________________
૫૭૨
અચલગચ્છ દિગ્દર્શન - ૨૫૦૨. ખેતશીશેઠ સ્વબળે આગળ આવ્યા હતા. તેઓ સરળ, સાહસિક, ધાર્મિકવૃત્તિના તેમજ ભદ્રિક સ્વભાવના હતા. રૂના વ્યવસાયમાં તેઓ ખૂબ જ્ઞાન અને નિપુણતા ધરાવતા હતા. એમના હરીફ પણ એમના ગુણોની પ્રશંસા કરતા થાકતા નહીં. ગુજરાત, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, ખાનદેશ, વરાડ, કર્ણાટક મોગલાઈ બંગાળ વિગેરેમાં એમની પેઢીઓ ધમધોકાર વ્યાપાર કરતી થઈ. વ્યાપાર-પટુતાથી તેઓ બેન્ક ઓફ ઈન્ડિયા લી; બોએ સેફ ડીપોઝીટ લી; જયુપીટર સ્વદેશી સ્ટોર્સ લી; ન્યુ સ્ટોક એક્ષચેઈજ અને બોએ કોટન એક્ષચેઈન્જના ડીરેકટર તેમજ મૂળ સ્થાપકોમાંના એક હતા. તેઓ કરોડ રૂપીઆ કમાયા અને એવી જ રીતે વિવિધ ક્ષેત્રે છૂટે હાથે સખાવતને ઘધ વહેવડાવ્યો.
૨૫૦૩. સં. ૧૯૫૬ માં કચ્છ-હાલારમાં દુષ્કાળ પડેલો જેને લોકે “છપનિયાના કાળ” તરીકે ઓળખાવે છે. તે વખતે તેમણે પંદર પાંજરાપોળોને મદદ કરી હતી તેમજ ખેતશશેઠે અને હેમરાજશેઠે જાતે કચ્છ આવીને લેકોને અનાજ, કાપડ વિગેરેની મદદ કરી. સુથરીમાં એમણે અનસત્ર ખોલ્યું. એ વખતે ત્યાં સર વશનજી, જેઠાભાઈ દામજી મેગજીએ સુથરીમાં તથા લાલજી શામજીએ નલીઆમાં સસ્તા અનાજની દુકાને પણ ખોલેલી. ખેતશીશેઠે હાલારમાં પિતાના સ્નેહી ગોવિંદભાઈને મોકલી છ માસ ચાલે તેટલું અનાજ-કાપડ વહેચ્યું. હાલારમાં કઈ એવો શ્રીમંત નહોતે જે આ કાર્ય કરી શકે. ટોકરશી કાનજીએ એક માસ ચાલે તેટલું અનાજ વહેચેલું, પરંતુ જો ખેતશીશેઠે રાહત કાર્ય ન ઉપાડયું હેત તો શું થાત તે કહેવું મુશ્કેલ છે. દલતું ગીનાં જિનાલયની પ્રતિષ્ઠા વખતે હાલારના મહાજને એક (ઠરાવમાં એમની પ્રશંસા કરી અને એમને જગડૂણા કહ્યા ! ! દુષ્કાળ દરમિયાન શેઠે સર્વ મળી બાર લાખ રૂપીઆની સખાવત કરી, ગુપ્ત દાન પણ ઘણું કર્યું. લેક એમનાં આ કાર્યને કદાપિ ભૂલશે નહીં. હેમરાજશેઠે પણ દુષ્કાળ પ્રસંગે રૂપીઆ લાખની સખાવત કરેલી.
૨૫૦૪. એ વખતે દશા ઓશવાળ જ્ઞાતિ કોર્ટ કચેરીઓમાં બરબાદ થઈ ગઈ હતી.કેની પાછળ મુંબઈની મહાજનવાડી હાથમાંથી જવાની અણી ઉપર હતી. માત્ર કરાડ કેસમાં જ રૂા. ૨૦૦૦ ૦)નો ખર્ચ થયો
માથી રૂપીઆ છઉં તેર હજારનું કરજ ચૂકવીને તેમણે જ્ઞાતિને કરજમુક્ત કરી. સર પુરશોત્તમદાસ ઠાકોરદાસની અધ્યક્ષતામાં તા. ૧૯-૧૨-૧૯૧૭ ના દિને એમને આ કાર્ય માટે માનપત્ર આપવામાં આવ્યું. તે પ્રસંગે યુરોપિયનેએ પણ હાજરી આપેલી. એમને ફેટો પણ મહાજનવાડીમાં મૂક્વામાં આવ્યું. માનપત્રની ખુશાલીમાં ખેતશીશેઠે રૂા. ૧૦૧૦૦૧) નિરાશ્રિત ફંડમાં, તથા રૂા. ૨૫૦૦૦) અન્ય સંસ્થાઓને આપ્યા. એમના લઘુબંધુ હેમરાજશેઠે રૂા. ૨૧૦૦૦) નિરાશ્રિત કુંડમાં, તથા રૂા. ૬૦૦ ૦) નલિયા બાલાશ્રમને ભેટ આપ્યા. એમના ભત્રીજા વિશનજી તથા શિવજી સેજપાળે રૂા. ૫૦૦૦) નિરાશ્રિત ફંડમાં, રૂા. ૧૦૦૦) બાળાશ્રમ અને બોર્ડિગમાં ભેટ આપ્યા. આ પ્રસંગની યાદગીરીમાં ફતેહચંદ રાવળ નામના મુલતાની ગૃહસ્થે ખેતશી ખીંઅશી જૈન ધાર્મિક સ્કોલરશીપ માટે રૂ. ૨૦૦૦) પાઠશાળાને અર્પણ કરેલ.
૨૫૦૫. જ્ઞાતિ તરફથી જેઠાભાઈ નરશી કેશવજીએ ખેતશીશેઠને પાઘડી તથા શાલ એનાયત કર્યા. ત્યારથી તેઓ મહાજનના પ્રમુખ તરીકે વર્ષો સુધી હતા. એમને ફોટો પણ મહાજનવાડીમાં મૂકવામાં આવ્યો. જ્ઞાતિ પ્રત્યેની એમની સેવાઓ મોટી હોઈને તેઓ “જ્ઞાતિભૂષણ” કહેવાતા.
૨૫૬. સુથરીમાં સાધુ-સાધ્વીઓનાં ઘણાં ચોમાસાં કરાવ્યાં, વંદનાથી સંધોની ભક્તિ કરી, દીક્ષેત્સો કર્યા, ધાર્મિક ગ્રંથે છપાવ્યાં તથા જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી. ત્યાંના જિનાલયની હીરા• મોતીની આંગી કરાવી. પૂલ, ચબૂતરો, ઈસ્પીતાલનું મકાન ચણવી આપ્યાં. પ્રતિવર્ષ . ૨૫૦૦) ખરચીને દવાખાનું ચલાવતા. ત્યાં પાંજરાપોળની ચાલ પણ બંધાવી. ત્યાંનાં જિનાલયનું સાધારણ ખાતું ૪૨૦૦૦ કેરીનાં દેવામાં હતું તે દેવું ચૂકવી દીધું. એમનાં નાનાં મોટાં કાર્યોની યાદી પણ વિસ્તૃત બને તેમ છે,
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com