________________
૫૮૭
શ્રી જિનેન્દ્રસાગરસૂરિ તત્વજ્ઞાન વિદ્યાપીઠ, મેરાઉ, જૈન એજ્યુકેશન બોર્ડ, વર્ધમાન જૈન બેગિ , કટારીઆ; જીવદયા મંડળી મુંબઈ, લાલવાડી જિનાલય, આયંબિલશાળા અને સેવામંડળનાં દવાખાના વિગેરેમાં એમણે આપેલી સેવાઓ અને આર્થિક સહાય પ્રેરણાદાયક છે. જ્ઞાતિના પ્રમુખપદે રહી તેમણે સુંદર નેતૃત્વ આપ્યું. સં. ૧૯૯૦ માં ચાંદવડ (નાસિક) માં તેમણે શ્રી પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય બંધાવી આપ્યું. સં. ૧૯૮૧માં બનેવી કુરપાળ પુનશીના સહકારથી લાયજામાં પિતાનાં નામથી દવાખાનું, પત્ની હીમાબાઈનાં નામથી ચેરીટી ટ્રસ્ટ સ્થાપ્યાં. સં. ૨૦૦૦ માં મેઘજીભાઈના પ્રમુખપદે કોન્ફરન્સનું ૧૬ મું અધિવેશન મુંબઈમાં મળ્યું. સં. ૨૦૦૪માં કચ્છ માંડવીમાં નિરાધાર, દ્ધ તથા અશક્ત માટે આશ્રમ સ્થાપી સારું ભંડોળ એકઠું કરી આપ્યું, તથા ત્યાં જિનાલય બંધાવ્યું. હાલ આશ્રમ સાથે એમનું શુભ નામ જોડવામાં આવ્યું છે.
૨૫૫૧. મેઘજીભાઈએ ૫૩ વર્ષે નિવૃત્ત જીવન ગાળી સામાજિક, શૈક્ષણિક તેમજ ધાર્મિક ક્ષેત્રે સવિશેષ સેવાઓ બજાવી. એમણે આપેલ ગુપ્તદાનનો આંકડો રૂપીઆ દશ લાખથી ઉપર થાય છે! તા. ૧૪-૧૧–૧૯૬૪ ના દિને ૭૮ વર્ષની વયે તેઓ મુંબઈમાં મૃત્યુ પામ્યા. દેવસાગર શિ. સ્વરૂપસાગરજી
૨૫૫૨. મહા. રત્નસાગરની પરંપરામાં થયેલા ફતેહસાગર શિ. દેવસાગર નાના આસંબી આના પાટને સંભાળતા હતા. તેમના શિષ્ય સ્વરૂપસાગર ગચ્છનાયકની આજ્ઞાથી ભૂજનો પાટ સંભાળતા. સં. ૧૯૨૫ માં મારવાડમાં દુષ્કાળ પડ્યો. તે વખતે દેવસાગર તથા અન્ય ગોરજીઓ શિષ્યો માટે ત્યાં આવ્યા અને પાલી નગરમાં આઠ બાળશિષ્યો મેળવ્યા. બીદડા આવી સૌએ આ પ્રમાણે વહેંચણી કરી. અભયચં ચાર શિષ્ય લીધા: (૧) કાનજી (૨) લાલજી (૩) લાલ–નાના (૪) કરમચંદ દેવસાગરે કલ્યાણજીને, નાનચંદ્ર નંદુને તથા વીરજીએ સૂરચંદ તથા ઝવેરચંદને લઈ શિષ્ય કર્યા. દેવચંદ્રને પાલીના શ્રીમાળી બ્રાહ્મણ ધીરમલ્લ જોધીને પુત્ર ગુલાબમલ પણ પ્રાપ્ત થયેલ. એ બને શિષ્યોને સ્વરૂપસાગરના શિષ્યો કર્યા. તેરાના પતિ તારાચંકે શિષ્યોની માગણી કરતાં સં. ૧૯૨૭નું ચોમાસું ઉતરતાં દેવસાગરે શિષ્યો મેળવવા પુનઃ મારવાડ જવાનું નક્કી કરેલું. પાવાગઢની યાત્રા કરી તેઓ પાલણપુર પહોંચ્યા, જ્યાં અચાનક તેઓ કાલધર્મ પામ્યા. સ્વરૂપસાગર તે વખતે પોતાના બન્ને બાળ શિષ્યો સાથે કામાગુરુ હેમસાગર પાસે સાભરાઈની પિશાળમાં હતા. ગુરુના આકસ્મિક કાળધર્મથી એમને ખુબ જ દુઃખ થયું.
૨૫૫૩. સ્વરૂપસાગર સં. ૧૯૨૮માં વિવેકસાગરસૂરિ સાથે સિદ્ધગિરિ, પાવાગઢ વિગેરેની યાત્રા કરી મુંબઈ આવ્યા. સં. ૧૯૨૮માં કચ્છ પ્રયાણ કર્યું. માર્ગમાં કલ્યાણજી ગંભીર માંદગીમાં પટકાયો. સં. - ૧૯૩૩-૩૩માં અનુક્રમે ભુજપુર, કોઠારા અને ગોધરામાં ચાતુર્માસ રહ્યા. અન્ય શિષ્ય લાલજી ગંભીર માંદગીમાં પટકાયો. મહાકાલીની માનતા લીધી, અને યાત્રા કરી. સં. ૧૯૪૦ માં મુંબઈ ગયા જ્યાં જ્ઞાનચંદ્રને દીક્ષિત કરી એમનું ગૌતમસાગર નામ રાખવામાં આવ્યું. ગૌતમસાગરનાં કાર્યો વિશે પછીના પ્રકરણમાં વિશદ્ ઉલ્લેખ કરીશું.
૨૫૫૪. સ્વરૂપસાગર સારા પદ્યકાર હતા. સાંધાના પરબત લાધાએ સં. ૧૯૩૨ માં કેશરીઆઇને સંધ કાઢયો તેમાં તથા સં. ૧૯૩૮ માં ઉનડોઠમાં થયેલી જિનાલય પ્રતિષ્ઠા પ્રસંગે તેઓ ઉપસ્થિત રહેલા અને તે પ્રસંગને વર્ણવતાં સ્તવનો રચેલાં. સં. ૧૯૭૩માં ભૂજમાં થયેલી પ્રતિષ્ઠા પ્રસંગે ઉપસ્થિત રહી કલ્યાણસાગરસૂરિની મૂર્તિને બિરાજિત કરી. એ પછી તેઓ અલ્પ જીવ્યા. સેવક
૨૫૫૫. જિનેન્દ્રસાગરસૂરિ શિ. સેવકે સુંદર પદ્યો રચ્યાં. સં. ૧૯૫૧ ના આષાઢ સુદી ૨ ને બુધવાર
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com