________________
શ્રી જિનેન્દ્રસાગરસૂરિ
૫૮૧ ૨૫૪૦. ક્ષમાનંદજીએ પોતાના ગુદેવનું “ગુમંદિર” તથા એમનાં પ્રેરક જીવન પર પ્રકાશ પાડતો “સ્મૃતિ ગ્રંથ ” પણ સારી રકમ ખરચી તૈયાર કરાવ્યાં છે. તદુપરાંત ગુસ્ની સ્મૃતિમાં સામાજિક કે શૈક્ષણિક સંસ્થાઓમાં પણ એમણે સારી રકમો આપી છે. પ્રતિષ્ઠા, ધ્વજદંડ મહત્સવ, શાંતિસ્નાત્ર, વાસ્તુ મુહૂર્ત કે પયુંષણના વ્યાખ્યાન પ્રસંગોએ સંઘ દ્વારા મળતી પછેડીની રકમો ગુરુનાં સ્મારકનિધિમાં આપી દઈને એમણે ગુરુ પ્રત્યેનું ઋણ અદા કરવા પ્રેરાય પ્રયાસો કર્યા છે. એ દારા એમણે નવી દિશાનું સૂચન પણ કર્યું જ છે. એમની પાસેથી હજી પણ વિશેષ આપેક્ષાઓ રાખવી અસ્થાને નહિ જ ગણાય. એમની અનેકવિધ સેવાઓના ઉપલક્ષમાં સં. ૨૦૨૦ માં ( તા. ૨૩-૨-૬૪ને રવિવારે) મુંબઈમાં ભવાનજી અરજણ ખીમજીના પ્રમુખપદે એમને કચ્છી દશા ઓશવાળ જ્ઞાતિ તરફથી માનપત્ર અર્પણ કરવામાં આવ્યું.૮ એમનું અધ્યાત્મિક નેતૃત્વ ગની આજે શોભા વધારે છે. પંડિત હીરાલાલ હંસરાજ લાલન
૨૫૪ો. જામનગરમાં થયેલા વર્ધમાનશાહના વંશજ, વિશા ઓશવાળ લાલન ગોત્રીય પંડિત લાલન સારા પંડિત થઈ ગયા. એમના દાદા પં. શામજી જેઠા (ભાર્યા વીરબાઈ) પ્રજ્ઞાચક્ષુ હતા. પિતા હંસરાજભાઈ કર્મગ્રંથના અજોડ અભ્યાસી હતા. તેમણે સાધુ–સાબી, શ્રાવક-શ્રાવિકાને દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરાવ્યો. એમના પુત્ર હીરાલાલ પણ એવા જ પંડિત અને શોધક હતા.
૨૫૪૨. ૫. હીરાલાલે અનેક ગ્રંથો લખ્યા છે. તેમજ અનેક ગ્રંથો સંપાદિત કરી પ્રકાશિત કર્યા છે. અનેક ગ્રંથોનું તેમણે ભાષાંતર કર્યું છે. એમની સાહિત્ય પ્રવૃત્તિ અત્યંત પ્રશંસનીય હતી. સંશોધન ક્ષેત્રે પણ એમનું પ્રદાન ઉલ્લેખનીય છે. સં. ૧૯૬૦-૬૧ માં જૈન શ્વે. કેન્ફરન્સે એમને જેસલમેરના ભંડારનું સૂચિપત્ર કરવા મોકલેલા. તેમણે લગભગ ૨૨૦૦ ગ્રંથનું વિગતવાર લિસ્ટ તૈયાર કરેલું, જેમાં તાડપત્રીય અને કાગળ પર લખાયેલી એક બે પાનાવાળી પ્રતોની પણ નેધ કરેલી. એમની એ નોંધન એ સંસ્થા દ્વારા પ્રકાશિત થયેલા ગ્રંથ “જૈન ગ્રંથાવલી' (સને ૧૯૦૯)માં વિશેષ ઉપયોગ થયો છે. ૫. લાલન જેસલમેર ગયેલા એ વખતે જ મુંબઈ સરકારે છે. શ્રીધર ભાંડારકરને એવાં જ કાર્ય માટે ત્યાં મોકલેલા. પ્રો. ભાંડારકરનો એ સંબંધી રિપોર્ટ પ્રકાશિત થયેલ છે. એ રિપોર્ટમાં છે. ભાંડારકરે પણ પં. લાલનની નોંધોને જ આધાર લીધેલ.
૨૫૪૩. પં. લાલને સંપાદિત કરેલી કે ભાષાંતર કરેલી કૃતિઓની સંખ્યા સેંકડોની છે. જેને ધમના પ્રાચીન ઇતિહાસ” બે ભાગમાં, “જૈન ગોત્ર સંગ્રહ”, “વિજયાનંદાભ્યદય કાર
', વિજયાનંદાબ્યુદય કાવ્ય' વિગેરે એમની કૃતિઓ ઉપરાંત એમણે લખેલી પ્રસ્તાવનાઓ પણ ખૂબ જ માહિતીપૂર્ણ છે. પંડિત ફતેહચંદ કપૂરચંદ લાલન
૨૫૪૪. વિશા ઓશવાળ, લાલનવંશીય કપૂરચંદ જેરાજની પત્ની લાધીબાઈની કુખે તા. ૧-૪-૧૮૫૭ માં માંડવીમાં જન્મ. મૂળ જામનગરના. પત્ની મેંઘીબાઈ પુત્રી ઉજમ. પંડિતજીએ મુંબઈમાં ધર્મશિક્ષક તરીકે કારકિર્દી શરુ કરી. ચિકાગોની વિશ્વધર્મ પરિષદમાં ભાગ લીધો. વીરચંદ રાઘવજી ગાંધી પણ આત્મારામજીના પ્રતિનિધિ તરીકે ત્યાં ગયેલા અને જૈનધના સિદ્ધતિનો વ્યાપક પ્રચાર કરેલો.
* એ પ્રસંગે સામાજિક તેમજ ધાર્મિક કારકિર્દી ધરાવતાં બહેને માનબાઈ પદમશી લેડાયા તથા રાણબાઈ હીરજી છેડાનું પણ જાહેર સભાન કરી ભાનપત્રો અર્પણ કરવામાં આવ્યાં. એ પહેલાં ભક્ત કવિ શિવજી દેવશી મઢડાવાલાને મણ મહોત્સવ તા. ૫-૧-૧૯૬૪ ને રવિવારે મુંબઈમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવાયો. એમની શૈક્ષણિક અને સાહિત્યિક પ્રવૃત્તિ ખૂબ જ ઉલ્લેખનીય છે.
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com