________________
૧૪
અચલગચ્છ દિગ્દર્શન ૧૨૩૭ બ. સં. ૧૫૪૮ માં પાટણમાં કડવાશાને કોઈએ પ્રશ્ન પૂછો કે પાગડી ઉતારીને દેવ વાંદવા કે નહીં ? ત્યારે એને તેમણે જયશેખરસૂરિ કૃત “ઉપદેશ ચિન્તામણવૃત્તિને આધાર આપી ખુલાસો કરેલો. અચલગચ્છની વિચારધારાને એમના પર ભારે પ્રભાવ હતો તેના પૂરાવાઓ આવી અનેક બાબતોથી મળે છે. સં. ૧પપપ માં જાહેર પ્રમુખ તીર્થોની યાત્રા કરેલી તે વખતે યતિ પ્રતિષ્ઠા. સાધુકો, પર્વ-પૌષધ ઈત્યાદિ અનેક વિષયો સંબંધે અંચલગચ્છ અને ખરતરગચ્છના આચાર્યો સાથે તેમણે ધર્મચર્ચાઓ પણ કરેલી. અંચલગચ્છીય શ્રાવકો અને શ્રમણે
૧૩૩૬ અ. કલ્પસૂત્રની ૩૬ સુવર્ણમય ચિત્રોયુક્ત પ્રત જોધપુરના સંગ્રહમાં છે. તેની ઐતિહાસિક પ્રશસ્તિનો સાર આ પ્રમાણે છે : “કલ્યાણ અને મોક્ષદાયક, પરમ સંતાધી, સમાજશ્રેષ્ઠ તથા સંપૂર્ણ શાસ્ત્રોના જ્ઞાતા, વિધિપક્ષગચ્છાધિશ ભાવસાગરસૂરિ જય પામો ! રત્નોની માળા સમાન ભિન્નમાલ નગરમાં ઉકેશવંશીય સાધુ આભા વસતા હતા. તેના પુત્ર સાદરાજ અને તેના ધુડશી થયા, જેની પત્ની અવર્ણ નીય ગુણસંપન્ન વાછુ નામક હતી. તેની પુત્ર મનોવાંછિત ફલપ્રદાતા, કામધેનુ સમાન લલા હતા. તેની ચંદ્રાઉલી અને નાની નામક યશસ્વી અને ચારિત્ર્યવાન બે પત્નીઓ હતી; વદંગ, દૂદા, હેમરાજ, ચાંપા અને નેમરાજ નામે પુત્રો હતા; તેમજ ઝાઝ, સાંપૂ અને પાતુ નામક કન્યાઓ હતી. વિશાળ પરિવારયુક્ત, શ્રાવક ધર્મના વિશે પરિપાલક તથા સંઘપ્રધાન શ્રેણી લેલાએ વિવિધરંગી સ્વર્ણમય ચિત્રોથી સુસજ્જિત ક૯પસૂત્રની પ્રત સં. ૧૫૬૩ માં ભાનુવાચક પાસે લખાવી, વાચક શિરોમણી વિવેકશેખરને અર્પણ કરી.” જુઓ જિનવિજયજીનું સૂચિપત્ર, ભા. ૨, નં. ૧૯૨૨. કવિ સેવક
૧૩૬ અ. સેવકે ૪૮ ૫ઘોમાં “સગરસ ચંદ્રાયણની રચના કરી. કે. કા. શાસ્ત્રીએ “સંદેશ”ના સં. ૨૦૦૫ ના દીપોત્સવી અંકમાં “આદિ ભક્તિયુગમાં રાસયુગ” નામક લેખમાં સેવક રચિત ગીતનું સૌ પ્રથમ સૂચન કરેલું. હીરાલાલ ર. કાપડીઆએ આ વિધાન માટે આધાર માગેલે. પરંતુ અંતે કાતિસાગરજીએ ઉક્ત ગ્રંથ તેમના સંગ્રહમાં હોવાનું જણાવેલું. તેઓ “રાજસ્થાનકા અજ્ઞાત સાહિત્ય વૈભવ” ગ્રંથમાં એ ગીત વિશે નોંધે છે કે-“ઈસ સંવેગરસ ચંદ્રાયણકી પ્રાપ્તિ સે અબ ભલીભાંતી સ્પષ્ટ હે ગયા કિ શ્રી શાસ્ત્રી દ્વારા ઉલિખિત ઉપદેશગીત યહી રચના છે. કોંકિ યહ શુદ્ધ પદેશિક કૃતિ હૈ. ઔર ગેય કાવ્ય હસે ઈસકા ગીત નામસે ભી સંકેત મિલતા હેગા.”
૧૩૭૬ બ. સેવક કૃત “સખ્યત્વ કુલક” તેમજ “નેમિનાથ ચંદ્રાઉલા ની પ્રતો પણ ઉપલબ્ધ છે. સેવક રચિત એક અન્ય સ્તવનની પ્રત સં. ૧૭૦૪ માં બાલાપુરમાં ૪૦ ભોજાએ 2 વાઘા અને શિ૦ સાદુલના પઠાથે લખી, તે આ કવિની રચના છે. ગુણનિધાનસૂરિની પ્રતિષ્ઠા લેખ
૧૩૯૬ અ. વલ્લભીપુરના શ્રી પાર્શ્વનાથ જિનાલયની ધાતુતિ પર આ પ્રમાણે લેખ છેઃ
संवत् १५९८ वर्षे कात्तिक शुदि ३ सोमै श्री श्रीवंशे परीक्ष वरदे भार्या रूमी पुत्री बाई सरूपदे श्रीपाल भार्या लंगी सुत संग्राम भार्या वरबाई । रामदास भायो
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com