________________
અચલગ દિશન
લધા જીવણે બારોઈમાં શ્રી મુનિસુવ્રત જિનાલય, સં. ૧૯૯૭ ના માધ વદિ ૮ ને સોમવારે બાંભડાઈમાં સંઘે શ્રી અજિતનાથ જિનાલય બંધાવી પ્રતિષ્ઠા કરાવી. મોટી સી ડીમાં સં. ૧૯૯૭માં શ્રી નેમિનાથ જિનાલય બંધાયું, જેનો શ્રી અનંતનાથ ટ્રસ્ટ દ્વારા જીર્ણોદ્ધાર થયો. હાલારમાં ધર્મપ્રવૃત્તિ - ૨૫૭૨. મોટી ખાવડીમાં જખૌના વીરપાર પાસુની પુત્રી દેવલીબાઈ નરશી ભાણજીએ જેઠાભાઈ ઠાકરશી ખેનાની પ્રેરણાથી સં. ૧૯૬૨ ના શ્રાવણ સુદી ૬ ને બુધવારે ગત્યનું ઉત્થાપન કરી શ્રી ચંદ્રપ્રભુનાં શિખરબંધ જિનાલયની પ્રતિષ્ઠા કરાવી. સં. ૨૦૨૨ ના જેઠ સુદ ૨ ને રવિવારે રૂપશી માણેક તથા હંશરાજ દેવજીના પ્રયાસોથી તેનો શ્રી અનંતનાથ ટ્રસ્ટ દ્વારા જીર્ણોદ્ધાર થયો તથા જેઠ સુદી ૧૦ને રવિવારે શ્રી પાર્શ્વગૃહત્યની પ્રતિષ્ઠા થઈ. ઉપાશ્રયમાં કલ્યાણસાગરસૂરિની દેરી સં. ૧૯૯૧ ના આસો સુદી ૧૫ ને સેમવારે જખૌના વેજબાઈ પુનશી આસપારે ગૌતમસાગરજીના ઉપદેશથી કરાવી. પાસે વિશાળ ઉપાશ્રય છે.
- ૨૫૭૩. સાએરાના માણેકજી ચાંપશી ખેનાએ સં. ૧૯૪૯ ના શ્રાવણ સુદી ૧૫ ના દિને રંગપુરમાં ઉપાશ્રય બંધાવ્યો. ભરૂડીઆમાં પણ ઉપાશ્રય બંધાય. મોડપુરના જિનાલય-ઉપાશ્રયને જીર્ણોદ્ધાર સં. ૧૯૯૦માં ગૌતમસાગરજીના ઉપદેશથી થયો, તથા કલ્યાણસાગરસૂરિની મૂર્તિ પણ બિરાજિત થઈ.
૨૫૭૪. દલસુંગીમાં પટેલ ડાહ્યાભાઈ ખેરાજના પુત્રો અને પુત્રી જમનાબાઈની મુખ્ય સહાયથી શ્રી અજિતનાથ જિનાલય બંધાયું. સં. ૧૯૬ના વૈશાખ સુદી ૫ ને બુધવારે સંઘે તેની કપૂરસાગરજીની નિશ્રામાં પ્રતિષ્ઠા કરાવી. ગૌતમસાગરજીના ઉપદેશથી અહીં કલ્યાણસાગરસૂરિની મૂર્તિ બિરાજિત થઈ.
૨૫૭૫. નવાગામમાં ગૌતમસાગરજીના ઉપદેશથી સાએરાના બંધુ મેગજી તથા દેવજી ખેતશીની મુખ્ય સહાયથી શ્રી ચંદ્રપ્રભુ જિનાલય તથા ઉપાય બંધાયાં. સં. ૧૯૭૬ ના વૈશાખ સુદી ૭ને રવિવારે તેની પ્રતિષ્ઠા થઈ ઉપાશ્રયમાં કલ્યાણસાગરસૂરિની મૂર્તિ પણ બિરાજિત કરવામાં આવી. હજી પણ અહીં અંચલગચ્છનાં ઘણું ધરે છે.
૨૫૭૬. નાની ખાવડીમાં દામજી કયરાણી નાગડા, પત્ની ગંગાબાઈ તથા પુત્ર પુનશીના સ્મરણાર્થે તેની પત્ની મૂરબાઈએ સં. ૧૯૯૩ના વૈશાખ સુદી ને ગુરુવારે ઉપાશ્રય બંધાવ્યો. રતનશી દેવાણુની પુત્રી મીઠાંબાઈએ તે માટે જમીન ભેટ આપી. હાલ ત્યાં સુંદર ગૃહત્ય છે.
૨૫૭૭. જામનગરના ભાગચંદ કપૂરચંદે પાલીતાણામાં ધર્મશાળા તથા જામનગરમાં કલ્યાણસાગરસૂરિની દેરી બંધાવી, અનેક ગ્રંથો છપાવ્યા. વોરા અજરામલ હરજીએ સં. ૧૯૪૫ માં હરજી બાગ, હરજી જૈનશાળા, પુસ્તકાલય, સં. ૧૯૫૨ માં શ્રી આદિનાથ જિનાલય બંધાવ્યાં. તેમના વંશજ ટોકરશી દેવશીએ તથા સોભાગચંદ કપૂરચંદે વર્ધમાન અને રાયશીશાહે બંધાવેલાં મંદિરોને જીર્ણોદ્ધાર કરાવ્યો. વોરા તારાચંદ દેવશીએ સં. ૧૯૭૭ના માગશર સુદી ૬ ને બુધવારે અજરામના વંડાનાં જિનાલયમાં ક૯યાણસાગરમરિની દેરી બંધાવી. જામનગર પાસેનાં દાંતા ગામમાં પણ ગૌતમસાગરજીના ઉપદેશથી ગુરુની દેરી બંધાઈ જામનગરમાં સંધાગ્રણી સાકરચંદ નારણજીની ઘણી સેવાઓ છે. સિદ્ધક્ષેત્રમાં ધર્મપ્રવૃત્તિ
૨૫૭૮. નલીઆના વિસરીઆ મોતા સામત ભા ભીમલબાઈ, પુત્ર પુનશી ભાર્યા જીવાબાઈ પુત્ર દેવજીએ સં. ૧૯૫૦ ના પોષ સુદી ૫ ને શુક્રવારે ગિરિ ઉપર શ્રી ધર્મનાથ જિનાલય બંધાવી જિનેન્દ્રસાગરસૂરિના ઉપદેશથી પ્રતિષ્ઠા કરાવી, તથા ગામમાં ધર્મશાળા બંધાવી. તેમનાં પત્ની ભચીબાઈએ નલીઆમાં અનેક ધર્મકાર્યો કર્યા.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com