________________
૫૭૮
અંચલગરછ દિગ્દર્શન જીવન જોઈ રાજી થયા અને ગાદી લાયક વારસ તેઓ થશે એ લાગણીથી હરખાયો. અહીં ખાસ પંડિત રેકી ત્રણ વર્ષ સુધી વ્યાકરણ, કાચકોશ, છંદ શાસ્ત્ર અને ન્યાયદર્શનનું અધ્યયન કર્યું. જૂનાગઢના ડો. ત્રિભુવનદાસે અને રાજચંદ્રજીએ જેસિંઘભાઈને અભ્યાસ જોઈ ખુશ થઈ સમર્થ જૈન શાસ્ત્રી પાસે અભ્યાસ કરાવવા ગુસ્સે ભલામણ કરી. આથી આત્મારામજી મહારાજે તૈયાર કરેલા નૈયાયિક જૈન પંડિત અમીચંદજી પંજાબી પાસે સટીક આગમ ગ્રંથે, પ્રાચીન તેમજ નવ્ય ન્યાય અને જૈન શ્રતને ઉચ્ચ અભ્યાસ કરાવ્યો. સત્તર વર્ષના બાળકની સૌએ પ્રશંસા કરી. તે વખતે મુંબઈ પધારેલા મોહનલાલજી મહારાજે જેસિંઘભાઈને આત્મારામજી પછીના વિદ્વાન કહ્યા! આ અરસામાં તેઓ અનેક વિષયોને અભ્યાસ કરી ગયા. વ્યાકરણ ગ્રંથમાં ચંદ્રિકા અને સિદ્ધાંત કૌમુદી, નિષેધ અને કાદમ્બરી પર્વતના કાવ્ય ગ્રંથે, સમ્મતિતક પર્યત જૈન ન્યાય ગ્રંથો તથા અલંકાર ગ્રંથ, અને અમરકેશ વિગેરે શબ્દ શાસ્ત્ર તેમણે અવગત કર્યા. જેન દ્રવ્યાનુયોગમાં સારી પ્રગતિ સાધી, સિદ્ધહેમને અષ્ટમ અધ્યાય કંઠસ્થ કર્યો. બધા આગમ મૂળ ટીકા–ચૂર્ણિ સહિત જોઈ ગયા. શાસ્ત્રીય સંગીતને અભ્યાસ પણ કર્યો.
૨૫૩૦. એ અરસામાં ભીમજી શામજીએ સં. ૧૯૪૮ ના માગશરમાં મુંબઈથી કેશરીઆઇનો સંધ કાઢ્યો. તેમાં વિવેકસાગરસૂરિ પણ પધારેલા. વળતાં તેમને ઝામરાની બીમારી થઈ સાડત્રીસ વર્ષની નાની વયમાં તેઓ જીવલેણ બીમારીમાં ઘેરાઈ ગયા. શિષ્ય ભાગ્યસાગરજીએ તથા જેસિંઘભાઈએ એમની સારી સારવાર કરી. પણ તેઓ માંદગીના બિછાનેથી ઉઠે એવું ન લાગ્યું. યતિવર્ગ અને સંઘ સમક્ષ ગાદી વારસને પ્રશ્ન રજૂ થયો. સૌએ જેસિંઘભાઈની લાયકાતનો સ્વીકાર કર્યો. જેસિંધભાઈએ સ્પષ્ટ કહ્યું કે
ગાદીએ તે મોટાભાઈ ભાગ્યસાગરજી શોભે. પરંતુ ગુરુની આજ્ઞા સામે તેમણે પિતાને નમ્ર મત રજ કર્યો કે- બાપુ! આપણાં શાસ્ત્રોમાં ત્યાગ કહ્યો છે તે કેમ સાધી શકાય ? આ ત્યાગ વિષે આપે મને ઘણું ઘણું સમજાવ્યું છે. મારા પિતાશ્રી કલ્યાણજીભાઈએ લીધી તેવી સંવિપક્ષીય દીક્ષા મને અપાવો અને ગાદી મોટાભાઈ ભાગ્યસાગરજીને સોંપાય એવી આજ્ઞા ફરમાવો. દીક્ષા લેવી એ તો મારી પણ મનોકામના છે, પણ ગાદીને આ બોજો–આ જવાબદારી ઉઠાવવી એ તો આપ સરખા સમર્થ પુરુષસિંહનું કામ છે. મુજ બાળકનું એ ગજું નહિ, આમાં હું તો ગદાઈ જ જાઉં !'
૨૫૩૧. ગુરુદેવે જનક વિદેહીને દાખલે આપી ધર્મરાજા તરીકેની જવાબદારી ઉઠાવવા પ્રેમભરી વાણીમાં સમજાવ્યું, જેને જેસિંઘભાઈએ લાંબી રકઝક પછી સ્વીકાર કર્યો અને સં. ૧૯૪૮ના મહા વદિ ૧૧ ના દિને પ્રવજિત થઈ તેઓ જિનેન્દ્રસાગરજી બન્યા. અંતિમ ઘડીએ ગુરુએ એમની પાસેથી ગાદી સ્વીકારવાનું વચન લઈ સં. ૧૯૪૮ ના ફાગણ સુદી ૩ ને બુધવારે દેહ છોડ્યો. એમની વિદાયથી જિને દ્રસાગરજીને ભારે દુઃખ થયું. આવી અવસ્થામાં ગાદી સ્વીકારવાને પ્રશ્ન દૂર ઠેલાતો ગયો. આખરે પાંચ મહિને શ્રાવણ સુદી ૧૦ ના દિને તેમને અંચલગચ્છની ગાદીએ બિરાજમાન કરવાને પાટ મહેસવ થઈ શક્યો. મુંબઈમાં એ મહોત્સવ અપૂર્વ રીતે ઉજવાયો. તમામ ગચ્છના ખાસ પ્રતિનિધિઓ, યતિઓ, શ્રીપૂજો, અનેક ગામો અને પ્રદેશના સંઘે વિગેરે તે પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. તે જમાનાના મુંબઈને દશા ઓશવાળ મહાજનની જાહેરજલાલી અને ગાદીના દરજજાને શોભે તે શાનદાર મહોત્સવ કરી સંઘે જિનેન્દ્રસાગરસૂરિને અંચલગચ્છાધિપતિ અભિયુક્ત કર્યા. હવે એમના પર ધાર્મિક નેતૃત્વની વિશાળ જવાબદારીઓ આવી પડી. ૨૫૩૨. કવિ પાનાચંદે ગહુલીમાં એ પ્રસંગ વિશે આ પ્રમાણે નોંધ કરી છે –
ગામ ગોધરા ગુણવંત ગાયા રે, વિસા ઓસવાલ મુજ મન ભાયા રે; શા કલ્યાણજી કુલ આયા રે, ભાત લાલબાઈ ન જાયા. ૬
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com