયકના પુત્ર નરશી, મૂલજી તથા જીવરાજે ગુમાસ્તા વલ્લભજી વસ્તાના નામથી વિશાળ કુંડ બંધાવ્યો. સં. ૧૯૫૮ ના કાર્તિક સુદી ૧ ને મંગળવારે યતિ હેમચંદ્ર તેની વિધિ કરી. વીરબાઈ પાઠશાળા વિશે આગળ નેધી ગયા છીએ. તેનું ખાતમુહૂર્ત સં. ૧૯૫૪ના ચિત્ર વદિ ૧ ને ગુરુવારે તથા ઉદ્ઘાટન સં. ૧૯૫૬ ના કાર્તિક વદિ ૬ ને ગુરુવારે ઠાકોર માનસિંહે કર્યું. સર વશનજી તથા હીરજી ઘેલાભાઈની આમાં ઘણી સેવાઓ છે. અહીંના ગ્રંથભંડારની ઘણી ખ્યાતિ હતી.
૨૫૮૦ ઠાકોર માનસિંહના આશયથી મંજલના નથુ રતનશી તથા જખૌના ટોકરશી કાનજીએ વશનજી જે હસ્તક ગૌશાળા બંધાવી. સં. ૧૯૬૦માં તેની શુભ શરૂઆત કરી. ગોધરાના દેવજી ધનજીએ તેમાં મકાન બંધાવી આપ્યું. આજે આ સંસ્થા ફૂલીફાલી છે.
૨૫૮૧. મોટા આસંબીઆના કારશી વીજપાલે કેશવજી નાયકની ધર્મશાળામાં વ્યાખ્યાન મંદિર બંધાવ્યું, કેશવજી નાયકની ટૂકમાં સં. ૧૯૮૬ માં પિતાનાં માતા હીરબાઈ, પિતા વીજપાલ નેણશી, પત્ની રતનબાઈ અને પુત્રી પાનબાઈના શ્રેયાર્થે ચાર દેવકુલિકાઓનો જીર્ણોદ્ધાર કરાવ્યો, ગ્રંથ પ્રકાશનનાં કાર્યમાં ઘણું મદદ કરી, રંગુનમાં પણ ધર્મ પ્રવૃત્તિ વિસ્તારવા દ્રવ્ય સહાય કરી * તેમણે મોટા આસંબીઆમાં પુત્ર રવજીનાં નામે મહાજનવાડી તથા ભદ્રસરમાં ધર્મશાળા બંધાવી, તેમજ ધર્મકાર્યોમાં લાખે રૂપીઆ ખરચ્યા.
- ૨૫૮૨. જામનગરના કપૂરચંદ ખેંગાર ભાર્યા વીરબાઈ પુત્ર સોભાગચંદે સં. ૧૯૫૭ના ફાગણ વદિ ૪ ના ધર્મશાળાનું ખાતમુહૂર્ત કરી શ્રાવણ સુદી ૧૪ને બુધવારે તેનું વાસ્તુ કર્યું. સં. ૧૯૭૧માં મોટી ખાખરનાં પુરબાઈ કોરશી કેશવજીએ ધર્મશાળા બંધાવી. તેમણે મુંબઈ પાલાગલીમાં કન્યાશાળા તથા સેનગઢ આશ્રમમાં ભોજનાલય બંધાવ્યાં.
૨૫૮૩. નરશી નાથાની ધર્મશાળામાં સં. ૧૯૫૩ માં શ્રી ચંદ્રપ્રભુ જિનાલય બંધાયું હતું તેને જીર્ણોદ્ધાર સં. ૨૦૦૮ ના માઘ સુદી ૬ ને શુક્રવારે થયો. તેમાં રૂા. ૧૬૩૩૮) ને ખર્ચ થયે, જેમાં શ્રી અનંતનાથ ટ્રસ્ટે રૂ. ૫૦૦૦૦)ને ફાળો નોંધાવ્યો.
૨૫૮૪. સં. ૨૦૨૧ ના કાર્તિક સુદી ૧૩ ના દિને ગોવિંદજી જેવત બોનાઓ માટુંગામાં અંજનશલાકા કરાવી, બાબુ ધનપતસિંહની ટ્રક પાસે જિનાલય બંધાવ્યું. ગિરિરાજ ઉપર તેમણે સં. ૨૦૧૫ માં જિનબિંબની પ્રતિષ્ઠા કરી તથા પીપરલામાં ઉપાશ્રય બંધાવ્યું. તેમણે ધર્મકાર્યોમાં ઘણું ધન ખરચ્યું છે.
૨૫૮૫. બાબુ ધનપતસિંહની ટૂંકમાં આ પ્રમાણે દેવકુલિકાઓની પ્રતિષ્ઠા થઈ – (૧) વરાડીઆના ગેલા તથા દેવજી માણેક ડાઘાએ સં. ૧૯૫વે. વદ ૧૧ રવિ શ્રી શીતલનાથ દે. નં. ર૯. (૨) ગેલા માણેકની વિધવા લીલબાઈએ ગૌતમસાગરજીના ઉપદેશથી કલ્યાણસાગરસૂરિની દેરી બંધાવી. (૩) બીદડાના માલશી લાધાએ સં. ૧૯૬૬ મ. વ. ૩ રવિ શ્રી સુમતિનાથ દે. નં. ૨૧. (૪) તેરાના ભીમશી ખીમજીએ સં. ૧૯૭૨ છે. સુ. ૩ શુક્ર. શ્રી પાર્શ્વનાથ દે. નં. ૩૦. - વરાડીઆના પંજ ખી'અશી લેડાયાએ સં. ૧૯૭૫ છે. વ. ૧૨ સોમ. શ્રી ધર્મનાથ દે. નં. ૩૧.
* નવાવાસના આસુ વાઘજીએ સં. ૧૯૪૦ માં રંગુનમાં સૌ પ્રથમ ચેખાને વ્યાપાર જમાવ્યો. એ પછી અનેક કછીએ ત્યાં વસ્યા. જેનોની વરતી વધતાં સં. ૧૯૫૬ માં ત્યાં ગૃહત્ય બંધાવ્યું. સં. ૧૯૬૨ માં ખાંઅશી હેમરાજે કેડાયથી શ્રી વીરપ્રભુની પ્રતિમા લાવી મૂલનાયક તરીકે પધરાવી. સં. ૧૯૭૦ ના વૈશાખ વદિ ૫ ના દિને સંઘે વિશાળ જિનાલય, પાઠશાળા, સ્નાનાગાર બંધાવ્યાં. કછી શ્રાવકોએ સૌ પ્રથમ બ્રહ્મદેશમાં જૈનધર્મની પતાકા લહેરાવી, જેનું આફ્રિકા, સિલોન વિગેરેના શ્રાવકોએ અનુસરણ કર્યું.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com