Book Title: Anchalgaccha Digdarshan Sachitra
Author(s): Parshwa
Publisher: Mulund Anchalgaccha Jain Samaj

Previous | Next

Page 631
________________ ૦૬ અચલગચ્છ દિગ્દર્શન ઉપાધ્યાય પદે અભિયુક્ત થયા. દાદાગુરુ ગૌતમસાગરજીની શુશ્રુષા કરી એમની પ્રીતિ સંપાદન કરી. દાદાએ પણ એમની શક્તિઓ પારખી સં. ૨૦૦૩ માં એમને સમગ્ર શિષ્ય-પરિવાર સોંપ્યો, તથા સં. ૨૦૧૨ ના વૈશાખ સુદી ૭ ને રવિવારે સંઘે મુંબઈમાં આચાર્ય પદે વિભૂષિત કર્યા તે વિશે ઉલેખ થઈ ગયો છે. આચાર્ય પદ દાદાગુર ગૌતમસાગરજીના પટ્ટધર તરીકે આપવામાં આવ્યું. ૨૬૫૮. સં. ૨૦૦૪ ના આષાઢી પૂનમે સુથરીમાં શ્રીપાલચરિત્ર એમણે સંસ્કૃતમાં રચ્યું, જે દ્વારા એમની વિદ્વત્તાનો પરિચય મળી રહે છે. હાલ તેઓ એક માત્ર વિદ્યમાન આચાર્ય હોઈને ગચ્છની વિશાળ જવાબદારીઓ એમના શિરે છે. ગચ્છને અભ્યદય કરવાની દિશામાં એમણે સુંદર પુરુષાર્થ દાખવ્યો છે, જેનું ઉદાહરણ આયંરક્ષિત જૈન તત્વજ્ઞાન વિદ્યાપીઠ પૂરું પાડે છે. એમની પ્રેરણાથી સં. ૨૦૧૭ના દ્વિતીય ષ્ટ સુદી ૩ને શુક્રવારે મેરાઉમાં એ સંસ્થાની સ્થાપના થઈ. “જૈન ધર્મનાં તત્વજ્ઞાન, આચાર, શ્રદ્ધા અને ધાર્મિક જીવનનાં ત ટકાવી અને તેનું જ્ઞાન આપવા, યોગ્ય ધાર્મિક શિક્ષક, પંડિત તૈયાર કરવા, પ્રાચીન જૈન શાસ્ત્રોના જુદા જુદા વિષયોના જ્ઞાતા ઉત્પન્ન કરવા, તેમજ સાધુ-સાધ્વીઓને પણ ધાર્મિક શિક્ષણ અપવાના ઉદ્દેશથી આ સંસ્થા સ્થાપવામાં આવેલ છે.” રામજી રવજી લાલનના પ્રમુખપદે, ભવાનજી અરજણ ખીમજીએ તા. ૧૬-૬-૧૯૬૧ ના દિને તેનું ઉદ્ઘાટન કર્યું. તેમાં બનારસ, ભારતીય વિદ્યાભવન અને એવી સુસંસ્કૃત વિદ્યાપીઠોને માન્ય અભ્યાસક્રમ હાઈને પરીક્ષાઓ પસાર કરીને વિશ્વવિદ્યાલયની સમકક્ષ ઉપાધિઓ પ્રાપ્ત કરી શકાય છે. આથી કચ્છમાં આ વિદ્યાપીઠને “ઘર આંગણે ગંગા” કહીને બિરદાવાઈ છે. (જુઓ “ કચ્છ મિત્ર', તા. ૨૪-૫-૬૪). આ જ્ઞાન ગંગોત્રી ધર્મોદ્યોત, અધ્યાત્મ શિક્ષણ અને સંસ્કારને પ્રવાહ ચેગમ પ્રસારે એવી અભીપ્સા છે. - ૨૬૫૯. આચાર્યો દીક્ષિત કરેલા શિષ્યોની વિગત નિમ્નક્ત છે – સંવત નામ ઉમર સ્થાન તથા વિશેષ નોંધ ૧૯૮૧ ચંદનસાગરજી સં. ૧૯૯૮ માં ૪૪ વર્ષની ઉમરે શિષ્ય. ૧૯૯૬ ચંદ્રસાગરજી સુરતના પાટીદાર. ૧૯૯૬ ધરણંદ્રસાગરજી જામનગરના સોરઠીઆ. ૧૯૯૯ કીર્તિ સાગરજી લાખાપુર. પહેલાં સ્થાનકવાસી. ૧૯૯૯ વિદ્યાસાગરજી નારાણપુર. ૧૯૯૯ દેવેંદ્રસાગરજી બીદડા. દિવ્યાનંદ તરીકે પ્રસિદ્ધ હતા. ૨૦૦૩ વિનયેંદ્રસાગરજી સાએરા. २००४ અમરેંદ્રસાગરજી જખૌ. ૨૦૦૫ ભદકરસાગરજી વાંકુ. ૨૦૦૬ તરવસાગરજી २००७ પ્રેમસાગરજી ચુનડી. ૨૦૧૦ પુણ્યસાગરજી ૨૦૧૧ રત્નસાગરજી કેપ્યારા. ૨૦૧૧ ઉત્તમસાગરજી કાંડાગરા. ૨૦૧૧ પ્રવીણસાગરજી સૌરાષ્ટ્રના લોહાણા. ૨૦૧૧ નિર્મલસાગરજી સૌરાષ્ટ્રના લડાણ. . છે દે સૌરાષ્ટ્ર, ગોધરા. Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670