________________
૨૭.
શ્રી વિવેક્સાગરસૂરિ
૨૫૮. ક૭ અંતર્ગત નાના આસંબીઆના વિશા ઓશવાળ શાહ ટેકરીની ભાય કુંતાબાઈની સં. ૧૯૧૧ માં એમને જન્મ થયે. એમનું પૂર્વાશ્રમનું નામ વેલજી હતું. શૈશવમાં જ રત્નસાગરસૂરિ પાસે રહી જૈન શ્રતને અભ્યાસ કર્યો. સં. ૧૯૨૮ ના શ્રાવણ સુદી 2 ના દિને સુથરીમાં ગુરુનાં કાળધર્મ બાદ ત્યાં દીક્ષિત થયા, માંડવીના સંઘની વિનંતિથી ત્યાં ચાતુર્માસ રહ્યા અને કાર્તિક વદિ ૫ને શનિવારે આચાર્ય તેમજ સ્કેશ પદ પામ્યા. જુઓ :
કચ્છ દેશ સેહામ, લઘુ આસંબીઓ મન જાણ; ગેત્ર દેવયા દીપતા, કુલ વૃદ્ધ ઊશ વંશ વખાણ ટોકરશી સુત ભતા, જનની કુંતાબાઈ માત; વંશવિભૂષણ જાણીએ, નામ વિકસિધુ વિખ્યાત. માંડવી બંદર મનહર, શ્રી સંઘને અતિ ઘણે હારઃ સંધ ચતુર્વિધ મલો કરી, કરે પાટ મહોત્સવ સાર. સંવત ગણીશ અઠવસે, કાર્તિક વદિ પાંચમ ધાર; આચારજ પદ પામીઆ, તિહાં શોભે શુભ શનિવાર.
(ગહેલી સંગ્રહ, નં. ૧૨). ૨૪૫૯. જર્મન વિદ્વાન . જનેસ કવાટે વિવેકસાગરસૂરિની વિદ્યમાનતામાં પદાવલી લખી ઈને, તેમણે એમને વિશે માત્ર સંક્ષિપ્ત ઉલ્લેખ જ કર્યો. જુઓ
73 Viveksagarasuri, the present suri. Inscr. Samvat 1940, ib; his portrait in the beginning of Vidhipaksha Pratikr; Bombay, Samvat, 1945, 1889.
૧૪. ગચ્છનાયકને સિદ્ધગિરિની વાત્રા કરવાની ઈચ્છા થતાં વિશાળ યતિસમુદાય તેમની સાથે પધાર્યો, જેમાં સ્વરૂપચંદ્ર તથા તેમના શિષ્યો પણ હતા. યાત્રા કરી સૌ પાવાગઢ ગયા. મહાકાલી દેવીની ભક્તિ કરી સૌ મુંબઈ ગયા. ત્યાં એમનું શાનદાર સામૈયું થયું. શ્રી અનંતનાથ જિનાલયના ઉપાશ્રયમાં તેઓ બિરાજ્યા. સંઘે તેમની ભાવથી ભક્તિ કરી. થોડા સમય બાદ યતિ સમુદાયે કચ્છ જવાની આજ્ઞા માગી. નરશી નાથાના ખર્ચે બધા માટે વહાણની વ્યવસ્થા થઈ. સં. ૧૯૨૮માં ગચ્છનાયક ત્યાં જ ચાતુર્માસ રહ્યા. એ પછી પણ તેઓ મુંબઈમાં ઘણું રહ્યા. સં. ૧૯૩૨ માં સંઘ સાથે કેશરીયાની તીર્થયાત્રા કરી,
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com