________________
૫૭૬
અંચલગચ્છ કિશન જેના હસ્તલિખિત ગ્રંથે માટે રૂમ બંધાવી આપેલ જેના ઉપર એમનાં નામની આરસની તક્તી એડવામાં આવી. હીરછશેઠના પુત્ર હીરચંદશેઠે (જન્મ સને ૧૯૨૦ ) ઈ. સ. ૧૯૪૭ માં યોજાયેલા જ્ઞાતિ સંમેલન, જેના તેઓ સ્વાગત પ્રમુખ હતા, તે વખતે રૂ. ૨૧૦૦૦ શિક્ષણ પ્રચારક સમિતિ ટ્રસ્ટને અર્પણ કર્યા. આમ ખેતશીશેઠના વંશજોએ પણ એમના પગલે પગલે ચાલીને સખાવતોને પ્રવાહ અખંડિત રાખ્યો. ખેતશીશેઠની પ્રગટ સખાવતને આંકડે રૂા. ૨૫૦૦૦૦૦)થી પણ વધારે થાય છે. !!+
૨૫૧૩. ઈ. સ. ૧૯૧૭માં કલકત્તામાં મળેલ જેને “વેતાંબર કેન્ફરન્સના અગિયારમા અધિવેશન પ્રસંગે ખેતશીશેઠની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી, તથા હીરજી શેઠને મંત્રી તરીકે ચૂંટવામાં આવ્યા હતા. કોન્ફરન્સના તેઓ સૌ પ્રથમ કચ્છી પ્રમુખ હતા. આ પ્રસંગની યાદગીરીમાં તેમણે મોટી સખાવતે કરી. તેમનાં ભાષણને વર્તમાનપત્રોએ ખૂબ પ્રસિદ્ધિ આપી હતી. વેપારી કુનેહ અને ઉદાર સખાવતના કારણે સરકાર તરફથી તેમને જસ્ટીસ ઓફ ધી પીસને ઈદકા ૫ એનાયત થયો હતો.
૨૫૧૪. હીરછશેઠે જાપાન અને યુરોપની અનેક સફર ખેડી હતી. તેમને રાજા-મહારાજાઓ સાથે ઘનિષ્ઠ સંબંધ હતો. પાલણપુરના નવાબ તાલેમહમદખાન, વડોદરાના કુંવર જયસિંહરાવ, પોરબંદરના રાણા નટવરસિંહજી અને લીંબડીના યુવરાજ દિગ્વિજયસિંહજી સાથે તેમને કુટુંબ જેવો સંબંધ હતો. તા. ૧૬-૭-૧૯૨૦ ના દિને પેરીસમાં એમનું અચાનક મૃત્યુ થતાં ખેતશીશેઠને ભારે આઘાત લાગેલો. લીંબડી નરેશ તેમને લીંબડી તેડી ગયા. પરંતુ એકના એક વહાલસોયા પુત્રના અવસાનના શોકમાં તા. ૨૩–૩-૧૯૨૨ ના દિને એમનું અવસાન થયું. એમનાં સ્વર્ગગમન બાદ શેઠાણી વીરબાઈ એ શેકનિવારણ પ્રસંગે સમસ્ત જ્ઞાતિને આમંત્રણ આપીને મુંબઈથી પૂનાનો સંઘ કાયો હતો.
૨૫૧૫. ખેતશીશેની મહાનતા માટે એક જ પ્રસંગ નેંધવો બસ થશે. કોઈ સરકારી સંસ્થામાં રૂપીઆ સવા બે લાખનું દાન તેઓ આપે તો સરકાર તેમની કદર કરે એવું પ્રલોભનયુક્ત સૂચન તેમને કરવામાં આવતાં તેમણે સાફ સંભળાવી દીધેલું કે “સરકાર કરતાં ભારે પ્રભુ મારી કદર કરે એ હું વધુ પસંદ કરું છું ?” એમ કહી તેમણે કોઈ મોટો ઈલકાબ મેળવવા કરતાં ગરીબની દુવા મેળવવાનું જ પસંદ કર્યું. દુષ્કાળગ્રસ્ત વિસ્તારોની જાતે મુલાકાત લઈ અનાજ અને કપડાં આપી તેમણે અનેક જીવને ઉગાર્યા અને જગડુશાહ જેવી ચિર કીતિ પ્રાપ્ત કરી. આમ તેઓ “સર ” ને બદલે લોકોના શિરતાજ બની ગયા !! આ કેમ્બ્રિજ શ્રેષ્ઠીનાં કાર્યોએ અનેકને રોમાંચિત કર્યા છે અને અનેકની આંખોમાંથી હર્ષાશ્રુઓ વહાવ્યાં છે !! ધર્મકાર્યો અને પ્રતિષ્ઠા
૨૫૧૬. સાંધાણના પરબત લાધાએ સં. ૧૯૩૨ ના કાર્તિક સુદી ૧૩ ને ગુરુવારે વિવેકસાગરસૂરિના ઉપદેશથી કેશરીઆઇને સંઘ કાઢો. માંડવી, મુંદરા, ભદ્રાવતી, રાધનપુર, શંખેશ્વર, ચાણસ્મા વિગેરેની
+ ખેતશીશેઠના પૂર્વજે પણ એવા જ દરિયાવ દીલના હતા. કચ્છમાં આવા લેકને ધુલ્હારાજા કહેતા. આ પરથી તેઓ ધુલ્લા ઓડકથી ઓળખાયા. મૂળ તેઓ લેડાયા ઓડકના કહેવાય. સર વશનજીના પુત્ર મેઘજી સાથે હેમરાજશેઠની પુત્રી લક્ષ્મીનાં લગ્ન થતાં લોડાયા અને ધુલ્લા વચ્ચે લગ્ન સંબંધો બંધાયા. ધુંલા-દુલ્લામાંથી કેટલાક દૌલત કહેવાયા. તેઓ ઉદયપુરના સૂર્યવંશી રાણના વંશજો હેવાનાં પ્રમાણે સાંપડે છે. સો વર્ષ પહેલાંના મૂર્તિ લેખમાં “લેડાયા–ધુલ્લા માત્ર નોંધાયેલ છે, તે વિશે પ્રસંગોપાત ઉલ્લેખ થઈ ગયો છે. જુઓઃ જેઠાભાઈ દેવજી નાગડાકૃત કડી દશા ઓશવાળ જૈન જ્ઞાતિનો ઇતિહાસ.”
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com