________________
પૃતિ
જૈનતીર્થ પાવાગઢ
૧૭૧ અ. રત્નમણિરાવ ભીમરાવ “ગૂજરાતને સાંસ્કૃતિક ઈતિહાસ' ખં. ૨ માં જૈનતીર્થ તરીકે પાવાગઢનો ઉલ્લેખ કરી અનેક પ્રમાણો ટાંકે છે. આચાર્ય આનંદશંકર ધ્રુવ જણાવે છે કે હિન્દના નકશાને ઉભો બેવડો વાળો તે ચાંપાનેર પાવાગઢ માં બંગાળમાં અડશે તેની સમીપમાં જેનાં મોટાં સ્થળો ચંપાપુરી અને પાવાપુરી આવેલાં છે, એટલે જેનેએ આ તીર્થને પિતાનું યાત્રા ધામ બનાવ્યું હોય અને પિતાનાં પવિત્ર મહા સ્થાનનાં નામ આપ્યાં હોય એવો સંભવ પણ છે. ચાંપાનેર અને પાવાગઢમાં જેનેનાં ઘણાં મંદિરે હતાં અને પાવાગઢ ઉપર હજી પણ એના અવશેષો છે, એ આ સંભવને ટેકો આપે છે. આપણું ધાર્મિક સંપ્રદાય કઈ પણ અગત્યના સ્થળમાં એક સાથે જ વિકાસ પામ્યા હોય એમ માનવામાં બહુ વાંધો નથી. મુનિશેખરસૂરિની કૃતિ
૮૨૧ અ. મુનિશેખરસૂરિ કૃત “પાર્શ્વનાથ તેત્ર વૃત્તિ” ઉપલબ્ધ થાય છે. ગ્રંથને આરંભ આ પ્રમાણે છેઃ મહતુરાસતીરતીતી. જુઓ જોધપુર સંગ્રહનું સૂચિ પત્ર, ભા. ૧, નં. ૬૩, સં. આચાર્ય જિનવિજયજી. ઋષિવનસૂરિશિષ્ય પર, જિનપ્રભગણિ
૧૦૭૨ અ. ઋષિવર્ધનરિએ પુપદંત રચિત મહિમ્નસ્તોત્રની ઋષભમહિમ્નસ્તોત્ર નામના ગ્રંથમાં સમસ્યાપૂર્તિ કરી. એમની સ્વોપા ટીકાની પ્રત એશિયાટિક સોસાયટીના ભંડારમાં છે, જેની ફેટ કોપી. વિચક્ષણવિજ્યજીના સંગ્રહમાં છે. રઘુનાથ આદિ કવિઓએ પાર્શ્વમહિમ્ન, મહાવીરમહિમ્ન આદિમાં સમયાપૂતિ કરી છે. ઋષિવર્ધાનસૂરિની સર્જનાત્મક પ્રતિભા ઉક્ત ગ્રંથ દ્વારા સૂચિત થાય છે. તેમના શિષ્ય પં. જિનપ્રભગણિને ઉલ્લેખ ઉત્તરાધ્યયન સૂત્ર બાલાવબોધની પુપિકામાંથી આ પ્રમાણે મળે છે संवत् १५५४ वर्षे वशाख सुदि ९ सोमे शुभयोगे लोलीयाणांग्रामे श्री प्राग्वाट शातीय दोसी काला स्तस्य भार्या......तत्पुन्या हेमाई श्राविका श्री उत्तराध्ययनसूत्रवृत्ति पुस्तकं लेखयित्वा श्री अञ्चलगच्छेश श्री सिद्धांतसागरसूरीणां विजयराज्ये आचार्य श्री ऋषिवर्द्धनसूरीणां शिष्य पं० जिनप्रभगणिनामुपकारितं तत्साधुभिः प्रतिदिनं वाच्यमानं રિ સંતરા ઉત્તમ ગણાવી શ્રીનાથ વિતા આ ગ્રંથની પ્રત કાન્તિસાગરજીના સંગ્રહમાં છે.
* ઇગ્લેન્ડના લેકેએ અમેરીકા જઈ પિતાનાં શહેરોનાં નામ ત્યાં આપ્યાં. એવા દાખલા આપણે ત્યાં મથુરા, મદુરા આદિમાં મળે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com