________________
આ વિવેક્સાગરસૂરિ
પહ “હેમાપંથની વાત કરનાર કેવા પામર છે, કેવા અજ્ઞાની અને કેવા બાલિશ છે તે સમજાતું નથી. નથી હેમરાજભાઈનું ચરિત્ર, નથી તેમનાં બાળપણની વિગતે, નથી તેમની નોંધપોથી, નથી તેમનાં જીવનની વિગતે, નથી નાનકડો ફોટો, નથી કોઈ મૂતિ, નથી કોઈ સ્મારક, નથી કોઈ સમાધિ. હેમાપંથ સ્થાપનાર તે આવાં ઘણાં ઘણાં ધતિંગ કરીને જગતને આંજી શકત. તે તે સાચા જ્ઞાની હતા. પ્રતિકા કે કીતિના પૂજારી નહોતા. સાચા કર્મવીર હતા. પુસ્તકનાં પાનાંમાં પ્રકાશવા કરતાં હજારોનાં હૃદયમાં તેઓ પ્રકાશતા હતા. તેથી જ તેઓ ક્રાંતિકારી અને સાચા શાંતિકારી હતા.” જૈન શ્રત પ્રસારક શ્રાવક ભીમશી માણેક
૨૪૮૦. દશા ઓશવાળ, મંજલ રેલડીના વતની ભીમશી માણેકે જૈન શ્રુત પ્રસારક તરીકે અજોડ કીતિ પ્રાપ્ત કરી છે. તેઓ માત્ર સાહિત્ય પ્રકાશક જ નહોતા, વિવિધ શાસ્ત્રોના સારા અભ્યાસી પણ હતા. પોતાની કારકિર્દીની શરુઆત તેમણે વ્યવસાય કરેલી. માલશી શિવજીની પેઢીમાં તેઓ ભાગીદાર હતા. એ પેઢી ખાટમાં જતાં તેમણે કુંવરજી ભીમશીનાં નામે વ્યાપાર શરુ કર્યો. તેમાં પણ ખોટ આવતાં તેમણે ગ્રંથ-પ્રકાશક તરીકેની કારકિર્દીને પ્રારંભ કર્યો.
૨૪૮૧. તેમણે સં. ૧૯૨૧માં મુંદ્રાના કેશવજી નામના શ્રાવકને પ્રાચીન હસ્તલિખિત ગ્રંથો ખરીદવા પૂર્વ પ્રદેશમાં મોકલ્યો. કેશવજી ગુજરાત, મારવાડ, કાશી વિગેરે પ્રદેશે કરીને રૂા. ૧૦૦૦૦ ના ગ્રંથ ખરીદી એક વર્ષે પાછો આવ્યો. એ બધા ગ્રંથોનું અધ્યયન કરી ભીમશી માણેકે તે પ્રકાશિત કરવાની યોજના ઘડી. કેશવજી નાયકને સાથ મળતાં તેઓ મંથ પ્રકાશનનાં કાર્યમાં સફળ થયા. મોહનલાલ દલીચંદ દેશાઈએ “જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ” પ્રક. ૩ માં ભીમશી માણેકનાં કાર્યો વિશે મનનીય લેખ રજૂ કર્યો છે, જેનું અવતરણ ઉદધૃત કરવું પ્રાપ્ત થાય છે.
૨૪૮૨. “તાડપત્ર પછી લૂગડા પર ને કાગળ પર હાથેથી લખવાની કળા અઢારમા શતક સુધી કાયમ રહી. ઓગણીસમી સદીમાં શિલાછાપને પ્રચાર થતાં તેમાં થોડાં રાસ-ચોપ–પૂજા આદિ છપાયાં. પછી વીસમી સદીમાં મુદ્રણકલાને વિશેષ આવિષ્કાર થયો ને તે કલાને આશ્રય લઈ ધર્મપુસ્તકો છપાવવામાં પહેલ કરનાર કચ્છી બંધુ શા ભીમશી માણેક હતા. તેમણે એક લાખ રૂપિઆના ખર્ચે “પ્રકરણ રનાકર” ચાર ભાગમાં છાપવાની એજના કરી. તેને પ્રથમ ભાગ સં. ૧૯૩૨ જેઠ સુદ ૨ ગુરુવારે “નિર્ણયસાગર” નામનાં મુંબઈના પ્રસિદ્ધ મુકાયંત્રમાં છપાવી પ્રસિદ્ધ કર્યો. પ્રસ્તાવનામાં એ પણ જણાવ્યું કે “એવા વખતમાં (કાલાંતરે લખવાની મહેનતને લીધે ગ્રંથ લખવાને વ્યાપાર ઓછો થવા લાગે તે સમયમાં) વર્તમાન કાલાબિત યુક્તિપૂર્વક જ્ઞાનરક્ષા અથવા વૃદ્ધિનાં જે જે સાધન હોય, તેઓનું ગ્રહણ કરીને તેના ઉપયોગ વડે એ શુભ કરવામાં કોઈ પણ પ્રમાદ કરવો નહીં. ચાલતા સમયમાં જ્ઞાનવૃદ્ધિનું સર્વોત્કૃષ્ટ સાધન મુદ્રાયંત્રકલા છે. એ કલાનો મૂલ પાયો છે કે યુરોપ દેશમાં અન્ય ધમ. ઓના હાથથી પડ્યો છે, તો પણ તે સર્વ લોકોને અતિ ઉપયોગી હોવાથી તેને તિરસ્કાર ન કરતાં, સર્વ જ્ઞાનની વૃદ્ધિની ઇચ્છા કરનારા મનુએ અંગીકાર કરવો જોઈએ. હરેક સર્વોપગી વસ્તુની ઉત્પત્તિ ગમે ત્યાં થઈ હોય તો પણ તેને નિષ્પક્ષપાતથી ગ્રહણ કરી લેવી એ નીતિ છે. માટે પુસ્તક મુક્તિ કરવાની અતિ ઉત્કૃષ્ટ અને સહુથી સહેલી રીતને ન ગ્રહણ કરવાને લીધે જ્ઞાનની ન્યૂનતારૂપ મહા હાની કરી લેવી નહીં. પણ જેમ બને તેમ જ્ઞાનની વૃદ્ધિનાં સાધનોને ઉપયોગમાં આણીને તે ઉદ્યોગને આરંભ કરવો, તેમાં કાંઈ દોષ નથી પણ મોટો પુણ્યાનુબંધી પુણ્ય છે. કેમકે સૂમ દષ્ટિએ વિચાર કરીએ તો એથી જ્ઞાનને વિનય થાય છે, કારણ કે મોટા શ્રમથી પરોપકાર બુદ્ધિથી પૂર્વાચાર્યોએ જે ગ્રંથે કરેલા છે, તેને
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com