________________
અચલગરછ દિગ્દર્શન ૨૪૭૫. કચ્છમાં તે વખતે કેળવણું કે સાંસ્કૃતિક પ્રવૃત્તિ માટે વ્યાસપીઠ નહોતું. આ કાર્યની પૂર્તિ એમણે તેમના બંધુ હંસરાજભાઈ દેવજી લખમણ, માલશી ભોજરાજના સહકારથી કરી. સદાગમ પ્રવૃત્તિના ભાગરૂપે તેમણે સં. ૧૯૨૭ ના જેઠ સુદી ૪ ને મંગળવારે અવઠંભશાળાની યોજના ઘડી. સ. ૧૮૨૮ માં શાળાની શરૂઆત થઈ હેમરાજભાઈ એ વિશે નોંધે છે કે– સં. ૧૮૨૮ ના વર્ષે મિતિ ભાદરવા વદ ૪ દિને વિચાર કરીને એક મહાન અવતંભ કર્યું છે, જે હરકેઈ આત્માથી પુરુષ નિપંક્ષી યોગ્ય જીવન હોય તે અત્ર આવીને શાળામાં બેસીને એકાંત આત્મસાધન કરે, જ્ઞાન શીખવાને ઉદ્યમ કરે...”
૨૪૭૬. સં. ૧૯૨૮ ના વૈશાખ સુદ ૧૦ ને બુધવારે શ્રી વીરપ્રભુનાં જિનાલયની યોજના તેમણે વિચારી. મિત્રોનો સાથ મળતાં તે સાકાર થઈ. સં. ૧૯૩૦ ના ફાગણ વદિ ૭ ને મંગળવારે હેમરાજભાઈએ સદાગમ પ્રવૃત્તિને પ્રારંભ કર્યો. આ પ્રવૃત્તિનો મુખ્ય ઉદેશ એ હતો કે મુમુક્ષુઓ કુટુંબની જેમ સાથે હળી મળીને જ્ઞાન-ધ્યાન-ચિંતન કરી શકે, નિવૃત જીવન જીવી આત્મસાધના કરી શકે.
૨૪૭૭. જૈન ધર્મના બહુમૂલ્ય ગ્રંથ લુપ્તપ્રાયઃ થતા જતા જોઈને તેમજ વિદ્યાની ઓટ થતી જાણુને હેમરાજભાઈએ એ દિશામાં પ્રયત્નો કરવાનું પણ વિચાર્યું. તેઓ જણાવે છે ત્યાં પહેલે પ્રયત્ન એ કરવાને છે કે એક મોટી જૈન પાઠશાળા સ્થાપવી જેની અંદર એક સર્વ શાસ્ત્ર શિખવી શકે એવો પંડિત રાખો; અને બીજો પ્રયત્ન એ કરવાને છે કે વર્તમાન કાળમાં જે સૂત્ર, પંચાગી, પ્રકરણ, ચરિત્ર વિગેરે શાસ્ત્રો વર્તે છે તે બધા એકત્ર સંગ્રહ કરી મોટો જ્ઞાનભંડાર કરાવે. સં. ૧૯૩૨ માં જ્ઞાનભંડાર માટે ફન્ડ એકત્રિત કરી વિશાળ પાયા પર ભંડાર તૈયાર કરાવ્યો. એમના ભગીરથ પ્રયાસના ફળસ્વરૂપે એ ભંડાર સમૃદ્ધ થયો. જેસલમેર, પાટણ, ખંભા , લીંબડી પછી કેડાયના ભંડારનું સ્થાન છે. આ ભંડારને લીધે જ કેડાયનું નામ વિત્સમાજમાં સવિશેષ જાણીતું થયું. સં. ૧૯૩૫ માં તથા સં. ૧૯૪૧ ના શ્રાવણ વદિ ૧૧ ને રવિવારે ઉક્ત સંસ્થાઓના વિકાસ માટે નાણાંની ટહેલ નાખી, જે સમાજે ઝીલી લીધી. સારી રકમ પ્રાપ્ત થતાં અનેક ગ્રંથ લિપિબદ્ધ કરી શકાયા. કોડાયની પાંજરાપોળ માટે પણ એમણે પ્રયાસો કર્યા. એ પછી સમગ્ર કચ્છમાં સદાગમ પ્રવૃત્તિની અસર ફેલાઈ વળી.
૨૪૭૮. હેમરાજભાઈ સં. ૧૯૪૪ના આપવાઢ વદિ ૬ ના દિને વડોદરામાં મૃત્યુ પામ્યા. એમનાં પત્ની રાજબાઈ પણ એ પછી ટૂંકમાં વિદાય થયાં. સદાગમ પ્રવૃતિમાં એમને ફાળો નામને નહોતો. સં. ૧૯૫ માં તેમણે બે હજાર કેરી સંસ્થાને ચરણે ધરેલી.
૨૪૩૯. કચ્છની અંધકારરૂપ સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં હેમરાજભાઈએ જ્ઞાનના દીવડાઓ પ્રકટાવ્યા. તેઓ કછ માટે મોટો વારસો મૂકી ગયા છે. અહીં આવવા તેમણે અનેક જ્ઞાન-પિપાસુઓને આકર્ષી છે. એમણે ઉપાડેલી પ્રવૃતિઓ સમગ્ર કચ્છ પર અસર જમાવી હોઈને, કેટલાક એ સહી શક્યા નહીં. કેટલાકે એમને શાસનદ્રોહી પણ કહ્યા. જ્ઞાન પ્રસારનું કાર્ય શ્રમણો જ કરી શકે એ વિધાન નૂતન વિચારધારાને અમાન્ય હેઈને એ બધો વિરોધ સમય જતાં આપોઆપ શમી ગયો. બીજું, સદારામ પ્રવૃતિથી ઘડાયેલા અને કે પોતાનાં કાર્ય તેમજ વ્યક્તિત્વથી સમાજમાં એવું તો આદરણીય સ્થાન મેળવી લીધું કે એ પ્રવૃત્તિનું મૂલ્ય સમજવામાં લોકોને કોઈનું સાંભળવાની જરૂર ન રહી. કોડાયમાં પોતાનાં વ્યક્તિત્વનું ઘડતર કરી ગયેલાં રત્નોમાં માલશી ભેજરાજ, દેવજી લખમણુ, શિવજી દેવશી, રાણબાઈ હીરજી, પાનબાઈ ઠાકરશી માટે જુઓ–કચ્છ કેડાયની કલ્પ લતા.” એ ગ્રંથમાં શિવજીભાઈએ “કોડાયમાં જે જાય તે હેમાપંથી થાય, એવી જાણે-અજાણે થયેલા વિરોધીઓની ઉક્તિને આ પ્રમાણે જવાબ વાળ્યો છે.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com