________________
પુન: પ્રસ્થાન
મુનિમંડલાસર ગૌતમસાગરજી
ર૧૨. મુનિમંડલાસર ગૌતમસાગરજીએ સુવિહિત માર્ગ પર પુનઃ પ્રસ્થાન કરીને અંચલગચ્છના અભ્યદયને અભિનવ સૂત્રપાત કર્યો. તેમણે ક્રિોદ્ધાર કરીને સમગ્ર ગચ્છને પણ સમુદ્ધાર કર્યો. આ ગ૭ના વર્તમાન સ્વરૂપનું ઘડતર કરવા તથા તેની આકાંક્ષાઓને મૂર્તિમંત કરવા એમણે ભગીરથ પુરુષાર્થ કર્યો, જેની યશોગાથા ખરેખર, ગૌરવપૂર્ણ છે, કેમકે આ ગચ્છની લુપ્તપ્રાય થયેલી શતાબ્દી જૂની વિચારધારાને એમણે જ પુનઃ સચેતન કરી બધે વ્યાપ્ત કરી. ગચ્છનાયક જિનેન્દ્રસાગરસૂરિના અનુગામી તરીકે કોઈ પણ અભિયુક્ત ન થતાં શ્રીપૂના અનિવાર્ય ગણાયેલા આધ્યાત્મિક નેતૃત્વનો આ રીતે થોચિત અંત આવ્યો. ગચ્છને હવે પછીનો ઈતિહાસ મહત્ત્વના તબક્કામાં પ્રવેશે છે, જેના કણધાર બન્યા સુવિહિત શિરોમણ મુનિ ગૌતમસાગરજી મહારાજ.
૨૪૧૩. મારવાડ અંતર્ગત પાલી નામના ગામમાં શ્રીમાલી બ્રાહ્મણ જોષી ધીરમલ્લજીનાં ઘેર તેની પત્ની ક્ષેમલદેની કૂખે એમનો સં. ૧૯૨૦માં જન્મ થયે. એમનું મૂળ નામ ગુલાબમલજી. સં. ૧૯૨૫માં મારવાડમાં ભયંકર દુષ્કાળ પડતાં ગોરજી દેવસાગરજીને બાળક સોંપવામાં આવ્યો. ગોરજી દેવસાગરજીએ પિતાના શિષ્ય સ્વરૂપસાગરજીના શિષ્ય તરીકે નાનચંદ્ર નામે તેમને સ્થાપ્યા અને સં. ૧૯૪૦ના વૈશાખ સુદી ૧૧ ના દિને માહિમમાં તેમને ગેરળ તરીકે દીક્ષા આપી તેમનું ગૌતમસાગરજી નામાભિધાન રાખવામાં આવ્યું એ વિશે આગળનાં પ્રકરણમાં સવિસ્તાર ઉલ્લેખ કરી ગયા છીએ.
૨૬૧૪. ગચ્છનાયક વિવેકસાગરસૂરિએ દીક્ષા આપતી વખતે એમને રાત્રિભૂજન તેમજ કંદમૂળ પરિહારનાં બે વ્રતે આપ્યાં, પરંતુ નવ-દીક્ષિત તે સર્વ ત્યાગના જ અભિલાષી હતા. સંવિપક્ષી દીક્ષા અંગીકાર કર્યા વિના તેઓને જંપ નહે. એ ભૂમિકા પ્રાપ્ત કરવા એમણે પછી તે અનેક મથામણે કરી, અને અંતે સફળ થયા. ધર્મ પ્રચાર
૨૬૧૫. ગૌતમસાગરજીએ ક્રિહાર કર્યો તે પહેલાંના એમના વિહાર તથા ધર્મ પ્રચારનાં કાર્યો વિશે અ૯પ નેધ કરવી અહીં પ્રસ્તુત છે. સં. ૧૯૪૧ માં દેવપુર તથા સં. ૧૯૪૨ માં મુંદરામાં ચાતુર્માસ. સિદ્ધગિરિ તથા ગિરનારની યાત્રા કરી. સં. ૧૯૪૩ માં ગોધરા તથા સં. ૧૯૪૪-૪૫માં શેરડીમાં ચાતુર્માસ. સિદ્ધગિરિમાં નવ્વાણું યાત્રા કરી, કડક નિયમો આચર્યા. સં. ૧૯૪૬માં બીદડામાં ચાતુર્માસ. દ્ધિાર માટે ઉત્સુક હાઈને ગુલાબચંદ્ર પાસેથી પ્રતો લઈ ગુરબંધ લાલજીને બધું ઑપી, કુશલચંદ્ર શિ. મોતીચંદ્રની ભલામણથી તથા આસુ વાગજીની સલાહથી પાયચંદ ગચ્છીય ભાઈચંદ્ર પાસે ક્રિોદ્ધાર
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com