________________
પ૮૨
અચલગચ્છ દિગ્દર્શન ૨૫૪૫. લાલને અમેરીકામાં સાડા ચાર વર્ષ રહી જૈનધર્મ વિશે સુંદર પ્રવચને આપ્યાં, મહાવીર બ્રધર ડ–'શ્વિમૈત્રી' નામે સંસ્થા સ્થાપી, જેના પ્રમુખ હરબર્ટ રન, ઉપપ્રમુખ જે. એલ. જૈની, મંત્રી એલેકઝાન્ડર ગોરડન હતા. સં. ૧૯૫૭ માં લાલન ભારત આવ્યા. સં. ૧૯૯૨ માં પુનઃ વિજયવલ્લભસૂરિના પ્રતિનિધિ તરીકે વિશ્વધર્મ પરિષદમાં ભાગ લેવા ઈગ્લાંડ ગયા. ત્યાં સાતેક માસ રહી જેનધર્મને પ્રચાર કર્યો. એમના પછી જૈનધર્મનું અસરકારક પ્રતિનિધિત્વ કોઈએ કર્યું નથી.
૨૫૪૬. તેઓ અનેક ભાષાના જાણકાર અને તત્વચિંતક હતા. વક્તા તરીકે તેમણે દેશ-પરદેશમાં નામના કાઢી હતી. જૈન શ્વેતાંબર કોન્ફરન્સ વિગેરે સંસ્થાઓના વ્યાસપીઠ પરથી એમણે યાદગાર પ્રવચન આપ્યાં હતાં. રાષ્ટ્રીય પ્રવૃત્તિમાં પણ આગળ પડતો ભાગ લીધો. એમણે જૈન ધર્મ વિષયક અનેક ગ્રંથ રચ્યા. શ્રમણું નારદ નામની પાલી ભાષીય બોધપ્રદ આખ્યાયિકાનું ભાષાંતર કર્યું. શુભચંદ્રસૂરિ કૃત યોગ પ્રદીપના સારભૂત શુદ્ધોપયોગ સહજ સમાધિ નામક ગ્રંથ ઉપરાંત દિવ્યજ્યોતિ દર્શન, જૈનધર્મ પ્રવેશ પિથી ૩ ભાગમાં માનવ ગીતા, સમાધિ શતક, જયશેખરસૂરિ કૃત આત્માવબોધ કુલકનું ભાષાંતર ઈત્યાદિ ૨૪ ગ્રંથો ગુજરાતી અને અંગ્રેજીમાં લખ્યા. એમનના વિચારને અનુસરતું એમનું પુસ્તક Gospel of man ખૂબ પ્રસિદ્ધિ પામ્યું. એમના સમાધિ શતક ગ્રંથનું એમના દ્વારા જૈન ધર્મની દીક્ષા પામેલા હરબર્ટ વોરને સં. ૧૯૭૦ માં અંગ્રેજીમાં ભાષાંતર કર્યું.
૨૫૪૭. તેઓ ક્રાંતિકારી વિચારના હેઈને રૂઢિચુસ્ત સાથે સંઘર્ષમાં આવેલા. એમની અસરથી જૈન થયેલા પારસી ગૃહસ્થ માણેકજીએ શત્રુંજયમાં જિનપૂજા કરતાં જૈન સમાજે ક્ષોભ અનુભવેલે. તેમણે આ ભવ અને ભવોભવનાં પ્રતિક્રમણ તથા મંદિરોમાં નર્કનાં ચિત્રોની સાથે સ્વર્ગનાં ચિત્રો મૂકવાનો વિચાર દર્શાવતાં સાધુ સમાજ ખળભળી ઉઠેલે. ગીન્દ્રદેવ કૃત સ્વાનુભવ દર્પણ, જેમાં મૂર્તિ પૂજાને નિષેધ છે, તેનાં ભાષાંતરથી તેમણે ભારે વિરોધ વહોર્યો. શત્રુંજયમાં પોતાની પૂજા કરાવી એવા આરોપસર એમને સંધ બહાર કાઢવા હિલચાલ થઈ. તેમણે તથા ભક્તકવિ શિવજી દેવશી મઢડાવાલાએ અડીખમ રહીને અનેક વિરોધોને સામને કર્યો. વિશેષ માટે જુએ: ભકતકવિ કૃત “પં. લાલન.”
૨૫૪૮. પાતંજલ અને જૈનયોગને સમન્વય એ તેમનાં ચિન્તનને મુખ્ય વિષય હતો. તેઓ વર્ષમાં ૧૮૦૦ સામાયિક કરતા અને તેથી વધુ કરાવતા. સામાયિક વિષયક એમનો ગ્રંથ ભારે આદર પામ્યો છે. પ્રગતિશીલ વગે લાલનની પ્રવૃત્તિને આવકારી અને તેમનું બહુમાન કર્યું. ૯૬ વર્ષની વયે તા. -૧૨-૧૯૫૩ માં તેઓ જામનગરમાં મૃત્યુ પામ્યા. રાવસાહેબ રવજી તથા મેઘજી સેજપાલ
૨૫૪૯. લાયજાના સોજપાલ કાંયાની પત્ની ખેડઈબાઈએ સં. ૧૯૩૭ માં રવજી, સં. ૧૯૩૯ માં પાલણ અને સં. ૧૯૪૧ માં મેઘજીને જન્મ આપ્યો. ત્રણે ભાઈઓએ મુંબઈમાં કેન્ટેટર તરીકે નામના કાઢી. તેના કાંયાની કંપનીમાંથી સં. ૧૯૮૫ માં પિતાના તથા રવજી સેજપાલના નામથી પેઢીએ કાઠી. રવજીભાઈની અનેકવિધ સેવાઓની કદરરૂપે સરકારે તેમને રાવસાહેબને ઈલકાબ એનાયત કરેલ. તા. ૨૯-૮-૧૯૨૬ માં એમની જ્ઞાતિએ એમને માનપત્ર આપ્યું. સં. ૧૯૮૬ માં જે. 9. કોન્ફરન્સનું ૧૩ મું અધિવેશન જુનેરમાં એમની અધ્યક્ષતામાં મળ્યું. બાલ દીક્ષાના અને રૂઢિચુસ્તોએ અધિવેશનમાં ભંગાણ પાડવા અનેક પ્રયાસો કર્યા. સં. ૨૦૦૫ના મહા સુદી અને ગુરુવારે રવજીભાઈએ તેમના પત્ની કંકુબાઈના શ્રેયાર્થે માટુંગામાં શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ જિનાલય બંધાવી પ્રતિષ્ઠા કરાવી. એમનું પ્રથમ લગ્ન હંસાબાઈ સાથે થયેલું.
૨૫૫૦. મેઘજીભાઈની સેવાઓ પણ ઘણું છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ આર્યરક્ષિત જૈન
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com