________________
શ્રી રત્નસાગરસૂરિ તેમજ અનેક લાવણીઓ અને પ્રકીર્ણ કૃતિઓ રચી. કવિ “આત્મ બત્રીશી'ની પ્રશસ્તિમાં પિતાને હંસ લધુ સુત” કહે છે.
૨૪૫૪. માણિકીસાગર શિ. ઉપા. વિનયસાગરે કેશવજી નાયકની ટ્રકોની શિલાપ્રશસ્તિઓ રચી. સં. ૧૯૨૧ ની અંજનશલાકા વખતે એમણે વિધિવિધાને કર્યો. તેઓ બહુધા મુંબઈમાં રહ્યા. નરશી નાથાનાં પુત્રવધૂ પૂરબાઈએ સં. ૧૯૧૧ના કાર્તિક સુદી ૫ ને દિને સમેતશિખર સંધ કાઢેલે તેમાં સાથે રહી માઘ વદિ ૧૧ ના દિને તીર્થયાત્રા કરી શિખરજીનું સ્તવન રચ્યું; ફાગણ વદિ ૫ ના દિને પાવાપુરીની યાત્રા કરી શ્રી વીર જિન સ્તવને રચ્યાં. કવિએ રાજગૃહી, ગૌતમ જન્મપુરી ગેબરગામ, વિપુલાચલ, રત્નગિરિ, ઉદયગિરિ, સેનગિરિ, વૈભારગિરિની યાત્રા કરી “રાજગૃહી સ્તવન' રચ્યું. શ્રી પાર્શ્વ પ્રભુનાં ચાર કલ્યાણકની ભૂમિ બનારસ, ભિલુપુરનાં પ્રાચીન મંદિર, રામઘાટના કુશલાજીનાં મંદિર, બદનીઘાટનાં શ્રી સુપાર્શ્વમંદિર, સાત કોસ દૂર શ્રી ચંદ્રપ્રભુનાં તીર્થ ચંદ્રપુરી, ત્રણ કેસ દૂર શ્રી શ્રેયાંસ ધામ સિંહપુરી વિગેરેની યાત્રા કરી “શ્રી પાર્શ્વ જિન સ્તવન” રચ્યું. કવિ જણાવે છે કે ઉક્ત ચારે તીર્થકરોનાં સેળ કલ્યાણકોની એ ભૂમિ છે. કવિએ અહીં “કી પાશ્વ જિન પદે ' તથા તક્ષશિલાની યાત્રા કરી શ્રી આદિ જિન સ્તવને પણ રચ્યાં. ભારમલ તેજશી આ સંઘમાં સાથે હતા. મુંબઈમાં કવિએ એમને અણુશણ વ્રતનાં પચ્ચખાણ આપ્યાં. કવિના શિષ્ય દેવચંદ્ર થયા, જેઓ ઉકત અંજનશલાકા પ્રસંગે ઉપસ્થિત રહેલા.
૨૪૫૫. સુગ્યાનસાગરે બેરસદનાં જિનાલયની સં. ૧૯૧૪ ની શિલાપ્રશસ્તિ લખી. એ વર્ષે તેઓ રત્નસાગરસૂરિ સાથે ત્યાંજ ચાતુર્માસ રહેલા. પં. મુક્તિવિજય, ભક્તિવિજય ગણિ પણ સાથે ચાતુર્માસ હતા. જુઓ. અં. લેખસંગ્રહ, નં. ૩૩૫. રત્નસાગરસૂરિના શિષ્ય ગુણસાગરના ઉપદેશથી વડસરમાં હરઘોર કરમશીએ સં. ૧૯૧૮ માં શ્રી પાર્શ્વજિનાલય બંધાવ્યું. મહિમાસાગર શિ. નયસાગર જૈન શ્રતના અભ્યાસી હતા. જૈન અને બ્રાહ્મણો વચ્ચે ચાલેલા કેસમાં એમણે પ્રમાણોના આધારે જુબાની આપેલી. તેઓ વૈદકના પણ જાણકાર હતા. મહિમાસાગરની પ્રેરણાથી ભીમશી માણેકે ઘણા ગ્રંથો પ્રકાશિત કર્યા. આ અરસામાં કવિ પ્રેમચંદ ગેલચંદ પણ સારા કવિ થઈ ગયા, જેમની ઘણી કૃતિઓ ઉપલબ્ધ છે.
૨૪૫૬. વિંઝાણુ પિશાળના મૂલચંદ શિ. સુમતિચંદ બાલબ્રહ્મચારી અને મંત્રવાદી હતા. એમના ચમત્કારની અનેક વાતે સંભળાય છે. મંત્રપ્રભાવથી ત્યાંના તિલાટની અસાધ્ય બીમારી દૂર કરતાં પોશાળને ૧૮ વીધાનું ખેતર ભેટ મળેલું. એમની પછેડી ધોઈને પાણી પીવાથી અનેક ફાયદા થતા એમ બધે સંભળાતું. ભૂજનાં ચાતુર્માસ બાદ ભદ્રેશ્વર યાત્રાએ જતાં માર્ગમાં વડાલામાં એમણે ચમત્કારે, બતાવેલા.
૨૪૫૭. મુક્તિસાગરસૂરિનાં આઝાવતી સાધ્વી દેવશ્રીએ સં. ૧૯૩૨-૩૩ માં અનુક્રમે સુઘરી અને નલીઆમાં ચાતુર્માસ કર્યા અને ત્યાં ભક્તિ-સભર ગરબીઓ રચી. તેમનાં શિષ્યા દવાથી થયાં. દેવશ્રી રચિત ગરબીઓ માટે જુઓ સોમચંદ ધારશી પ્રકાશિત “ પ્રતિક્રમણ સૂત્રાણિ.”
91
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com