________________
=- -
-
અચલગચ્છ દિ દશન અપમાન આપી કેઈને ઉપયોગમાં પણ ન આવે એવી રીતે છાના રાખી મૂકવા કરતાં બીજું વધારે રૂડું કામ કોઈ પણ જણાતું નથી. મારા વિચાર પ્રમાણે તો જે તે પ્રકારે ગ્રંથ છપાવીને પ્રસિદ્ધ કરવા જોઈએ, જેથી અનેક ભવ્ય છે જ્ઞાનને પામે અને જ્ઞાનની વૃદ્ધિ થાય કેમકે એક વખત છપાઈ ગયેલો ગ્રંથ હમેશ કાયમ રહે છે, તેને ઘણું કાલ સુધી વિચ્છેદ થતો નથી, કારણ કે જે ગ્રંથોની ઘણી પ્રતો પ્રસિદ્ધ થઈ હોય, તે બધી ઘણા કાળ સુધી નાશ થાય નહીં. તેમ છતાં જે અલ્પ બુદ્ધિવાળા, અવિચારીઓ એ કૃત્યને ધિક્કાર કરે છે, તેઓ મૂર્ખ, જ્ઞાનના ધેરી અને અજ્ઞાની જાણવા. એવા મનુષ્યોની કાંઈ પણ પરવા ન કરતાં મેં આ મેટું પુસ્તક છાપવાને આરંભ કરીને તેને પહેલે ભાગ સમાપ્ત કર્યો છે, અને બાકીના ત્રણ ભાગ પણ જ્ઞાનીની કૃપાથી કઈ વિન ન પડતાં સમાપ્ત થાઓ તથાસ્તુ.”
૨૪૮૩. “આ છપાવવામાં શેઠ કેશવજી નાયકે મુખ્યપણે અને રાવબહાદુર લક્ષ્મીપતિસિંહજીએ તથા અન્ય સહાયતા આપી હતી. ને આં. મુનિ મહિમાસાગરે અને વિવેકસાગરસૂરિએ તથા સુરતના મુનિ હુકમચંદ, શાંતિસાગરજીએ, વિજયધરણંદ્રસૂરિએ ઉત્તેજના આપી આશ્રય અપાવ્યો હતો.”
૨૪૮૪. “ભીમશીએ ૧૯૩૩ના પિષમાં અને ૧૯૩૪ના પિષમાં પ્રકરણ રત્નાકર બીજો અને ત્રીજો ભાગ અનુક્રમે “નિર્ણયસાગર”માં જ છપાવી પ્રસિદ્ધ કર્યા. તેને ભાગ સં. ૧૯૩૭ માં પ્રગટ કર્યો પણ તે પહેલાં પાંડવચરિત્રને બાલાવબોધ, સાથે પ્રતિક્રમણુસૂત્ર, વિવિધ પૂજા સંગ્રહ, સમ્યકત્વમૂલ બાર વતની ટીપ તથા રાય ધનપતિસિંહજી તરફથી સૂયગડાંગ સૂત્ર મૂલ તથા દીપિકા અને રબા સહિત છપાવી નાખ્યાં. પુસ્તક છપાવવામાં જ્ઞાનની આશાતના થાય છે એ જાતને વિચાર સાધુ અને શ્રાવકના મોટા સમૂહમાં પ્રવર્તાતે હતો તેવા કાળે છપાવવાની પહેલ કરવી એ સાહસ હતું; છતાં તેમ કરવામાં પોતાને નમ્રભાવ અને પિતાને ઉચ્ચ ઉદ્દેશ પિને નીચેના જે રૂપમાં પ્રકટ કર્યો તે ધ્યાન ખેંચે તેવો છે.
૨૪૮૫. “હાલના સમયમાં ગ્રંથને જીર્ણોદ્ધાર કરવા જેવાં સાધને મલી આવે છે તેવાં આગળ કઈ વખતે પણ નહતાં. પહેલાં પ્રથમ પ્રેથેન જીર્ણોદ્ધાર તાલપત્ર ઉપર થયેલો દેખાય છે, ને ત્યાર પછી કાગળ ઉપર થયો છે, તે અદ્યાપિ સિદ્ધ છે. પરંતુ તે હસ્તક્રિયા વિના યંત્રાદિકની સહાયતાથી થયેલ નથી. ને હાલ તે મુદ્રાયંત્રની અતિ ઉત્કૃષ્ટ સહાયતા મળી આવે છે, તેને ઉપયોગ કરવાનું મૂકી દઈને આળસ કરી બેસી રહેશું તે ગ્રંથો કેમ કાયમ રહેશે ? હાલ વિદ્યાભ્યાસ કરીને નવા નવા ગ્રંથની રચના કરવી તો એક કોરે રહી, પણ છતી શક્તિએ પુરાતન ગ્રંથની રક્ષા કરવાનો યત્ન નહીં કરશું તો આપણે જ જ્ઞાનના વિરોધી ઠરશું. કેમકે જે જેની રક્ષા કરે નહીં તે તેને વિરોધી અથવા અહિતકર હેય છે, એ સાધારણ નિયમ આપણું ઉપર લાગુ પડશે,
૨૪૮૬. “શ્રાવક ભાઈઓ, પુરાતન પ્રથાને કર્ણોદ્ધાર થી તે પ્રનું અવલોકન થશે, દયાસ વિના કેટલાક વિદ્યાભ્યાસ થશે, રસ ઉત્પન્ન થઈને જ્ઞાન સંપાદન કરવાની અંતઃકરણમાં ઉત્કંઠા થશે. શુદ્ધ ધર્મ ઉપર પ્રતિ વધશે, અભિરુચિ એટલે પુનઃ પુનઃ જ્ઞાન મેળવવાની ઈચ્છા થશે, અને ઉદ્યોગ પ્રમખ સર્વ જ્ઞાનનાં સાધને તે સહજ પ્રાપ્ત થશે. ઉદ્યોગ એ સર્વ પદાર્થો મેળવવાનું અથવા વૃદ્ધિ કરવાનું મુખ્ય સાધન છે; પરંતુ અમસ્તા ઉદ્યમથી જે કાંઈ થઈ શકતું નથી. તેની સાથે દ્રવ્યની પણ સહાયતા જોઈએ છે. દ્રવ્ય જે છે તે સર્વોપયોગી પદાર્થ છે. માટે દ્રવ્યવાન પુરુષોએ અવશ્ય એ કામ ઉપર લક્ષ દેવું જોઈએ. કેમકે તેઓની એ ફરજ છે કે જેમ બને તેમ જ્ઞાનની વૃદ્ધિ કરવી જોઈએ. તે આ પ્રમાણે -સારા સારા પંડિતની મારફતે પ્રાચીન ગ્રંથ સુધારી લખાવી અથવા છપાવીને પ્રસિદ્ધ કરવા. તેને ભાવિક લેકને અભ્યાસ કરાવવો, ઈત્યાદિક શાસ્ત્રોમાં કહ્યા પ્રમાણે સર્વ પ્રકારે જ્ઞાનની
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com