Book Title: Anchalgaccha Digdarshan Sachitra
Author(s): Parshwa
Publisher: Mulund Anchalgaccha Jain Samaj

Previous | Next

Page 609
________________ ૫૮૪ અંચલગચ્છ હિદન જિનેન્દ્રસાગરસૂરિની ગહુંલી, પંચતીર્થીની આરતી, મોટી આરતી, પર્યુષણ સ્તવન, તેમજ આબૂની યાત્રા કરી અબુદાચલ સ્તવન વિગેરેની તેમણે રચના કરી. રૂપસાગર શિ. દયાસાગર શિ. મહેન્દ્રસાગર ૨૫૫. પાટણમાં રૂપસાગરની મુખ્ય ગાડી હતી. એમના શિષ્ય દયાસાગર માંડલની ગાદી સંભાળતા. દયાસાગરના શિષ્ય મહેન્દ્રસાગર થયા, જેમના ઉપદેશથી માંડલમાં સં. ૧૯૮૨ ના વૈશાખ સુદી ૩ને શુક્રવારે મહાકાલીદેવીની મૂર્તિ બિરાજિત થઈ. દયાસાગર ત્રીસેક જ્ઞાનાથિઓને ભણાવતા, જેમાં ત્રણેક ન્યાયના પ્રખર પંડિત થયા. એમની પ્રેરણાથી માંડલમાં બે અંચલગચ્છીય જિનાલય, ઉપાશ્રય, પાંજરાપોળ તથા પાટડીમાં ઉપાશ્રય આદિ બંધાયાં અને ગ૭ના શ્રાવકો ટકી રહ્યા. - ૨૫૫૭. માંડલમાં સં. ૧૮૬૧ ના શ્રાવણ સુદી ૭ ના દિને શ્રી વાસુપૂજ્ય જિનાલય સંઘે બંધાવ્યું. છગનલાલ ન્યાલચંદે સં. ૧૯૮૬ ના માઘ સુદી ૬ ના દિને શ્રી શાંતિનાથ જિનાલય બંધાવ્યું. મફતલાલ ભદરભાઈ લાડકચંદના શ્રેયાર્થે તેની પત્ની સૂરજબાઈએ સં. ૧૯૯૩ માં સાવીને ઉપાશ્રય બંધાવ્યું. સાધુના ઉપાશ્રયને સંઘે જીર્ણોદ્ધાર કરાવ્યો. સં.૧૯૫૭માં સાધ્વી ચંદનથીના ઉપદેશથી “જૈન ભારતભૂષણ વિદ્યાશાળા” સ્થપાઈ જેમાં છગનલાલ માવજીની વિધવા જડાવબાઈએ રૂ. ૪૦૦નો મુખ્ય ફાળો આપો. કચ્છમાં ધર્મ પ્રવૃત્તિ ૨૫૫૮. નલીઆમાં જાદવ પરબત, ભોજરાજ દેસર, અરજણ ધનરાજ, દેવજી નાથા, વશનજી લાલજી, નાગશી શાદે વિગેરએ દેવકુલિકાઓ બંધાવી. સંધના ઉતારા માટે લાડણ ખીમજીએ લાડણપુરો બંધાવ્યું. મુક્તિસાગરસૂરિની દેરી હીરજી ઉકરડાએ બંધાવી. દેવજી પુનશીની વિધવા ભચીબાઈએ પાઠશાળાનું મકાન લાડણ ખીમજી ટ્રસ્ટને ભેટ આપ્યું, તથા આયંબિલ શાળા માટે જગ્યા આપી. શામજી ગંગાજરે પાંજરાપળ બંધાવી, દામજી હીરજી ઉકરડાએ મહાજનવાડીની ચાલ બંધાવી. ભોજરાજ દેશર અને ભીમશી પશાયાએ જ્ઞાનશાળા બંધાવી. તદુપરાંત નરશી નાથા બાલાશ્રમ, કન્યાશાળા, ધર્મશાળા, વીરજી લધાભાઈ હાઈસ્કૂલ વિગેરે સંસ્થાઓ સ્થપાઈ. સ. ૧૯૮૫ના માઘ સુદી ૬ ને શુક્રવારે વીરવડીને દંડ-મહોત્સવ તથા સં. ૧૯૯૭માં શતાબ્દી મહોત્સવ ઉજવાયો. ૨૫૫૯. રાયઘણજરમાં થોભણ ૫ત્રામલ તથા રતનશી દેવશીએ સં. ૧૯૪૮ માં શ્રી આદિનાથ જિનાલય બંધાવ્યું. સં. ૧૯૫૦ માં પરજાઉમાં નેણશી દામજી કાયાણી, વર્ધમાન જેતશી અને તેજપાળ વીરપાળે શ્રી ચંદ્રપ્રભુ જિનાલય; પુનડીમાં સંઘે શ્રી અજિતનાથ જિનાલય, સાભરાઈમાં સંઘે શ્રી શાંતિનાથ જિનાલય બંધાવ્યાં. સં. ૧૯૯૦ના ફાગણ સુદી ૩ ને શુક્રવારે પુનડીમાં તથા સં. ૨૦૦૭ના માઘ સુદી ૧૦ ને શુક્રવારે સાભરાઈમાં જીર્ણોદ્ધાર પ્રતિષ્ઠા થઈ. નાગરેયામાં સં. ૧૯૫૦ માં શ્રી શાંતિનાથ ગૃહચિત્ય બંધાયું હતું, ત્યાં હાલ શિખરબંધ જિનપ્રાસાદ છે. - ૨૫૬૦. સં. ૧૯૫૧ માં વાંકુમાં ભારમલ રતનશી લોડાયા અને હીરજી જેઠાભાઈ સોનીએ શ્રી અજિતનાથ જિનાલય બંધાવ્યું. અહીં પહેલાં ગૃહત્ય હતું. સં. ૧૯૫૨ માં બાડામાં રહ્યું નથુએ તથા નારાણપુરમાં સંઘે શ્રી ચંદ્રપ્રભુ જિનાલયો, ગઢશીશામાં દેવરાજ ટોકરશીએ તથા પાંચ કોરશીએ શ્રી આદિનાથ જિનાલય બંધાવ્યાં. ૨૫૬૧. નાનચંદ ગોવિંદજીએ મુંદરામાં સં. ૧૯૫૫ માં શ્રી પાર્શ્વપ્રભુ જિનાલય તથા રાયણમાં સંઘે શ્રી ચંદ્રપ્રભુ જિનાલય બંધાવ્યાં. સં. ૧૯૫૮ માં ગોધરામાં સંઘે શ્રી આદિનાથ જિનાલય, લઠેડીમાં Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670