________________
૫૦
અંચલ વિજય
જન્મ આપ્યો. ખેતબાઈનાં મૃત્યુ બાદ હરભમ નરશી નાથાની પુત્રી રતનબાઈ સાથે એમનું બીજું લગ્ન થયું. તેમણે મેઘજી અને લક્ષ્મીને જન્મ આપે. રતનબાઈ પણ મૃત્યુ પામતાં એમનું તૃતીય લગ્ન ઠાકરશી પસાઈઆની પુત્રી વાલબાઈ સાથે થયું, જેમણે બંકિમચંદ્રને જન્મ આપ્યો. પં. લાલન અને શિવજી દેવશી જેવા વિદ્વાનોએ એમનાં કુટુંબમાં શિક્ષણ અને સંસ્કારોનું સિંચન કર્યું.
૨૪૯૩. વસનજીભાઈની સખાવતને આરંભ બાલ્યવયથી જ થયેલું. સં. ૧૯૩૩માં તેમનાં માતા અને દાદીમાનાં ઉજમણામાં તેમણે ખૂબ ખર્ચ કર્યો. સં. ૧૯૩૪ માં રતનશી દામજીના ભાગમાં રૂપિયા ૧૦૦૦૦) ને ખર્ચે સાએરામાં શ્રી આદિનાથ જિનાલય બંધાવ્યું અને તેની પ્રતિષ્ઠામાં રૂ. ૫૦૦૦) પર્યા. સં. ૧૯૫૨ માં જ્ઞાતિબંધુઓની ગરીબાઈમાં ભાગ લેવા દોઢ વર્ષ સુધી એાછા ભાવે અનાજની દુકાન કરી રૂ. ૫૦૦ ની ખોટ સહન કરી. આ કાર્યથી તેઓ ખૂબ પ્રશંસા પામ્યા. મુંબઈમાં મરકીને ઉપદ્રવ થતાં બંદર ઉપર ચિકિત્સાલય ત્રણ વર્ષ સુધી ચલાવી. રૂ. ૪૦૦૦૦ ખર્ચા. છપ્પનીઆના ભયંકર દુષ્કાળ વખતે પિતાનાં વતન સુથરીમાં ઓછા ભાવે અનાજની દુકાન કરી. રૂ. ૧૫૦૦૦ નો ખર્ચ ગરીબો માટે કર્યો. બારસીમાં સ. ૧૯૪૮ માં શ્રી આદિનાથ જિનાલય કર્યું. આકેલાનાં શ્રી આદિનાથ હ્નિાલયમાં પણ એમનો ફાળો મુખ્ય હતા. સં. ૧૯૫૮ માં તેની પ્રતિષ્ઠા થઈ. સુથરીમાં સગત પત્ની એનાં નામથી ખેતબાઈ જૈન પાઠશાળા અને રતનબાઈ જૈન કન્યાશાળા સ્થાપી. પત્ની વાલબાઈનાં નામથી આશાપુરમાં જૈન પાઠશાળા સ્થાપી. સુથરીમાં વેરશી પાસુ પીર અને બીજાના ભાગમાં સાર્વજનિક ધમર શાળા પણ બંધાવી.
૨૪૯૪. એમનાં કેપગી કાર્યોની કદર રૂપે સરકારે એમને સં. ૧૫રમાં જે. પી. અને સં. ૧૯૫૫ માં રાવસાહેબને ઈલકાબ આપ્યો. તેમજ સં. ૧૯૬૪ માં તેમને એનરરી મેજીસ્ટ્રેટ નિયુક્ત કર્યા. સં. ૧૯૬૭ માં રૉયલ ઈન્સ્ટીટયુટ ઓફ સાયન્સને રૂા. ૨૨૫૦૦ ની નાદર રકમ અર્પણ કરી પિતાની સખાવતોમાં કલગી ઉમેરી. તે જ વરસે વિલાયત જઈ શહેનશાહના દરબારમાં હાજર રહેવાનું માન તેઓ પામ્યા. સરકાર તરફથી તા. ૨૦-૧૨-૧૯૧૧ માં નાઈટહુડનો ખિતાબ મળે. વિલાયતથી વતનમાં પધાછેલ્લા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલું, પરંતુ તેમણે પગે ચાલી સૌ પ્રથમ શ્રી અનંતનાથ જિનાલયમાં દર્શને પધારી વિનમ્રતા દર્શાવી.
૨૪૫. એમની સેવા અનેકવિધ હોઈને તે વિશે અહીં વિસ્તાર થઈ શકે એમ નથી. નરશી નાથા ચેરીટી ફંડ, કુમદા જિનાલ્ય, પાલીતાણામાં વીરબાઈ પાઠશાળા તથા પિતાનાં નામથી અંકિત જેત બોર્ડિંગ, મુંબઈની પાંજરાપોળ, શ્રી અનંતનાથ ટ્રસ્ટ, કચ્છની જૈન શાળાઓ, જે વિદ્યા પ્રસારક વર્ગ, પાલીતાણા, માંગરોળ જૈન સભા, ખોજ રીડીંગ રૂમ ઇત્યાદિ અનેક સંસ્થાઓમાં એમણે સેવાઓ આપેલી. એ સંસ્થાઓના સ્થાપક, ટ્રસ્ટી, આજીવન સભ્ય કે સક્રિય કાર્યકર તરીકે તેમણે સુંદર કાર્ય કર્યું. સર વશનજીના વિદ્યા પ્રેમનું જવલંત પ્રતીક રોયલ ઈન્સ્ટીટયુટ ઓફ સાયન્સની લાયબ્રેરી છે, જે એમનાં નાયથી ચાલે છે.
૨૪૯૬. એમની જ્ઞાતિમાં સંપનું વાતાવરણ સર્જવા એમણે ભારે પ્રયાસ કરેલા. મહાજનના અગ્રણી તરીકે સર વશનજીએ એ સંસ્થાનો ઉચ્ચ દરજજો જાળવવા વિશેષ રસ લીધો. અનેક રોકાણ છતાં સામાજિક પ્રવૃત્તિઓમાં તેઓ ઓતપ્રોત બની પિતાનું જીવન પ્રેરક બનાવ્યું. તેઓ કેટલા લોકપ્રિય હતા તેની સાક્ષી એમને મળેલાં માનપત્રો અને એમના સ્વાગત માટે યોજાયેલા મેળાવડાઓ જ પૂરશે.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com