Book Title: Anchalgaccha Digdarshan Sachitra
Author(s): Parshwa
Publisher: Mulund Anchalgaccha Jain Samaj

Previous | Next

Page 635
________________ ૬૦ અચલગચછ દિન જોયું કે એક વખત ગચ્છની પ્રવૃત્તિથી સમગ્ર પશ્ચિમ ભારત ગુંજતું. પરંતુ હાલ ગચ્છનું ક્ષેત્ર કચ્છ હાલાર પૂરતું જ મર્યાદિત બની ગયું છે. આ દિશામાં ઘણું કરી શકાય એમ છે. આ અંગે આચાર્ય ગુણસાગરસૂરિજી નિગ્નોકત ૧૦ મુદ્દાઓ સૂચવે છે: (૧) સાધુ-સાધ્વી સમુદાય ત્યાગ માગે ટકી રહે તેમજ સુસં. ગતિ બને તેવી વ્યવસ્થા કરવી. (૨) તેમની સંખ્યામાં વૃદ્ધિ થાય તે માટે સક્રિય પ્રયાસો આદરવા. (૩) તેમના ઉચ્ચ અભ્યાસ માટે કાયમી વ્યવસ્થા કરવી. (૪) સાધુ-સાધ્વીઓનાં સમેલન યોજી ધર્મ પ્રચાર ૨ના કાર્યક્રમો ઘડવા અને તે મુજબ સૌએ વર્તવું. (૫) પૂર્વાચાર્યોનાં પ્રેરક જીવનવૃત્તોનું અને ગ્રંથરત્નનું પ્રકાશન કરવું. ગુજરાત અને રાજસ્થાન, જ્યાં ગચ્છના શ્રાવક નામના રહ્યા છે, ત્યાં આવું સાહિત્ય ખાસ પાઠવવું. (૬) મિશનરી પ્રવૃત્તિને ધોરણે કાર્ય કરવા શ્રાવકેએ પણ સેવા આપવી. (૭) સાધુ-સાથીઓએ લેક–સંપકને જીવંત બનાવી ધર્મપ્રચાર સવિશેષ કરવો અને એ રીતે સમાજમાં આદરણીય સ્થાન મેળવવું. (૮) ગ૭ની સાંપ્રત સમસ્યાઓ અને તેની પ્રવૃત્તિથી સૌને વાકેફ રાખવા અને તે દ્વારા એકતા કેળવવા પ્રચાર તંત્ર ઊભું કરવું. (૯) ઉકત કાર્યો માટે ભંડોળ ઊભું કરી સર્વોચ્ચ સમિતિ નીમી તેને સોંપવું. (૧૦) ચતુર્વિધ સંઘનું સંમેલન યે ગચ્છની ઉન્નતિને સ્પર્શતા પ્રત્યેક મુદ્દાઓ પર વિચાર કરો. ભરધરને જીર્ણોદ્ધાર ૨૬૬૩. કચ્છના પૂર્વ કિનારે આવેલી પ્રાચીન તેમજ સમૃદ્ધ નગરી ભદ્રાવતીનો નાશ થયા બાદ ૧૭ મી સદીમાં મૂલનાયક શ્રી પાર્શ્વનાથની પ્રતિમા બાવાના હાથમાં જતાં સંઘે સં. ૬૨૨ માં અંજનશલાકા થયેલી શ્રી વીરપ્રભુની પ્રતિમાને બિરાજિત કરેલી. સંધની સમજાવટથી તીર્થનાયકની પ્રતિમા પ્રાપ્ત થતાં આ પ્રતિમા દેવકલિકામાં પ્રસ્થાપિત કરવામાં આવી. બીજી વાર પણ આવો જ કમનસીબ પ્રસંગ બનેલ જેમાં અહીંના ઠાકોરે તીર્થને કબજે કર્યો. પાછળથી સંઘે કબજો મેળવી સં. ૧૯૨૦માં તેને જીર્ણોદ્ધાર કર્યો. નવાવાસના આસુ વાગછના પ્રયાસોથી સં. ૧૯૩૯ ના માહ સુદી ૧૦ ના દિને માંડવીના મીઠીબાઈ મોણસી તેજશી દ્વારા તેનો પુનઃ જીર્ણોદ્ધાર થયો. એ વખતે ત્યાંથી એક તામ્રપત્ર મળેલું, જેને કચ્છ રાજ્ય દ્વારા ડૉ. એ. ડબ્લ્યુ. રૂડોફહર્નલેને વાંચવા મોકલવામાં આવ્યું. એમના કહેવા પ્રમાણે તેમાં બાહ્મી (? ખરેણી) લિપિમાં આ પ્રમાણે લખાણ હતું. દેવચંદ્રિય થી પાર્શ્વનાથવત ૨૩બાકીના શબ્દો વાંચી શકાયા નથી. આ લેખ દ્વારા જણાય છે કે શ્રી વીર સં. ૨૩ માં દેવચક્રે આ તીર્થની સ્થાપના કરી, જેમાં અહીંના રાજા સિદ્ધસેને પણ સાહાએ કરેલી એમ પણ મનાય છે. શ્રી વીર સં. ૪૫ માં કપિલમુનિએ બિંબપ્રતિષ્ઠા કરેલી જે પ્રસંગે વિજયશેઠ અને વિજયા શેઠાણીએ દીક્ષા લીધેલી એવા ઉલેખે પણ મળે છે. ઉક્ત પ્રાચીન તામ્રપત્ર હાલ ક્યાં છે તે સમજાતું નથી. એ વખતે ભૂપુરના યતિ સુંદરજી પાસે હતું. યતિ ટોકરશીના દાદાગુરુ સુમતિસાગરે તથા યતિ ગુણચંદે અહીં સારી સેવા બજાવી છે. તદુપરાંત અંચલગચ્છીય સંઘે અહીં ધર્મશાળા બંધાવી, મહાકાલીદેવીની તથા કલ્યાણસાગરસૂરિની મૂર્તિઓ સ્થાપી. ગચ્છના પ્રતિનિધિઓ અહીં વર્ધમાન કલ્યાણછની પેઢી દ્વારા ચાલતા વહીવટમાં સુંદર સહગ આપે છે. વસંતપ્રભાશ્રી તથા જયપ્રિભાશ્રીના ઉપદેશથી ધરમશી સૂરાએ સં. ૨૦૨૪ કા. વ. ૮ શુક્રવારે ભુજપુરથી ભદ્રેશ્વરને સંધ કાઢયો. નાગશી છવરાજના સુપુત્રોની દ્રવ્ય સહાયથી માગશરમાં મુંબઈથી પાવાગઢનો સંઘ પણ નીકળે. એ પહેલાં રતીલાલ ડુંગરશી નાગડાએ કુલપાકને સંધ કાઢયો. આવા પ્રેરણાદાયક પ્રસંગ પછી ગુણસાગરસૂરિજીની નિશ્રામાં ગઝનું સમેલન ભદ્રેશ્વરમાં જઈ રહ્યું છે, તે દિશાસુચક બને એ જ અભ્યર્થના !! અસ્તુ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670