________________
શ્રી વિવેકસાગરસૂરિ
પહેરે ૨૪૯૭. સામાજિક, શૈક્ષણિક તેમજ ધાર્મિક ક્ષેત્ર ઉપરાંત વ્યાપારી પ્રવૃત્તિઓમાં પણ તેઓ અગ્રણી હતા. કોટન એક્ષચેંજ, કોટન ટેઈડ એસોસીએશન વગેરે વ્યા રી મંડળમાં તેઓ ભાગ ભજવતા. દુષ્કાળના સંકટ વખતે રૂના વ્યાપારીઓએ ઊભા કરેલા ફંડમાં એમણે સારે હિસ્સો આપ્યો હતો. મુંબઈના પ્રથમ સર દીનશા પીટીટના તેઓ ગાઢ મિત્ર હતા એ પરથી પણ સર વશનજીની પ્રતિભાના સહજ દર્શન થઈ શકે એમ છે.
૨૪૯૮. સર વશનજીની સખાવતોની યાદી વિસ્તૃત છે : રૉયલ ઈન્સ્ટીટયુટ ઑફ સાયન્સ ફે; ૨૨૫૦૦૧. પાલીતાણા જૈન બોડિગ રૂા. પ૦૦૦. કલાઈવ પ્લેગ હોસ્પીટલ રૂ. ૫૦૦૦૭. સારા જિનાલય રૂ. ૩૦૦૦૦]. જૈન વિદ્યા પ્રસારક વર્ગ, પાલીતાણું રૂા. ૧૩૦૦]. હરભમ નરશી નાથા ધર્માદા દવાખાનું રૂ. ૧૨૦૦૦). કચ્છમાં કન્યાશાળાઓ માટે રૂા. ૧૪૦૦૦). પુસ્તકેદ્ધાર ફંડ રૂ. ૧૦૦૦૦). યતિ કેળવણી ફંડ રૂ. ૭૫૦૭. કરમશી દામજી સ્કોલરશીપ માટે યુનિવર્સિટીને રૂ. ૬૦૦૭. કચ્છી દશા ઓશવાળ બોડિગ રૂા. ૫૦૦. દુષ્કાળ વખતે રૂના વેપારીઓના ફાળામાં રૂ. ૪૦૦]. જામનગરમાં આણંદા બાવા અનાથાશ્રમ રૂ. ૪૦૦૭. સર દીનશા પીટીટ સ્મારક ફંડ રૂ. ૩૦૦૦). જિનાલયોના જીર્ણોદ્ધાર માટે રૂા. ૨૦૦૦). લેડી નોર્થકેટ હિંદુ એકજ રૂ. ૧૦૦૧. તદુપરાંત સર જમશેદજી હોસ્પીટલ નસિંગ ફંડ, મેડમ વાઈલી હોસ્પીટલ ફંડ, ફરગ્યુસન કોલેજ જીર્ણોદ્ધાર ફંડ, જખમી થયેલા જાપાનીઓની સારવાર માટેના ફંડમાં સારી રકમ નોંધાવી. ગુપ્ત દાનની વિગત તો અપ્રાપ્ય જ છે. સર વસનજીની સર્વે સખાવતે રૂા. ૧૫૦૦૦૦) થીયે અધિક ગણાય છે.
૨૪૯૯. કચ્છના મહારાવ ખેંગારજીએ તથા પાલીતાણાના ઠાકોર માનસિંહજીએ સર વશનજીને ઘણું માન આપેલું. અંગ્રેજ સરકારે તો “ સર ને ઉચ્ચ ખિતાબ આપીને એમને માનના અધીકારી બનાવી દીધા પરંતુ સર વસનજીએ તો પ્રજા પ્રેમને જ સર્વોચ્ચ માન ગયું હતું. તેઓ નોંધે છે કે માણસ પર પ્રદેશમાં ગમે તેટલી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે, પરંતુ જ્યાં સુધી તે સ્વદેશમાં કે સ્વવતનમાં પિતાની ઉદારતા કે સખાવત પ્રસારે નહીં, ત્યાં સુધી તેની પ્રતિષ્ઠા પૂર્ણ કહેવાય નહીં.” “સખાવતે મશહુર” સર વસનજી તા. ૧૨-૧-૧૯૨૫ માં મૃત્યુ પામ્યા. જ્ઞાતિભૂષણ દાનવીર શેઠ ખેતશી ખીઅશી ધુલ્લા
૨૫૦૦. ધુલ્લા ખેતશી ખીંઅશીને જન્મ સં. ૧૯૧૧ માં સુથરીમાં થયો. એમના પરદાદા મોરના . દેવસુદ, નરપાર, નાથા આદિ સાત પુત્રો થયા. નરપાળના પુત્ર કરમણ અને તેમના ખીંઅશી થયા. ખી અશી ચાર પુત્રોના સ્વર્ગવાસથી ખિન્ન થઈ પ્રત્રજિત થવા તૈયાર થયા. પરંતુ ગામ તિલાટે આશ્વાસન આપીને ગૃહસ્થાશ્રમમાં રહેવા સમજાવ્યા. એ પછી એમનાં પત્ની ગંગાબાઈએ એક પુત્રી ઉપરાંત ડોસા, લવા, ખેતશી, સેજપાર અને હેમરાજને જન્મ આપે. ખેતીવાડી કરી તેઓ પિતાનું ગુજરાન ચલાવતા.
૨૫૦૧. તેર વર્ષની ઉમરે ખેતશીભાઈ ફઈ સાથે મુંબઈ આવ્યા અને માધવજી ધરમશીની રૂની પેઢીમાં નોકરી રહ્યા. પછી ખેતશી મુળજીનાં નામે પેઢી બલી પરંતુ ખોટ જતાં ભાગીદારો છૂટા થયા. ત્યાર બાદ ઈરમાં સેજપાર ખેતશીની પેઢી શરુ કરી આડતને વેપાર ચલાવ્યું. રામનારાયણ એન્ડ સન્સવાળા હરનંદરાયની મિત્રાચારીના કારણે એમને સહકાર મળતાં તેઓ પગભર થયા. પ્રથમ લગ્ન સં. ૧૯૩૨ માં વેજબાઈ સાથે અને દિતીય સં. ૧૯૩૭ માં વાંકુના હીરજી જેઠાનાં બહેન વીરબાઈ સાથે થયાં. સં. ૧૯૪જના આષાઢી પૂનમે વીરબાઈએ હીરજીને જન્મ આપે અને સં. ૧૯૪૫માં હીરજી ખેતશીનાં નામે પેઢી ખેલી રૂનો વ્યાપાર કર્યો. પુત્ર પ્રાપ્તિ બાદ તેઓ અખૂટ સંપત્તિ પામ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com