Book Title: Anchalgaccha Digdarshan Sachitra
Author(s): Parshwa
Publisher: Mulund Anchalgaccha Jain Samaj

Previous | Next

Page 641
________________ અંચલગચ્છ દિગ્દર્શન संवत् १६५८ अञ्चलगच्छे श्रा धर्ममूर्तिसूरि उपदेशात्...सं० गोपाल भा० गंगादेकया श्री सुपार्श्वबिंबं प्रतिष्ठापित... ॥ કલ્યાણસાગરસૂરિને શ્રમણ-સમુદાય ૧૭૦૩ અ. મહેલ, વિનયસાગરે સં. ૧૬૬૮માં તેજપુરમાં રહીને “વિદગ્ધ મુખમંડન ટીકા ” તેમજ શ્રાવિકા છજેનાં પઠનાથે ગુરુગુણગર્ભિત ગીતો રચ્યાં, જેની પ્રતિ કાંતિસાગરજીના સંગ્રહમાં છે. કલ્યાણ સાગરસૂરિ છંદમાં કવિ ગન્નાયકનાં ગુણોનું કીર્તન આ પ્રમાણે કરે છે : જવ લગિ ક્લિવર , વહઈ ગંગા જલ સાર વા; તબ લગિ ગુરુ ચિરજીવ છ, સુરતરુ સમ સુખકાર વા. સુરતરુ સમ સુખકર સેવહિ, નર નાગર નવલ સુજાણ નરે; વાદી ગજ ભંજણ જગજન રંજણ, જસ પરમપુણ્ય પ્રતાપધરં, વિદ્યા બહુ વાણુ અમૃતસમાંણી, વિનયસાગર મુંજુવાન વા; શ્રી કલ્યાણસાગર ગુરુ છવઈઉં, જવ લગી જિનવર અણુવા. -ઇતિ શ્રી કલ્યાણસાગરસૂરીશું છદાંસિ લિખિતા વા વિનયસાગર મુનિભિઃ શ્રાવિકા છજો પાનાર્થક ૧રઅ. ગજસાગરસૂરિ શિ. પં. લલિતસાગરે સં. ૧૭૦૦ લગભગમાં “શનિશ્ચર છંદ' ૨૭ ગૂર્જર પદ્યમાં ર, જેની પ્રત કાંતિસાગરજીના સંગ્રહમાં છે. ૧૭૩૪ અ. દયાશીલ, મહિમાનિધાન, મહિમાસાગર, વિમલ તથા વા. રત્નસિંહે (પેરા નં. ૧૬૬૬) કલ્યાણસાગરસૂરિનાં ગુણકીર્તનરૂપે ગીતો રચ્યાં, જેની પ્રતો કાંતિસાગરજીના સંગ્રહમાં છે. વા. દાનસાગરે પંચાસરા પાર્શ્વનાથ સ્તવન' તથા મોહનસાગરે “પાર્શ્વનાથ છંદ” રચ્યાં. અજ્ઞાત શિષ્ય વીરભદ્રગણિ કત ચતુદશરણ પ્રકીર્ણ પર બાલાવબોધ લખ્યું, જેની પ્રત જોધપુરના સંગ્રહમાં છે, જુઓ જિનવિજયજીનું સૂચિપત્ર, ભા. ૧, નં. ૮૮૯. વામ્ભટ્ટ પ્રણીત “વાભદાલંકાર ની પં. સિંહદેવે કરેલી ટીકાની પ્રતપપિકામાં સ્વરૂપચંદ્રનો ઉલ્લેખ છે : “વા. શ્રી કુશલવિમલજી શિષ્ય વા. શ્રી કીર્તિ સાગરજી શિષ્ય ૫૦ રત્નચંદ્રણ ગૃહિતા શ્રી રાયધણપુર ભએ પાંનો ૧ ઓછો હતો તે સરૂપચંદજી અંચલગચ્છવાલા તેણે પૂર્ણ કર્યો.' જિનવિજયજી ઉક્ત પ્રતને ૧૭મી સદીની ગણાવે છે. જુઓ જોધપુરના સંગ્રહનું સૂચિપત્ર ભા. ૧, નં. ૨૪૮૩. ગુણહ સં. ૧૬૫૫ માં મહેન્દ્રપ્રભસૂરિ રચિત “તીર્થમાલા સ્તવન ની સબાલાવબોધ પ્રત નવાનગરમાં લખી, જે જોધપુરના સંગ્રહમાં છે, જુઓ સચિપત્ર ભા. ૧, ગુણહર્ષની ગુરુપરંપરા માટે જુઓ પિરા નં. ૧૦૪૯. કલ્યાણસાગરસૂરિની સાહિત્ય-કૃતિઓ ૧૯૪૦ અ. કાંતિસાગરજીના સંગ્રહમાંથી એમની અન્ય સાહિત્ય—કૃતિઓની પ્રતો ઉપલબ્ધ થાય છે? (૩૦) સૌરીપુર નેમિનાથ સ્તવન : ૧૨ પા. સં. ૧૬૮૮ માં સિકંદરાબાદ સ્થિત પ્રભુની સ્તવના રૂપે. આદિ–નેમ જિર્ણદ જુહારીએ, શૌરીપુર સિંણગાર છે.” * કાંતિસાગરજીના સંગ્રહમાં અંચલગચ્છની અતિહાસિક કૃતિઓની ઘણી પ્રતો ઉપલબ્ધ છે. કલ્યાણસાગરસૂરિને લખાયેલ સંઘ વિજ્ઞપ્તિ પત્રિકાની એક સચિત્ર પ્રત પણ એમના સંગ્રહમાં છે. આવાં - અત્યંત મહત્ત્વપૂર્ણ અતિકાસિક ગ્રંથ પ્રકાશમાં આવે એ પૂબ જ આવશ્યક બને છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670