________________
આંચલગચ્છ દિગ્દર્શન હાઈકોર્ટમાં કેસ લડાયો. આ જ્ઞાતિઓ અનુક્રમે જૈન અને મહેશ્વરી-હિન્દુ ધર્મ પાળતી, છતાં અને વચ્ચે સામાજિક સંબંધો ચાલુ હતા. સં. ૧૮૭૧ માં તેમની વચ્ચે કેટલીક સમજૂતિઓ પણ થયેલી. કરાડ જ્ઞાતિ મોટી જ્ઞાતિ સાથે હળીમળીને રહેતી. જ્યારે એ જ્ઞાતિએ દશાઓની સામાજિક મિલકતોમાં હક્કો માગ્યા ત્યારે તેમની વચ્ચે ઘર્ષણ થયું. કેસમાં કરાડજ્ઞાતિના આગેવાને પ્રેમજી લધા, લખમશી રવજી, લખમશી શિવજી વાદી હતા. પ્રતિવાદી તરીકે દશા જ્ઞાતિના અગ્રેસર હરભમ નરશી નાથા, માડણ તેજશી, ત્રીકમજી વેલજી, કેશવજી નાયક, ઘેલાભાઈ પદમશી, વર્ધમાન પુનશી, પન્નામલ રતનશી, નાગશી સેદે અને ચત્રભૂજ આશારીઆ હતા. આ કેસ પાછળ રૂ. ૨૦૦૦નું પાણી થયું.
૨૪૬૮. બીજે જ વર્ષે એટલે કે ૧૬ મી ડીસેમ્બર ૧૮૯૦ માં ઘરમેળે સમાધાન કરીને કેસ પાછો ખેચી લેવામાં આવ્યો. ગચ્છનાયક રત્નસાગરસૂરિના ઉપદેશથી કરાડ જ્ઞાતિએ જેનધર્મ સ્વીકારતાં તેને દશા જ્ઞાતિમાં ભેળવી દેવામાં આવી અને એ રીતે ઝગડાને યથેચિત અંત આવ્યો.
૨૪૬૯. નાગર વાણિઓની બાબતમાં ઉપર્યુક્ત બાબતથી ભિન્ન પરિણામ આવ્યું. જૈન મહાજનની ૮૪ જ્ઞાતિઓમાં નાગર પણ એક જ્ઞાતિ હતી, મેરૂતુંગરિએ અનેક નાગરોને જૈનધન બનાવ્યા હતા એ વિશે આગળ સપ્રમાણુ ઉલ્લેખ કરી ગયા છીએ. અંચલગચ્છની જેમ અન્ય ગચ્છો પણ નાગરોના પ્રતિબોધકે હતા. પરંતુ કાલક્રમે જૈન નાગરોની સંખ્યા ઘટતી ગઈ. વલ્લભ સંપ્રદાયની અસરથી જેન નાગરો મોટી સંખ્યામાં ધર્મપરિવર્તન કરી ગયા. છેલ્લે વડનગરમાં સં. ૧૯૩૦-૪૦ માં આ જ્ઞાતિના માત્ર ૨૦-૩૦ કુટુંબો જ રહ્યાં. આ સ્થિતિમાં વૈષ્ણવ નાગરોએ એમને સંભળાવી દીધું કે કંઠી નહીં 'બધો તે કન્યાની લેવડ–દેવડ બંધ થશે. જેન નાગરોએ આથી અમદાવાદના સંઘને વિનતિ કરી કે તેમને "જૈન જ્ઞાતિ સાથે ભેળવી દેવામાં નહીં આવે તે ધર્મત્યાગ કરવાની ફરજ પડશે. અમદાવાદના સંઘમાં
આ પ્રશ્ન ખૂબ ચર્ચા. જૈન હોવા છતાં સંઘે જ્ઞાતિ બંધનને વધુ વજન આપ્યું અને પરિણામે જેને નાગરોએ પરાધીન દશામાં કંઠી બાંધી. એ પછી સદા માટે નાગર જૈન સંધમાંથી નીકળી ગયા.
૨૪૭૦. સં. ૧૯૩૭ માં મુંબઈની કેટેમાં શ્રી અનંતનાથ જિનાલયના વહીવટ સંબંધમાં કેસ લડાયો. વાદીઓ ઠાકરશી દેવરાજ, ભારમલ રતનશી, આસપાલ મુલજી, હીરજી હંસરાજ અને નાગશી લધા હતા. પ્રતિવાદીઓ હરભમ નરશી, કેશવજી નાયક, ઘેલાભાઈ પદમશી, કુંવરજી જીવરાજ, ઉમરશી વેલજી અને મેગજી જેઠા હતા. વાદીઓ અને પ્રતિવાદીઓ એકજ જ્ઞાતિના હતા. વાદીઓએ ટ્રસ્ટનાં નાણાંને ઉપયોગ અંગત કાર્યોમાં કર્યો હોવાનું પ્રતિવાદીઓ પર આરોપ મૂક્યો અને પરિણામે અનેક તઓ પ્રસિદ્ધિમાં આવ્યાં તેમજ અનેક એકરાર થયા. જ્ઞાતિના અગ્રેસર હરભમ નરશી નાથાએ બચાવમાં જણાવ્યું કે-“કેશવજી નાયક, ઘેલાભાઈ પદમશી, અને મજકૂર ત્રીકમજી વેલજી અને જીવરાજ રતનશીએ આ પ્રતિવાદી તથા તેના ભાગીઓ પાસેથી રૂા. ૨૪૮૨૬૩-૩-૬ અગર તેને કઈ પણ ભાગ વસૂલ ન કર્યો તેમાં તેઓએ કંઈ દગો કર્યો નથી. આ પ્રતિવાદી ધારે છે કે મજકૂર પ્રતિવાદી કેશવજી નાયક અને ઘેલાભાઈ પદમશી અને મજફર ત્રીકમજી વેલજી અને જીવરાજ રતનશીએ આ પ્રતિવાદી તથા તેના ભાગીઆ સામે તેનાં નાણાં વસૂલ કરવાને સારું કંઈ કાયદેસર ઈલાજ ન લીધા. તે કામ તેઓએ નાતની મરજી પ્રમાણે કર્યું છે. કેમકે આ પ્રતિવાદીના વડવા મજકૂર નરશી નાથાને અને પાછળ થનારને આ નાત મોટી આબરૂ અને માનતા સાથે જોતી હતી. કારણ કે મજકુર નરશી નાથાએ નાતની માટી સેવા બજાવી હતી અને તેથી નાતની મરજી હતી કે આ પ્રતિવાદી તથા તેના ભાગીઆ પર તેમની પડતી દશામાં કંઈ પણ કાયદેસર ઈલાજ લેવા નહીં.' (તા. ૨૬-૧-૧૮૮૨). આ કેસમાં અપ્રત્યક્ષ રીતે
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com