Book Title: Anchalgaccha Digdarshan Sachitra
Author(s): Parshwa
Publisher: Mulund Anchalgaccha Jain Samaj

Previous | Next

Page 628
________________ પુન: પ્રસ્થાન o૩ વૈશાખ સુદી ૩ ના દિને એમની નિશ્રામાં ત્યાં વરસીતપનાં પારણાં, અષ્ટાદ્દિકા મહોત્સવ આદિ થયાં. ચાતુર્માસ બાદ સંઘ પગે ચાલતો એમને વળાવવા દૂરનાં ગામ સુધી ગયો. લતિપુરથી ટંકારા થઈ મોરબી પધાર્યા અને ચાતુર્માસ રહ્યા. અહીંનું જ્ઞાનભંડારનું ખાતું અવ્યવસ્થિત હતું તેને વ્યવસ્થિત બનાવ્યું અને ભારે લોકપ્રિીતિ પ્રાપ્ત કરી. ૨૬૪૫. સં. ૧૯૮૮ માં સાંયરામાં પટેલ દેવરાજ મૂળજીના પ્રયાસથી મહાવીર જયંતી દાનસાગરજીની નિશ્રામાં ખૂબ ઉત્સાહથી ઉજવાઈ. નલિયામાં એમના ઉપદેશથી આયંબિલ ખાતું ખોલવામાં આવ્યું. સં. ૧૯૮૯ માં નલિયામાં તેમસાગરજીને અધ્યયનાથે રોકી પિતે ગુરુ ગૌતમસાગરજીને વાંદવા જામનગર પધાર્યા. વર્ષો બાદ ગુરુ-શિષ્યનું મિલન થતાં સંઘમાં ઉત્સાહ પ્રકટયો. સંધાગ્રેસર સાકરચંદ નારાણજીના પ્રયાસોથી એમનાં મનનું સમાધાન થયું. આ વિષયક દસ્તાવેજ પણ સંઘે કર્યો. ૨૬૪૬. નાના આસંબીઆમાં સં. ૧૯૯૦ ના વૈશાખ વદિ ૯ ના દિને વયસ્ક જેઠાભાઈ વેરશંએ દાનસાગરજી પાસે દીક્ષા લીધી અને એમનું ઝવેરસાગર ન માભિધાન થયું. એ પ્રસંગે તલવાણાના ગશર લખમશીની વિધવા જેડીબાઈને ત્યાં દીક્ષા આપી તેમનું ઝવેરથી નામ રાખ્યું. સં. ૧૯૯૧ માં ઝવેરસાગર ભૂજમાં કાલધર્મ પામ્યા. ચાતુર્માસ બાદ દાનસાગરજના ઉપદેશથી એક સે જણાને ભદ્રેસરનો સંઘ નીકળે, જેનો ખર્ચ હીરાચંદ ટોકરશીએ આપ્યો. સં. ૧૯૯૨ માં રાવસાહેબ રવજી સોજપાલના અત્યાગ્રહથી લાયજામાં ચાતુર્માસ રહેલા. એ પછી દાનસાગરજી સં. ૧૯૯૩ માં માંડવીમાં તથા સં. ૧૯૯૪ થી ૯૬ માં જામનગરમાં ચાતુર્માસ રહ્યા. સં. ૧૯૯૫ ના માગશર સુદી ૧૦ને રવિવારે માંડલમાં મફાભાઈ ભુદરભાઈની વિધવા સૂરજબાઈને દીક્ષા આપી અને તેમનું સમતાશ્રી નામાભિધાન કર્યું. ગુરુ ગૌતમસાગરજી પણ જામનગરમાં જ ચાતુર્માસ હેઈને ઘણાં વર્ષો બાદ ગુરુ શિષ્યનાં ચાતુર્માસ સાથે થયાં. એ પછી તેઓ પુનઃ લતિપુર, મોરબી ઈત્યાદિ સ્થળે વિચર્યા અને ત્યાં ચાતુર્માસો રહ્યા. ૨૬૪૭ સં. ૧૯૯૬ ના માઘ વદિ ૧૩ના દિને મીઠોઈને વેરશીભાઈને દીક્ષા આપી એમનું વિવેકસાગર નામાભિધાન કર્યું, વૈશાખ વદિ ૬ ના દિને ગોધરાના લાલજી વેલજીને દીક્ષા આપી એમનું લબ્ધિસાગર નામાભિધાન કર્યું. સ. ૧૯૯૭ માં જખૌના જેઠાભાઈ લખમશી તથા બાયડના નરશી દેવશીને દીક્ષા આપી એમનાં નામ અનુક્રમે યેન્દ્રસાગર તથા નરેન્દ્રસાગર રાખ્યાં. આ બધી દીક્ષાઓ જામનગરમાં જીવરાજ રતનશીના વંડામાં મહોત્સવ પૂર્વક થઈ. ૨૬૪૮ સં. ૨૦૧૧ માં માટુંગામા વાંકુના કરમશી ખેતશી ખોનાને દીક્ષા આપી એમનું કીર્તિસાગર નામ રાખ્યું ગોવિદજી જેવત ખોનાએ દીક્ષોત્સવ કર્યો. કીર્તિસાગરજીએ હાલારમાં સારી ધર્મજાગૃતિ કરી.. એ વર્ષના માઘ સુદી ૧૦ને બુધવારે ભાયખલામાં ટુન્ડના કુંવરજી કરમશીને દીક્ષા આપી એમનું કેલાસસાગર નામ રાખ્યું. ૨૬૪૮. દાનસાગરજીના આઝાવતી હેતશ્રીજી મહત્તરા સાધ્વી થયાં. મૂલ નામ હીરબાઈ મણશી, સં. ૧૯૧૯ માં તેરામાં જન્મ. સાએરાના લખમશી દેવશી માયા સાથે લગ્ન. વૈધવ્ય પામતાં પાલીતાણમાં જ્ઞાનાભ્યાસ કર્યો તથા ધર્મકાર્યોમાં ઘણું ધન ખરચ્યું. સં. ૧૯૫૬ માં છીપાવસહી ટૂકમાં દેવકુલિકા બંધાવી ત્રણ જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી અને ઉજમણુઓ કર્યા. ફાગણ સુદી ૫ના દિને ત્યાં દીક્ષા અંગીકાર કરી તેમને શિવશ્રી શિ. ચંદનથીનાં શિધ્યા સ્થાપવામાં આવ્યાં. એમને હાથીની અંબાડી પર બેસાડીને વરઘોડો કાઢવામાં આવેલો એમના પિતાએ ઉત્સવ કરી એ પ્રસંગે ઘણું ધન ખરચ્યું. ૬૪ વર્ષનું સુદીર્ઘ સંયમ જીવન પાળીને સોએક વર્ષની જૈફ ઉમરે સં. ૧૯૧૯ના પોષ સુદી ૮ ને સોમવારે તેઓ જામનગરમાં કાલધર્મ પામ્યાં. હાલ કેશરથી એમના સમુદાયમાં અગ્રપદે છે. Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670