Book Title: Anchalgaccha Digdarshan Sachitra
Author(s): Parshwa
Publisher: Mulund Anchalgaccha Jain Samaj

Previous | Next

Page 620
________________ પુન: પ્રસ્થાન પિપ કરવાના નિશ્ચય સાથે કચ્છ છોડવું સં. ૧૯૪૬ના ફાગણ સુદી ૧૧ ના દિને પાલીનગરમાં ભાઈચંદ્ર ક્રિોદ્ધાર કરાવી ગુરુ સ્વરૂપસાગરના નામથી વાસક્ષેપ નાખે. એ પછી પાટણ ચાતુર્માસ રહ્યા. સં. ૧૯૪૮ માં કોડાયમાં ચાતુર્માસ. ૨૬૧૬. ગ–પરિવર્તન માટે ભારે દબાણ થતાં તેમણે એકાકીપણું પસંદ કર્યું. સં. ૧૯૪૯માં ભૂજમાં ચાતુર્માસ. ત્યાં મહા સુદી ૧૦ના દિને ઉત્તમ સાગરને દીક્ષિત કર્યા. ખરતરગચ્છીય મયાચંકે ક્રિયા કરાવી. મૂલચંદ ઓધવજી ભાર્યા પૂતલીબાઈએ દીક્ષોત્સવ કર્યો. જેઠ સુદી ૧૦ના દિને ગુણસાગરને સુથરીમાં દીક્ષિત કર્યા. એ પ્રસંગે શિવશ્રી, ઉત્તમશ્રી અને લક્ષ્મીશ્રી પણ દીક્ષિત થયાં, ડોસાભાઈ ખીંઅશી કરમણે દીક્ષોત્સવ કર્યો. સં. ૧૯૫૦ માં નલીમાં ચાતુર્માસ. સં. ૧૯૫૧ માં નવાવાસમાં ચાતુર્માસ. મહા સુદી ૫ ના દિને કનડગ્રી અને રત્નશ્રી દીક્ષિત કર્યા. પુનશી આસુ વાગજી અને એમનાં કુટુંબે ગુરુભક્તિ કરી. ચિત્ર સુદી ૧૩ ના દિને ત્યાં નિધાનશ્રીને દીક્ષા આપી. ત્રણ સાવીને માંડવીમાં વૈશાખ સુદી ૧૦ના દિને વડી દીક્ષા અપાઈ અને ત્યાં ચાતુર્માસ રહ્યા. સં. ૧૯૫ર ના માગશરમાં નારાણપુરમાં જિનાલયની પ્રતિષ્ઠા પ્રસંગે ચંદનીને દીક્ષા આપી. મહા સુદી ૫ ના દિને માંડવીમાં જતનશ્રી, લબ્ધિશ્રી અને લાવણ્યશ્રીને દીક્ષા આપી. ભલેશ્વરમાં પ્રમોદસાગરને દીક્ષિત કર્યા. સં. ૧૯૫૩માં મુંદરા અને સં. ૧૯૫૪માં નાના આશંખીઆમાં ચાતુર્માસ. ૨૬૧૭. સં. ૧૯૫૫ માં પાલીતાણામાં ચાતુર્માસ. ત્યાં ફાગણ સુદી ૧૩ના દિને ગુલાબશ્રી, કુશલશ્રી અને જ્ઞાનશ્રીને દીક્ષા આપી. હાથીની અંબાડી પર દીક્ષાર્થિઓનો વરઘોડો નીકળેલો. બીજું ચોમાસું પણ ત્યાં કર્યું અને હેતથીને દીક્ષા આપી. સં. ૧૯૫૭માં માંડલ તથા સં. ૧૯૫૮ માં જામનગરમાં ચાતુમસ. મોટી ખાવડીમાં સં. ૧૯૫૮ ના ફાગણ સુદી ૪ ને ગુરુવારે હેતશ્રીને વડી દીક્ષા આપી. તે વખતે સમવસરણની રચના થઈ. દબાસંગમાં સં. ૧૯૫૯ના વૈશાખ સુદી ૫ ને દિને સુમતીશ્રીને દીક્ષા આપી. એ વર્ષે મોટી ખાવડીમાં ૨૬૧૮. મોટા આશંબીઆમાં સં. ૧૯૬૦ના ચિત્ર વદિ ૮ ના દિને તિલકશ્રી, જડાવશ્રી, પદ્મશ્રી, અને વિનયશ્રીને તથા વૈશાખ સુદી ૮ ના દિને લાભશ્રીને દીક્ષિત કર્યા. એ વર્ષે જખૌમાં ચાતુર્માસ. ભૂજમાં માલ કલ્પ રહ્યા તથા ખંતશ્રી, જમનાશ્રીને દીક્ષિત કર્યા અને ત્યાં જ ચાતુર્માસ રહ્યા. મહા સુદી ૫ ના ભોજાયમાં કસ્તુરશ્રીને દીક્ષા આપી. સં. ૧૯૬૨ ના જેઠ સુદી ૧૫ ના દિને શિવશ્રી સુથરીમાં કાલધર્મ પામતાં સાધ્વી સમુદાય કનકશ્રીને સોંપે, અને સુથરીમાં ચાતુર્માસ રહ્યા. મોટી વંડીમાં જિનાલય પ્રતિષ્ઠા પ્રસંગે વિવેકશ્રીને દીક્ષા આપી. ૨૬૧૯. સં. ૧૯૬૩ માં વરાડીઆમાં ચાતુર્માસ. એ વર્ષે ગઢશીશાના દેવરાજ ટોકરશીએ કરેલા જ્ઞાતિમેળામાં ઉપસ્થિત રહ્યા. સં. ૧૯૬૪માં ભૂજમાં ચાતુર્માસ. શંખેશ્વરમાં વલ્લભશ્રી, મગનશ્રી શિવકુંવર શ્રી અને હર્ષશ્રીને દીક્ષિત કર્યા. ગેલા માણેકે દીક્ષેત્સવ કર્યો. સં. ૧૯૬૫માં માંડલમાં ચાતુર્માસ. ત્યાંથી કેશરીઆઇ, આબૂ વિગેરે તીર્થોની યાત્રા કરી. સરખેજમાં નીતિસાગરને દીક્ષા આપી. સં. ૧૯૬૬ માં પાલીતાણામાં ચાતુર્માસ. અમદાવાદમાં ત્રણને દીક્ષા આપી. સં. ૧૯૬૭માં ઘાટકેપરમાં ચાતુર્માસ. મહા સુદી ૩ ના દિને મણીશ્રી, દેવશ્રી, પદ્મશ્રી, આણંદશ્રી, જડાવશ્રી, નેમશ્રીને દીક્ષિત કર્યા. સં. ૧૯૬૮માં મુંબઈમાં ચાતુર્માસ. મહા સુદી ૧૧ને સોમવારે ભાંડુપમાં ધર્મસાગર તથા દાનશ્રીને દીક્ષા આપી. સં. ૧૯૬૯માં મુંબઈ ચાતુર્માસ. ખેતશી ખાંઅશીએ કાઢેલા શત્રુંજયના સંધમાં ઉપસ્થિત રહ્યા અને પછી કચ્છમાં વિહાર કર્યો. ૨૬૨૦. સં. ૧૯૬૯ ના ફાગણ સુદી ૭ ના દિને દયાશ્રીને આજ્ઞામાં લીધાં. રવિચંદ્ર, કપૂરક યાત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670