Book Title: Anchalgaccha Digdarshan Sachitra
Author(s): Parshwa
Publisher: Mulund Anchalgaccha Jain Samaj

Previous | Next

Page 618
________________ ----- - 1 - 11 શ્રી જિનેન્દ્રસાગરસૂરિ ૫૩ ૨૬૯૮. ડીરેકટરીમાં જણાવેલ અવચળગછ અને આંગળીઆ ગચ્છની વસ્તી વસ્તુતઃ આ ગચ્છના શ્રાવકોની જ જણાય છે. સાધુ-સાધ્વીના વિવારના અભાવે તથા ગ૭ના મુખ્ય કેન્દ્રો સાથે સદંતર વિમુખ રહ્યા હોવા છતાં ત્યાંના શ્રાવકોએ પિતાના મૂળ ગચ્છનું ભાંગ્યું-તૂટયું નામ તે યાદ રાખ્યું જ છે! જે ત્યાં અંચલગચ્છીય સાધુ-સાધ્વીઓનો વિહાર ચાલુ રહ્યો હોત તે પરિસ્થિતિ બીજી જ હત. આમ છતાં માંડલે ગ૭ પ્રવૃત્તિને વેગ પૂર્વવત્ જાળવ્યો છે. ૨૯. બીજી મહત્વની વાત એ છે કે તળ ગુજરાતમાં ગચ્છના શ્રાવકોની સંખ્યા અલ્પ હતી એ ખરું, પરંતુ ડીરેકટરીમાં દર્શાવેલ છે એટલી અલ્પ સંખ્યા તો નહીં જ. ઉદાહરણથે સં. ૧૯૬૯માં ગૌતમસાગરજી ખંભાત પધારેલા તે વખતે વરાડીઆના લીલબાઈ ઘેલાભાઈ માણેક તથા જખૌના ધન વશી માવજીએ ત્યાં અચલગરછના ધર દીઠ સાકરની લહાણ કરેલી. ૫ વ્યાસી લહાણ થતો જણાયું કે ખંભાતમાં અંચલગચ્છના ઘરોની સંખ્યા પંચ્યાસી હતી. એવી જ રીતે અમદાવાદમાં અંચલગચ્છનો સંધ સંવત્સરી બાદ હવામીવાત્સલ્ય રાખે છે ત્યારે હજારો અંચલગચ્છીય શ્રાવકે તેમાં ભાગ લે છે. આથી સ્પષ્ટ થાય છે કે ડીરેકટરીમાં દર્શાવેલ સંખ્યાથી અધિક સંખ્યામાં ગ૭ના શ્રાવકો હતા. પરંતુ તેમણે નોંધ વખતે પિતાના ગચ્છ વિશે સ્પષ્ટતા ન કરી હોય અને તેમને તપાગચ્છના ગણી લેવામાં આવ્યા હોય એમ માની શકાય છે. ૨૬૧૦. એવી જ રીતે ડીરેકટરીમાં અંચલગચ્છીય ઉપાશ્રય અને પૌષધશાળા વિશે આ પ્રમાણે માહિતી છે–પાલણપુર ૧, રાધનપુર ૩, અમદાવાદ ૧, વિરમગામ ૧, પાટડી ૧, માંડલ ૨, વટાદરા ૧, સુરત ૧. અલબત્ત, તેમાં અમદાવાદના અન્ય ઉપાશ્રય, બેરસદ, ખંભાત, * ખેઠા, ભરૂચ, લેલાડા, રાંદેર, સિદ્ધપુર, પાલણપુર, પાટણ વિગેરે અનેક ઉપાશ્રયની નેંધ નથી. ૨૬૧૧. ગચ્છ પ્રવૃત્તિનું મુખ્ય કેન્દ્ર આજે કચ્છ રહ્યું છે. કચ્છ, હાલાર, માંડલ આદિ ગુજરાતનાં કેન્દ્રો વિગેરેની સંખ્યા તથા રાજસ્થાનની છૂટી છવાઈ સંખ્યા ગણીએ તો ગચ્છના શ્રાવકે લાખેક ઉપર થાય. આ શ્રાવડાએ દેશ-દેશાવરમાં વ્યાપારાર્થે પ્રસરી ગ૭ની પ્રવૃત્તિને પ્રવાહ અખંડિત રાખ્યો છે. તેમ છતાં ગ૭ના ઘેડ પૂરે તે ઓસરી ગયા જ જણાય !! * “ખંભાતને પ્રાચીન જૈન ઈતિહાસ માં નર્મદાશંકર ત્રંબકરામ ભટ્ટ નેધે છેઃ “અંચલગચ્છનો ઉપાશ્રય–નાગરવાડામાં બે માળનું મકાન છે, જેમાં નીચેના ભાગમાં વધમાન આયંબિલ તપનું ખાતું પૂર્વે હતું. જ્યારે ઉપર યાત્રાળુઓને ઉતરવાની સગવડ છે. આયંબીલ તપનું ખાતું નાના ચળાવાડામાં લઈ જવામાં આવ્યું છે.' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670