________________
foo
અચલગ દિશાન
૯ સલક્ષણાત્રીજ બીદડા સં. ૨૯ ૦૫
સં. ૨૦૦૬ ૧૦ જયપ્રભાશ્રીજી ભીંસરા સં. ૨૦૦૯ જે.સુ. ૧૧ સોમ (ભૂજ) સં. ૨૦૧૧ (લાયજા) ૧૧ દિવ્યપ્રભાશ્રીજી બાડા સં.૨૦૧૪ પિ.વ.૨૧ રવિ (પાલીતાણું) સં. ૨૦૧૪મ.સ. ૬ રવિ(પાલીતાણા) ૧૨ હર્ષકાંતાશ્રીજી ભાડિયા સં.૨૦૧૮ મા. સુર રવિ (પાલીતાણા) સં.૨૦૧૮ પિ.વ.૧ સોમ(પાલીતાણા)
- ૨૬૩૨. ચંદ્રશાખાના યતિ ગુલાબચંદ્ર ઘણી વિદ્યામાં પારંગત હતા. બનારસ જઈ ઘણાં વર્ષ સુધી સંસ્કૃતને તેમણે અભ્યાસ કર્યો. તેમણે ઘણું પ્રતિષ્ઠા કરાવી. તેમના શિષ્ય ગુણચંદ્રજી વિદ્યમાન છે. તેઓ વૈદક અને ભૂસ્તરમાં નિષ્ણાત છે. ભફેસર આદિ અનેક સ્થળમાં મીઠું પાણી મેળવી આપી એમણે મેંટે ઉપકાર કર્યો. એમણે પણ અનેક પ્રતિષ્ઠા કરાવી છે. યુગપ્રધાન આચાર્ય કલ્યાણસાગરસૂરિનાં ગુરુમંદિરે
૨૬૩૩. અંચલગરછની મૂળ સમાચારીમાં ગુરુમંદિરે તથા ગુરુ–મૂર્તિઓને સ્પષ્ટ નિષેધ છે. છતાં ગૌતમસાગરજીએ સૌ પ્રથમ અનેક સ્થાને ગુરુમંદિર સ્થાપી તેમાં કલ્યાણસાગરસૂરિની મૂર્તિઓ પ્રતિષ્ઠિત કરાવી. આનું કારણ એ છે કે આ યુગપ્રધાન આચાર્યનું નામ આ ગચ્છમાં એટલું બધું વ્યાપક તેમજ પ્રભાવક છે કે એમનાં સમરણમાત્રથી ગચ્છ–એજ્યના માર્ગે સદેદિત પ્રેરણા મળી રહે એમ છે. ત્રણેક શતાબ્દીઓ પછી પણ એમની પ્રેરણામૂર્તિ આ ગચ્છના પ્રસ્થાનમાં અકથ્ય બળને સંચાર કરી રહેલ છે, અને કરશે. આ ભાવનાથી જ ગુરુમંદિરે સ્થાપવામાં આવ્યાં છે. અંચલગચ્છના શ્રાવકની જ્યાં જ્યાં વસ્તી છે ત્યાં ત્યાં પ્રાયઃ કલ્યાણસાગરસૂરિ 1 પ્રતિમા તો હશે જ. ગૌતમસાગરજીએ આ ગચ્છના નવ પ્રસ્થાનમાં યુગવીર આચાર્યની મૂર્તિનું અવલંબન લઈને કાચિત પરિવર્તન સ્વીકાર્યું છે, એમ કહી શકાય. સં. ૧૯૭૩ ના મહા વદિ ૮ ને ગુરુવારે ભૂજમાં સૌ પ્રથમ ગુરુમંદિર એમના ઉપદેશથી થયું. એ પછી બધે એનું અનુકરણ થયું છે. કહાલાર દેશદ્વારક
૨૬૩૪. ગૌતમસાગરજી કચ્છ અને હાલારમાં જ બહુધા વિચર્યા. એમના ઉપદેશથી ત્યાં જિનાલય, ઉપાશ્રય, જ્ઞાનભંડાર–નિમણનાં અનેક કાર્યો થયાં. ગામેગામ તેમણે ગ૭ પ્રવૃત્તિ ગૂંજતી કરી અને બધે ધર્મબોધ પમાડયો. શાસન સેવાના તેમના ઉચ્ચ પરિશ્રમ અને પુરુષાર્થ દ્વારા તેઓ કચ્છ–હાલાર દેશદ્વારકનું માનવંત બિરુદ પામેલા. તેમણે કરેલા ધર્મપ્રચારની અસર અદ્યાવધિ વર્તાય છે અને એ રીતે હજી તેઓ અહીંના પ્રદેશમાં ચિરંજીવી રહ્યા છે. આ દૃષ્ટિએ એમણે પ્રાપ્ત કરેલું બિરુદ સર્વથા ઉચિત છે. ગચ્છને ચતવણી
- ૨૬૩૫. ગૌતમસાગરજી ગચ્છના ઉત્થાન માટે સદૈવ ચિંતિત રહેતા. તેમણે લખેલા પત્રો દ્વારા એમના વિચારો જાણી શકાય છે. સં. ૨૦૦૧ ના માગશર સુદી ૧૧ ને રવિવારે તેમણે જખૌથી ભૂજના સંધપતિ નાથા નારાણજી, હસ્તે સાકરચંદ પાનાચંદને ગચ્છને ચેતવણી આપતો પત્ર લખ્યો. આ પત્રની નકલ જિનેન્દ્રસાગરસૂરિ તથા અનેક સંઘોને પણ પાઠવી. આ પત્રમાં તેમણે ગચ્છના અભ્યદય માટે પોતાને સૂઝાવ રજૂ કર્યો છે, જે આજે પણ દિશાસૂચન કરે એ હેઈને ઉધૂત કરવો પ્રસ્તુત છે.
૨૬૩૬. “વિશેષમાં અંચલગચ્છના હિતેચ્છુ સંઘને ચેતવણી તરીકે લખું છું કે નીચેની વિગત ધ્યાનમાં લઈને પિતાનાં હૃદય)ને સમૃદ્ધ બનાવવા માટે પ્રમાદ ત્યજીને પ્રયત્નશીલ બને, એ તરફની બેદરકારી ત્યો ! હમણું અંચલગચ્છ કંઠગત પ્રાણ બન્યો છે. તેને નિષ્ણાત સંધા સિવાય કોઈ પણ સ્વસ્થ
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com