________________
શ્રી વિવેકસાગરિ વૃદ્ધિ કરવી. એવા હેતુથી જ મેં આ ગ્રંથ છપાવવાનું કામ હાથમાં લીધું છે.” (પ્રકરણ રત્નાકર ભા. ૨. પ્રસ્તાવના).
૨૪૮૭. વિશેષમાં, છપાયેલા ગ્રંથ વિશેષ કપ્રિય બને તે માટે શાસ્ત્રી લિપિ રાખી સુંદરમાં સુંદર ટાઈપમાં, મોટા સુવાચ્ચ વર્ણોમાં, પાકા પુંઠાવાળા દળદાર આકારમાં પ્રકરણ ર નાકરના ચાર ભાગ, સૂયગડાંગ આદિ આગ પણ, જૈન કથા રત્ન કેશના કરવા ધારેલા પંદર ભાગો પૈકી આઠ ભાગ–એ સર્વ લોકો સમજી શકે તેવી ભાષામાં કરેલા અનુવાદ સહિત બહાર પાડયે ગયા. પરિણામ ધારેલું આવ્યું. બહેને પ્રચાર થયો, ધર્મશાન લેકોમાં વધતું ગયું. આ રીતે આ શ્રાવક ભાઈએ સાહિત્યકૃદ્ધિ કરી લોકપકાર કર્યો છે, કારણ કે વર્તમાન જેમાં કાંઈક પણ જાગૃતિ-ધ આપવાની શરુઆત કરનાર એમના છપાવેલા ગ્રંથ ગણી શકાય. તેઓ સં. ૧૯૪૭ ના જેઠ વદ ૫ ગુને રોજ સ્વર્ગસ્થ થયા. એ ભાઈને આયુષ્ય વિશેષ યારી આપી હોત, તે તે ખચીત જૈન કોમ ઉપર વિશેષ ઉપકાર કરી શકત. તેઓને દેહ છૂટયા પછી પણ તેમની પેઢી તરફથી યોગશાસ્ત્ર, હરિભદ્રાષ્ટકાદિ પુસ્તકો મૂળ અને અનુવાદ સહિત બહાર પડ્યાં છે. વળી તેમણે ગુજરાતી રાસ, ચોપાઈ આદિ પણ પ્રકટ કર્યા છે.'
૨૪૮૮. ભીમશી માણેકે ૩૦૦ થી અધિક ગ્રંથોનું પ્રકાશન કર્યું હતું. તેઓ કહેતા–“જ્યાં સુધી મારું શરીર વિદામાન રહેશે ત્યાં સુધી હું જૈન ગ્રંથે છાયા સિવાય બીજો કોઈ ઉદ્યોગ કરનાર નથી....: પિતાનું વચન તેમણે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી પાળ્યું! તેઓ નિઃસંતાન હતા, તેમજ એ પછી કોઈ સમર્થ સાહિત્ય—પ્રકાશક અનુગામી પણ ન પાક તે જૈન શાસનનું દુદેવ ગણાય. અંચલગચ્છ તે તમને કદિય ભલી ન શકે. ગચ્છાચાર્યો રચિત ગ્રંથ તેમજ પદાવલી તેમણે સૌ પ્રથમ પ્રકાશિત કરી ગચ્છની સાહિત્ય-પ્રવૃત્તિનો સૌને પરિચય કરાવ્યો. પાશ્ચાત્ય વિદ્વાનોને ભીમશીના ગ્રંથો દ્વારા જ અંચલગછના ઈતિહાસને બહુધા પરિચય મળેલો. સર વશનજી ત્રીકમજી નાઈટ
૨૪૮૯. જૈન સમાજમાં “સર ” નો ઈલ્કાબ મેળવનાર તેઓ પ્રથમ હતા. તદુપરાંત સમાજે એમને સખાવતે મશહુર” નાં બિરુદથી ભારે નવાજ્યા છે. જૈન સમાજને અર્વાચીન યુગને અનુરૂપ નેતૃત્વ પૂરું પાડનારા આગેવાનોમાં તેઓ મોખરે હતા. પ્રેમચંદ રાયચંદ પછી સર વશનજીએ પોતાનાં કાર્યો દ્વારા નવી દિશાઓનું સૂચન કરેલું.
૨૪૯૦. સુથરીના દશા ઓશવાળ, લોડાયા ત્રીકમજી મૂલજી દેવજીનાં પત્ની લાખબાઈની કુખે સં. ૧૯૨૨ માં ષ્ટ માસમાં એમને જન્મ મુંબઈમાં થયો હતો. કે દિવસે માતાએ સૂતિકાગ્રહમાં પ્રાણ છોડ્યો. એમના પિતામહ સં. ૧૮૯૦ માં ધંધાર્થે મુંબઈ આવેલા. કેટલેક વખત કેશવજી નાયક સાથે ભાગમાં વેપાર કરેલો. પરંતુ પાછળથી છૂટા થઈ સં. ૧૯૨૨ માં સ્વતંત્ર પેઢી શરુ કરી.
૨૪૯૧. વશનજીભાઈને બાળપણથી જ ધાર્મિક સંસ્કારો મળેલા. એમના પિતામહ ધર્મનિષ્ટ હતા. લક્ષ્મી પ્રાપ્ત થતાં સં. ૧૯૨૮ માં એમણે કેશરીઆઇને મોટો સંઘ કાઢી રૂ. ૪૦૦૦૦) ધર્મકાર્યોમાં ખર્ચેલા, દર્ભાગ્યે વશનજીભાઈના પિતા સં. ૧૯૩૦ માં તથા પિતામહ સં. ૧૯૩૨ ના કાતિક વદિ ૧૧ના દિને મૃત્યુ પામતાં વ્યાપારનો ભાર બાળ વયમાં એમના પર આવી પડયો, જે તેમણે લખમશી ગોવિંદજીનાં માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક વહ્યો.
- ૨૪૨. તેમણે સંસારની ઘટમાળના વિવિધ પ્રસંગોમાં સુખ–દુઃખનાં કંકો જોયાં. તેમનું પ્રથમ લગ્ન વાલજી વર્ધમાનનાં કુટુંબની પુત્રી ખેતબાઈ સાથે થયું. તેમણે પ્રેમાબાઈ લીલબાઈ અને શામળને
19૨,
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com