________________
પ૮૦
અંચલગચ્છ દિગ્દર્શન ૨૫૩૬. સં. ૧૯૫૭ માં એમનું જીવન તન્ન પરિવર્તિત થયું. એ વિષે એમણે બધા યતિઓને, શસ્ત્રધારી નેકર-ચાકરને, સિપાઈઓને, જમાદારોને એક સામટી રજા આપી દીધી. દમામી ગાદીનાં અસબાબ છડી, છત્ર, ચામર, રથ, પાના, પાલખી વિગેરે બધાં સાધને તજી પતે એકાકી જીવન ગાળવા લાગ્યા. સંઘોની વિનતિઓને જવાબ આ પ્રમાણે વાળતા–“મારામાં ગાદી ચલાવવાની શક્તિ નથી. તમે બીજા શ્રીપૂજ્ય સ્થાપી શકે છે !” કચ્છ માંડવીને અંચલગચ્છને સંઘ સૌથી મોટો ગણાય. એની વિનતિ પણ માન્ય ન રહી. મુંબઈથી દશા તેમજ વિશા ઓશવાળ સઘના અગ્રણીઓ આવ્યા અને ગાદી ચલાવવા વિનવણુઓ કરી ગયા, ખાસ કાશીથી ખરતરગચ્છીય બાલચંદ્રજી મહારાજ જેઓ સૂરિજીના પરમ મિત્ર હતા, તેઓ પણ સમજાવવા આવ્યા, પણ તેઓ ન ડગ્યા તે ન જ ડગ્યા. અંતે માંડવીના સંઘે જણાવ્યું કે ગાદીનું નામ આ મંગલમૂતિ સાથે જોડાઈ રહે એ પણ ગચ્છનું સદ્ભાગ્ય છે, એટલે બધા શાંત થયા. સુડતાલીસ વર્ષ ગયાં, તેમાં સાપ કાંચળી છોડે તે પછી તેના તરફ કદી ન જુએ તેમ દમામ કે ઠાઠ તરફ તેમણે કદી પણ મીટ ન માંડી. અનેક મેળા, ઉજમણું, પ્રતિષ્ઠા મહોત્સવમાં એમને નિમંત્રણો ભો મળતાં, પરંતુ તે બધાથી તેઓ ક્રમે ક્રમે અલિપ્ત થતા ગયા. આ વિશે અનેક પ્રસંગે “ શ્રી જિનેન્દ્રસાગરસૂરીશ્વરજી સ્મૃતિ ગ્રંથ” માં નોંધવામાં આવ્યા છે. એમનાં જીવન વિષયક મુનિ કલ્યાણચંદ્રછને “સમયધર્મ' માં પ્રકાશિત થયેલ લેખ પણ વાંચનીય છે. એ બધામાં નિરૂપિત ગચ્છનાયકના નાના મોટા જીવન પ્રસંગે એમનાં અધ્યાત્મશીલ વ્યક્તિત્વનું સુંદર પ્રતિબિંબ પાડે છે. - ૨૫૩૭. મુનિ કલ્યાણચંદ્રજી ચરિત્રનાયકનાં અંતર્મુખ થતાં જતાં જીવનને વિશે ને છે કે– લાંબી એકાંત સાધનાથી જનતા ચેતી જશે તો ભક્તિ અને પૂજાનું, સત્કાર અને સન્માનનું, ચિંતન અને એકાંત વિરેધી વાતાવરણ સર્જાઈ જશે. આ કારણથી સૂરીશ્વરજી સદા દૂર ને દૂર રહેતા; અને એમાંથી છૂટવા કોઈ પ્રયત્ન કરવાનું બાકી ન રાખતા. સત્કાર અને સન્માનનાં સંભવિત વાતાવરણ ટાળવા માનસશાસ્ત્રીય ઉપાયો જતા.' જીવનસંધ્યાએ ગચ્છનાયકને ચિત્તભ્રમ થયેલ એવું માનનારાઓને ખરી હકીકત સમજવા માટે ઉક્ત વિધાન ઉપયોગી થશે.
૨૫૩૮. સં. ૧૯૫૧ માં મુંબઈ છોડ્યા પછી તેઓ બહુધા કચ્છમાં જ વિચાર્યા હતા. વચ્ચે સં. ૧૯૭૭ માં રેવેમાં મુંબઈ આવેલા. સં. ૧૯૮૯ ના આષાઢ વદિમાં તબિયતની સારવાર માટે જલમાર્ગે પુનઃ મુંબઈ આવેલા. એ વખતે બંદર પર એમનું અપૂર્વ સ્વાગત થયું. ત્રણેક માસ પછી તેમણે જ્યારે વિદાય લીધી ત્યારે સૌએ એમને ભવ્ય વિદાય આપી. એ પછી તેઓ બહુધા ભુજપુરમાં જ રહ્યા. સં. ૨૦૦૪ ના કારતક વદિ ૧૦ ને રવિવારે સાંજે પિતાની પિશાળમાં પચીસ દિવસની સામાન્ય માંદગી ભોગવી છોતેરમેં વર્ષે આ ફાની દુનિયા તેઓ છોડી ગયા. એમના જવાથી ગણે પિતાને અંતિમ પટ્ટધર, અને જેનશાસને પરમ જ્યોતિર્ધર ગુમાવ્યો. સંઘે મળીને શાનદાર રીતે એમની અંત્યેષ્ટિ ક્રિયા કરી અને એ અવધૂતને હૃદયની અંજલિઓ સમર્પિત કરી. ગચ્છનાયકનાં સ્મારકે
૨૫૩૯. અંચલગચ્છને ચરમ પદનાયકનાં સ્મારક માટે એમના વિદ્વાન શિષ્ય ક્ષમાનંદજી (ખેતશી ભાઈ)એ સુંદર પ્રયાસો કર્યા છે. એમણે સ્થાપેલી સાર્વજનિક શૈક્ષણિક સંસ્થાઓ આ પ્રમાણે છેઃ (૧) ગુજરાત રાજ્ય સરકારના સહયોગથી ભુજપુરમાં “શ્રી અંચલગચ્છાધિપતિ શ્રીમદ્ જિનેન્દ્રસાગરસૂરીશ્વરજી હાઈસ્કુલ” (૨) ભુજપુર ગ્રામપંચાયતના સહયોગથી ત્યાં “શ્રી અંચલગચ્છાધિપતિ શ્રીમદ્ જિનેન્દ્રસાગર સુરીશ્વરજી મહિલા બાલ કલ્યાણ કેન્દ્ર” (૩) કચ્છી દશા ઓશવાળ જૈન સમાજના સહયોગથી ધુલીઆમાં “ શ્રી અંચલગચ્છાધિપતિ શ્રીમદ્દ જિનેન્દ્રસાગરસૂરીશ્વરજી શ્રી કચ્છી દશા ઓશવાળ જૈન વિદ્યાથી ગ્રહ.”
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com