________________
વિવેકસાગરસૂરિ
પપ સામાજિક અને ધાર્મિક હિત અથડામણમાં આવ્યાં. જસ્ટીસ સ્કોટે તા. ૨૭-૬-૧૮૮૪ માં કેસનો ફેંસલો કર્યો તેમાં એ વિશે વિશદ્ છણાવટ કરી.
૨૪૭૧. સં. ૧૯૫૦ માં મુંબઈની હાઈ કોર્ટમાં બ્રાહ્મણોને હક્ક સંબંધક કેસ લડાયો. મુંબઈમાં કરછી દશા ઓશવાળ જ્ઞાતિની મહાજનવાડીમાં બ્રાહ્મણોને જમણવારોનો હક આપવો જોઈએ નહીં એમ વાદીઓનું મંતવ્ય હતું. પ્રતિવાદીઓએ જણાવ્યું કે બ્રાહ્મણે નાતને પ્રાચીન કાળથી વળગેલા છે. તેમને નાતના ભાગ તરીકે ગણવામાં આવ્યા છે. તેઓ હક્ક તરીકે જમણવારમાં હાજર રહેતા. આ બ્રાહ્મણ જન્મથી મૃત્યુ સુધીની અનેક ક્રિયાઓ કરતા હોઈને નાતને જરૂરના છે. જ્ઞાતિના અગ્રેસરો અભેચંદ રાઘવજી અને ઘેલાભાઈ પદમશી એ વિચારના હતા. તેમની વિરૂદ્ધ નરશી કેશવજી અને કુંવરજી જીવરાજ હોઈને આ કેસ ઘણી ઉગ્રતાથી લડાય. એક જ જ્ઞાતિના આગેવાને સામે સામે હાઈને જ્ઞાતિમાં કડવાશ ખૂબ જ વધી ગઈ. ખટાઉ હીરજી, ફકીરચંદ પ્રેમચંદ વિગેરે અન્ય જ્ઞાતિના આગેવાનોએ પણ પોતાની જુબાની આપી. મહીમાસાગર શિ. નયસાગરે પણ શાસ્ત્રના પૂરાવાઓ રજૂ કર્યા. તા. ૩૧-૫-૧૮૯૫ માં કેસને ફેંસલે થયે અને હુકમનામું વાદીઓની તરફેણમાં આવ્યું. એ પછી મહાજનવાડીમાં બ્રાહ્મણોને જમાડવાને હક અમાન્ય થયો. પ્રાચીન પ્રણાલિકાને આથી સમયેચિત અંત આવ્યો.
- ૨૪૭૨. દેવકરણ મુલજી તથા દેવશી દયાલચંદે વડી અદાલતમાં એફીડેવીટ કરી કે દશા તથા વિશા ઓશવાળ જૈન સંઘમાં નથી. આ અપમાનસૂચક બાબતના પ્રતિકારરૂપે બને જ્ઞાતિએ મળીને નક્કી કર્યું કે જ્યાં સુધી એને સંતોષકારક નિવેડો ન આવે ત્યાં સુધી ટીપમાં કાંઈ ભરવું નહીં. જે અગાઉ રકમ ભરી હોય અને ચૂદ્દી ન હોય તો તે પણ આપવી નહીં. (ઠરાવ તા. ૧-૧-૧૯૨૫).
૨૪૭૩. શ્રી અનંતનાથ ટ્રસ્ટના સાધારણ ખાતા પર બોજો વધતાં દેરાસરનાં નાણાં ઉછીના લઈ ખાદ્ય પૂરવામાં આવી. રકમ રૂ. ૫૦૦૦) થી ઉપર જતાં પ્રશ્ન વિકટ બને. મુંબઈની વરિષ્ઠ અદાલતે ચુકાદો આપતાં જણાવ્યું કે મજકુર મિલકત ખરીદવામાં આવી ત્યારથી જ તે સાધારણ ખાતાની હતી. એને વિદ્યમાં લઈ જવાની જરૂર નહોતી પણ વચગાળામાં એવું બન્યું હોય. તેથી સાધારણ દ્રવ્યમાં તેને લઈ જતાં રોકી શકાય નહીં, એટલું જ નહીં પણ એ જ યોગ્ય માર્ગ છે. દેવદ્રવ્ય કે તેની આવકને સાધારણ દ્રવ્યમાં પલટાવવાને અહીં પ્રશ્ન જ નથી. વસ્તુ : જે મિલકત સાધારણમાંથી ખરીદાય છે અને જેની આવકનો ઉપયોગ પણ સાધારણ દ્રવ્ય તરીકે જ થયેલે તેને એનાં મૂળ સ્વરૂપમાં આણવાને આ પ્રશ્ન હતો. છતાં આ પ્રકને વિવાદનું સ્વરૂપ ધયું. દેવદ્રવ્યને દુરૂપયોગ ન થયો જોઈએએને મર્યાદાપૂર્વક ઉપયોગ થવો જોઈએ, એ બધું સમજાય છે. પણ જેની ઉપર વચગાળાના સમયમાં દેવદ્રવ્યની છાપ પડી હોય તેને કાયમી ગણવાના આગ્રહને અદાલતે નિરર્થક ગણ્યો. ચૂકાદામાં ન્યાયમૂર્તિ બ્લેન્ડને એ પ્રશ્ન વિગતવાર કરે છે. ખરી રીતે આવા બધા પ્રશ્નો તટસ્થભાવે સંઘહિતની દષ્ટિએ જ ચર્ચાવા જોઈએ અને એક અદાલતી નિર્ણય જેટલી સંભાળથી તેનો નિર્ણય થવો જોઈએ. આવા મહત્વના પ્રશ્નો અભિનિવેશ કે આગ્રહાતિશયથી ખરડાય તો એ સમાજનું દુર્દેવ જ ગણાય! (“જેન” તા. ૩-૯-૧૯૪૪) કરછમાં સદારામ પ્રવૃત્તિને ઉદય
૨૪૭૪. આ અરસામાં સદાગમ પ્રવૃત્તિને ઉદય છે. તેના પ્રણેતા હતા હેમરાજભાઈ. એમના પ્રયાસોને પરિણામે શતાબ્દી પહેલાં કચ્છમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિનાં વહેણ વહેતાં થયાં. સં. ૧૮૯૨ ની ગુરુપૂર્ણિમાના દિવસે વિશા ઓશવાળ ભીમશીભાઈનાં પત્ની ઉમાબાઈની કુખે એમને કોડાયમાં જ સ. એમનાં લગ્ન રાજબાઈ સાથે થયાં. એમનો તેજશી નામે પુત્ર થો.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com