________________
શ્રી જિનેન્દ્રસાગરસૂરિ
૨૫૨૫. કચ્છ ગોધરામાં વિશા ઓશવાળ જ્ઞાતીય છે. ગોત્રીય શા. કલ્યાણજી જીવરાજનાં ઘેર તેમની પત્ની લાછલબાઈની કુખે સં. ૧૯૨૯ના કાર્તિક સુદિ ૭ના દિને એમને જન્મ થયો. એમનું મૂળ નામ જેસિંઘભાઈ આખું કુટુંબ ધર્મપરાયણ હેઈને તે બાળવયમાં ધર્મ સંસ્કારોથી પિવાયા. એમના પિતા કલ્યાણજીભાઈ ભાગવતી દીક્ષાના અભિલાષી બન્યા. નાનાં બાળકને દીક્ષા આપવાની પ્રવૃત્તિ તે સમયમાં ન હતી, છતાં પોતાનું સંતાન સન્માર્ગગામી બને એ જેવા તેઓ સચિંતા હતા. પાયચંદગચછીય કુશળચંદ્રજી મહારાજ પાસે સલાહ માગતાં, તેમણે બાળકને ગચ્છનાયક વિવેકસાગરસૂરિને વહેરાવી દેવા સલાહ આપી. કલ્યાણજીભાઈને એ સલાહ ગમી, પણ પિતાના એકના એક મુલાધારને શ્રીપૂજ્યજીને વહોરાવી દેવા બાળકનાં માતા સહમત નહિ થાય એમ સમજી તેઓ અબડાસાની પંચતીથીની યાત્રા કરવા બાળકને લઈને નીકળ્યા.
૨૫૩૬. જખી બિરાજતા વિવેકસાગરસૂરિ પાસે પહોંચી પિતાની મનભાવના વ્યક્ત કરી. સરિએ જેસિંઘભાઈનાં સામુદ્રિક લક્ષણો જોઈ પિતાના ગાદીવારસ થવાની યોગ્યતાવાળા જાણે સંધની સમ્મતિપૂર્વક તેમને પિતાના શિષ્ય તરીકે સ્વીકારી લીધા. માતા લાક્લબાઈ તથા મામા ખીમરાજભાઈ આથી નારાજ થઈને મહારાવ પાસે ધા નાખવા ભૂજ ગયા. પરંતુ ભૂજના નગરશેઠની સમજાવટથી તેઓ જખૌ આવી પુત્રને મળ્યા. સૂરિજી અને સંધની સમજાવટથી અને બાળકની ખુશીથી છેવટે તેમણે વાત પડતી મૂકી. એ પછી કલ્યાણચંદજીભાઈએ કુશળચંદજી પાસે ભાગવતી દીક્ષા લીધી અને તેમનું નામ કલ્યાણચંદજી પાડવામાં આવ્યું. ત્રણ વર્ષને દીક્ષા પર્યાય પાળી સં. ૧૯૩૯માં તેઓ સ્વર્ગે સંચર્યા.
૨૫૨૭. જેસિંઘભાઈને ગુજરાતી અને ધાર્મિક અભ્યાસ કરાવવા વિદ્વાન યતિને સેંયા. તેમજ સૂરિજીએ જાતે પણ અભ્યાસ કરાવ્યો. સં. ૧૯૩૯ નું ચાતુર્માસ જામનગરમાં કર્યું. ત્યારે ત્યાં કુશળચંદછના અનુયાયી ભ્રાતૃચંદજી મહારાજ, જેઓ પણ ત્યાં ચાતુર્માસ હતા. તેમણે બાળકને ધાર્મિક તેમજ સંસ્કૃત ભણાવવાનું માથે લીધું. બ્રાતૃચંદજી પાસે શાસ્ત્રી હતા તેમને પણ જેસિંધભાઈએ સારી લાભ ઉઠાવ્યો.
૫૨૮. જામનગરના મહારાજા જામ વિભાજી ગચ્છનાયકનાં વ્યાખ્યાને સાંભળવા કે એમનાં દર્શને આવતા ત્યારે બાળક જેસિંઘભાઈ પ્રત્યે વિશિષ્ટ સ્નેહ દર્શાવતા. બાળકના સદ્દગુણોની તેઓ ભારે પ્રશંસા કરતા. પંચ મહાવ્રત સ્વીકાર્યા પહેલાં જ બાળકની નિઃસ્પૃહતા સૌનું ધ્યાન ખેંચતી.
૨૫૨૯. ગુરુનું સં. ૧૯૪૦ નું ચાતુર્માસ કચ્છી દશા ઓશવાળ મહાજનની વિનતિથી મુંબઈ થયું. મુંબઈને સંઘ જેસિંધભાઈની ગુરુભક્તિ, અધ્યયનવૃત્તિ, વિનયપરાયણતા, નિસ્પૃહતા અને સંસ્કારમય
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com