________________
મા વિવેકસાગરસૂરિ
પ૭૫ યાત્રા કરી માગશર સુદી ૧૦ ના દિને કેશરીઆઇને ભેટયા. ગચ્છનાયક ઉપરાંત દેવસાગર શિ. સ્વરૂપસાગર વિગેરે પણ સંઘમાં હતા. સં. ૧૯૩૪માં સંઘપતિએ તથા એમને બંધુ ગોવિંદજીએ સાંધાણુમાં શ્રી વીર જિનાલય તથા શ્રી પદ્મપ્રભુ જિનાલ બંધાવ્યાં.
૨૫૧૭. સુથરીના વેરશી પાસુ પીરે માંડવીમાં સં. ૧૯૩૪ માં શ્રી અજિતનાથ જિનાલયનું ખાત મુર્ત કર્યું. સં. ૧૯૩૬ માં તેમના પુત્ર ઠાકરશીએ તેની પ્રતિષ્ઠા કરાવી. સુથરીની ધર્મશાળામાં પણ એમને હિસે હતે.
૨૫૧૮. મોટી ઉનડોઠમાં સંઘે શ્રી ધર્મનાથ જિનાલય બંધાવીને સં. ૧૯૩૮ ના શાખ સુદી ૧૧ ને શુક્રવારે વિવેકસાગરસૂરિની અધ્યક્ષતામાં પ્રતિષ્ઠા કરાવી. પ્રતિષ્ઠાનાં વર્ણન માટે જુઓ સ્વરૂપસાગર કત “ધર્મનાથ સ્તવન'.
૨૫૧૯. સં. ૧૯૪૦ ના વૈશાખ સુદી ને સેમવારે નલીઆના ત્રીકમજ આસારીઆ બોનાના વંશજોએ શત્રુંજયમાં કેશવજી નાયકની ટ્રકમાં પુંડરિક જિનાલય બંધાવ્યું. તેની શિલા-પ્રશતિમાં શ્રેષ્ઠીને વંશવૃક્ષ છે. ડો. બુલરે “એપિઝાકિયા ઈન્ડિકા” પુસ્તક ૨ માં એને સાર આપે છે. મુનિ ખેતશીએ પ્રતિષ્ઠા કરાવી. જુઓ-અં. લેખસંગ્રહ, નં. ૩૮૦.
૨૫૦. સં. ૧૯૪૮ ના માગશર સુદી ૧૧ ને શુક્રવારે દંડ દામજી નરશી કેશવજીએ પાલીતાણામાં વિવેકસાગરસૂરિ અને ભાગ્યસાગરજીના ઉપદેશથી જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી, જુઓ–અં. લેખસંગ્રહ નં. ૩૮૨. એજ દિવસે તેરાના દંડ રતનશી પેથરાજની વિધવા રતનબાઈએ તેમજ મંજલના લોડાયા
કરશી જેવતની વિધવા સોનબાઈએ ગચ્છનાયકના ઉપદેશથી જિનબિંબ ભરાવ્યાં, ભાગ્યસાગરજીએ પ્રતિષ્ઠા કરી.
૨પરા. સં. ૧૯૪૮ ના માગશર માસમાં સાએરાને ભીમજી શામજીએ કેશરીઆઇને સંધ કાઢયો તથા ત્યાં ધર્મશાળા બંધાવી. સંઘમાં ગચ્છનાયક ઉપસ્થિત રહેલા. સંવપતિએ સાએરાનાં જિનાલયમાં પણ ઘણી દ્રવ્ય સહાય કરેલી. આરીખાણના કરશી શામજી જીવરાજે તથા જખૌના કરમશી પાંચારીઆએ પણ કેશરીઆઇના સ કાઢ્યા - ૨૫૨૨. નવીનારમાં સં. ૧૯૩૨ માં તેજશી નથુ ભૂજવાલાએ શ્રી શાંતિનાથ જિનાલય બંધાવ્યું. સં. ૧૯૩૭માં વઢી–મોડકુબાવાડીમાં સંઘે અને મોટા રતડીઆમાં રતનશી રણશીએ અનુક્રમે શ્રી સુમતિનાથ અને શ્રી વાસુપૂજ્ય જિનાલય બંધાવ્યાં. સુજાપુરમાં વર્ધમાન ગોવિંદજીએ સં. ૧૯૩૮ માં શ્રી અજિતનાથ જિનાલય બંધાવ્યું, જેને શ્રી અનંતનાથ ટ્રસ્ટે જીર્ણોદ્ધાર કરાવ્યો. સં. ૧૯૪૦માં નાના રતડીઆમાં સંઘે શ્રી સંભવનાથ જિનાલય, સં. ૧૯૩૮ માં મંજલ રેલડીઆમાં શ્રી આદિનાથ જિનાલય તથા એજ વર્ષે ભૂવડમાં શ્રી અનંતનાથ જિનાલય બંધાવ્યાં.
૨૫૨૩. ફરાદીમાં સં. ૧૯૪૨ માં તથા દુર્ગાપુર નવાવાસમાં સં. ૧૯૪૪ માં સંઘે શ્રી શાંતિનાથ જિનાલ બંધાવ્યાં. આરીખાણામાં કરશી શામજી જીવરાજે સં. ૧૯૪૫ માં શ્રી રાવલા પાશ્વનાથ જિનાલય, તુંબડીમાં સંઘે સં. ૧૯૪૬ માં શ્રી નેમિનાથ જિનાલય તથા ગુંદીઆળીમાં હીરજી ઘેલા ડોસાણીએ શ્રી શાંતિનાથ જિનાલય બંધાવ્યાં. સં. ૧૯૪૮ માં આ પ્રમાણે જિનાલય બંધાયાં : વાંકીમાં શ્રી પાર્થપ્રભુનું, દેસલપુરમાં શ્રી શાંતિનાથનું, વીણમાં શ્રી:આદિનાથનું, મેરાઉમાં શ્રી વાસુપૂજ્યનું, રાપર
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com