________________
શ્રી જિનેન્દ્રસાગરસૂરિ મંદિર સાથે એમનું નામ જોડવામાં આવ્યું. સં. ૨૦૦૬ માં અંચલગચ્છ અને તપાગચ્છના શ્રાવકેએ ભળીને શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘની સ્થાપના કરી જેના દ્વારા અહીંનો વહીવટ ચાલે છે. અને ગમે વચ્ચે ઘણો જ સુમેળ અને સ્નેહભાવ વતે છે.
૨૫૯૪. કાચીનમાં લાલન હાથીભાઈ ગોપાલજીની વિધવા લક્ષ્મીબાઈએ પુત્ર અનુપચંદ્રના શ્રેયાર્થે સં. ૧૯૮૯ માં શ્રી ચંદ્રપ્રભુ જિનાલય બંધાવ્યું. સં. ૧૯૯૨ ના જેઠ સુદી ૫ ને સોમવારે તેની પ્રતિષ્ઠા થઈ. આણંદજી માલશીએ પિતાની પત્ની હીરબાઈને શ્રેયાર્થે ત્યાં ઉપાશ્રય બંધાવી આપો. અપીમાં સંઘે ગૃહ ચિત્ય બંધાવી, શ્રી વાસુપૂજ્ય સમેત ચાર બિંબ નરશી નાથા ટ્રસ્ટ દ્વારા મેળવી, સં. ૧૯૯૪ ના જેઠ સુદી ૩ ને બુધવારે બિરાજિત કર્યા. દામજી હંસરાજની પેઢીએ તેની પ્રતિષ્ઠા કરાવી. કલીકટમાં શ્રી આદિનાથ જિનાલય સંઘે બંધાવ્યું. અહીં સંઘ એક વર્ષ ચોથ અને બીજે વર્ષ પાંચમના દિને સંવસરી ઉજવે છે. બડગરામાં મૂલજી રતનશીની પેઢીએ ગૃહત્ય બંધાવ્યું.
૨૫૦૫. બારસીમાં સર વશનજીએ સં. ૧૯૪૮ માં શ્રી આદિનાથનું શિખરબંધ જિનાલય બંધાવ્યું. મૂલનાયક વિવેકસાગરસૂરિ દ્વારા પ્રાપ્ત થયેલા. સં. ૧૯૭૬ ના વૈશાખ સુદી ૧૩ તથા સં. ૨૦૧૨ ના વૈશાખ સુદી ૩ ના દિને ત્યાં પ્રતિષ્ઠાઓ થયેલ છે.
૨૫૯૬. આકોલાના રહીસ વારાપધરના ચત્રભૂજ પૂજાએ કેશરીઆજી પાર્શ્વનાથ તીર્થની સ્થાપનામાં અગ્રભાગ ભજવ્યો. “પ્રગટ પ્રભાવી પાર્શ્વનાથ માં એ વિશે ચમત્કારિક પ્રસંગો નોંધાયા છે. સં. ૧૯૬૬ ના માઘ સુદી ૫ ને સોમવારે સ્વપ્નાનુસાર ભાંડકનાં વનમાંથી છ ફણયુક્ત પ્રતિમાનાં દર્શન થતાં ત્યાં જમીન ખરીદી ચાંદાના સંધે જિનાલય બંધાવ્યું. અંતરિક્ષજી તીર્થમાં પણ એમની સેવાઓ હતી.
૨૫૯૭. હુબલીમાં સંઘે સં. ૧૯૬૪ ના વૈશાખ સુદી ૧૦ના દિને શ્રી પદ્મપ્રભુ જિનાલયની પ્રતિષ્ઠા કરાવી. પ્રતિભામાં ચીરા પડતાં સં. ૧૯૯૦ ના જેઠ સુદી ૬ ના દિને તે સ્થાને શ્રી અજિતનાથ પ્રભુને મૂલનાયક તરીકે બિરાજિત કરવામાં આવ્યા. સં. ૨૦૧૧ ના માગશર સુદી ને બુધવારે જિનાલયની જીર્ણોદ્ધાર પ્રતિષ્ઠા થઈ. જિનાલયનો વહીવટ દશા ઓશવાળ મહાજન હસ્તક છે.
૨૫૯૮. કુમઠાનાં શ્રી પાર્શ્વનાથ જિનાલયની શાખારૂપે ત્યાંના સંઘે વાલગિરિ અને ડુંગરમાં અનુક્રમે શ્રી શાંતિનાથ અને શ્રી આદિનાથ જિનાલયો બંધાવ્યાં. ઉક્ત ત્રણે જિનાલયોને વહીવટ શ્રી અનંતનાથ ટ્રસ્ટ હસ્તક છે.
- ૨૫૯૯. ગદગમાં કચ્છી દશા ઓશવાળ સંઘે શ્રી પાર્શ્વનાથ જિનાલયની સં. ૧૯૭૦ ના શ્રાવણ - સુદી ૧૦ના દિને પ્રતિષ્ઠા કરાવી. અહીં દેવશી ખેતશી અને લાલજી લધાએ અનુક્રમે સં. ૧૯૯૭ અને ૧૯૮૦ માં શ્રી શીતલનાથ અને પદ્મપ્રભુનાં ગૃહ ચિત્ય કર્યું.
૨૬૦૦. બાગલકોટમાં શ્રી વાસુપૂજ્ય ગૃહ ચિત્યનું ઉત્થાપન કરી, શ્રી અનંતનાથ ટ્રસ્ટની સાહાયથી શ્રી વિમલનાથ જિનાલયની સં૨૦૧૨ ના ચૈત્ર સુદી ૧૦ ના દિને પ્રતિષ્ઠા થઈ અહીંનાં બિંબ સં. ૧૯૨૧ની અંજનશલાકા વખતનાં છે.
૨૬૦૧. કુરદુવાડીમાં રાયમલ હીરજીએ સં. ૧૯૭૦ માં શ્રી અનંતનાથ ગૃહત્ય, ડીગ્રસમાં શિવજી સેજપાલ પ્રમુખ સંઘે સં. ૧૯૮૪ માં શ્રી પાર્શ્વનાથ ગૃહ ચિત્ય, કારંજામાં અરજણ ખીમજી, દામજી આણંદજી સમેત સંઘે સં. ૧૯૯૨ માં શ્રી આદિનાથ જિનાલય, રાયચુરમાં કોઠારાના રતનશી ભવાનજી ધરમશી આદિ સંઘે નૂતન જિનાલય બંધાવ્યાં.
૨૬ ૨. નીમા જીલ્લાના ખીડકીઆમાં લીલાધર વેલજીએ શ્રી પાર્શ્વનાથ જિનાલયની પ્રતિષ્ઠા
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com