________________
૫૦
અચલગચ્છ દિન સહજમલ સુત તેજપાલે (ખંભાતના) અકબરપુરના ઉપાશ્રયમાં જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી,
એમ ખંભાતના શ્રી મુનિસુવ્રત જિનાલયની ધાતુ પ્રતિમાના લેખ દ્વારા જાણી શકાય છે. ૧૬૮૩, (૧) મહા સુદી ૧૭ ને સોમવારે શ્રીશ્રીમાલી જ્ઞાતીય, અમદાવાદના મંત્રીશ્વર ભંડારીજીના વંશમાં
છઠ્ઠી પેઢીમાં થયેલી સુશ્રાવિકા હીરબાઈએ શત્રુંજયગિરિ પર ભંડારીએ બંધાવેલા શ્રી ચંદ્રપ્રભુ જિનાલયને જીર્ણોદ્ધાર કરાવ્યો અને અનેક જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી. એ જીર્ણોદ્ધારની પ્રશસ્તિ માટે જુઓ “અંચલગચ્છીય લેખ સંગ્રહ” લેખાંક ૩૧૫. આ પ્રશસ્તિ વિશે આગળ સપ્રમાણ ઉલ્લેખ કરી ગયા છીએ. (૨) જેઠ સુદી ૬ ને ગુરુવારે, પુષ્ય નક્ષત્ર, સાંભરપુરવાસી, એસવંશીય ગોખરૂ ગોત્રીય શ્રીરાજ પુત્ર રાંટા પુત્ર શ્રીવંત પુત્ર પદ્ધસિંહે, ભાર્યા શાતાગદે, પુત્ર કીકા પુત્ર શ્રીપતિ, અમરદેવ, શ્રીપતિ
તાહિજદ પુત્ર ઉભયચંદ્રાદિ સહિત શ્રી પદ્મપ્રભ જિનબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. આ મૂર્તિ શત્રુંજયગિરિની મૂળ ટૂંકની ભમતીમાં વિદ્યમાન છે. લેખના શિરભાગ પર મોટા અક્ષરે “શ્રી અંચલગચ્છે” એમ લખ્યું છે. (૩) એજ દિવસે સા પદ્ધસિંહ કારિત પ્રતિષ્ઠા વખતે શ્રીશ્રીમાલી પરીક્ષ સેનજીએ શ્રી ચંદ્રપ્રભ બિંબ ભરાવ્યું. સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી એમ ખેડાના શ્રી ભીડભંજન પાશ્વ જિનાલયની ધાતુ પ્રતિમાના લેખ દ્વારા જાણી શકાય છે. (૪) સંભવિત રીતે એજ પ્રતિષ્ઠા વખતે લાછી શ્રીમલે શ્રી અભિનંદન જિનબિંબ ભરાવ્યું. આ પાષાણુમતિ શત્રુંજયગિરિ પર મુખ્ય ટુંકની ઉત્તર દિશા તરફની ભમતીની દેરીમાં
વિદ્યમાન છે. ૧૬૮૬. (૧) ચિત્ર સુદી ૧૫ ના દિવસે દક્ષિણ દેશમાં આવેલા દેવગિરિ નગરના રહેવાસી, શ્રીમાલી
જ્ઞાતીય, લઘુશાખીય સા. તુકછ ભાર્યા તેજલદેના પુત્ર સા. હાસુજીએ પોતાની સ્ત્રી હાસલદે, ભાઈ સા. વિષ્ણુછ ભાય વચ્છાદે, સા. દેવજી ભાર્યા દેવલદે, પુત્ર ધર્મદાસ અને ભગિની બાઈ કુંઅરી પ્રમુખ સકલ કુટુંબ સમેત સિદ્ધાચલની યાત્રા કરી અને અબદુ-આદિનાથના મંદિરના મંડપને કેટ સહિત પુનઃ ઉદ્ધાર પ્રાયઃ કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી કરાવ્યો. જીર્ણોદ્ધારની શિલાપ્રશસ્તિમાંથી ગચ્છનું અને આચાર્યનું નામ છેકી નાખવામાં આવ્યું છે કિન્તુ તેમાં
રાત શબ્દ છે. જે અંચલગચ્છીય લેખોમાં બધે હોય છે. બીજું, એ અરસામાં કલ્યાણસાગરસૂરિને વિહાર પાલીતાણા તરફ સવિશેષ હતા. ત્રીજું, મૂળ જિનાલય અંચલગચ્છ પ્રવર્તક આર્યરક્ષિતરિના શિષ્ય જયસિંહરિના ઉપદેશથી સં. ૧૨૪૮માં રત્નપુર (ભિન્નમાલ પાસે)ના ગાંધીઓએ બંધાવ્યું છે, જુઓ છે. ભાંડારકરનો સને ૧૮૮૩-૪ને રીપોર્ટ. અંચલગષ્ઠીય જિનાલયને આહાર અંચલગચ્છીય આચાર્યના ઉપદેશથી થયો હોય એ સંભવિત છે મૂળ લેખ માટે જુઓ “એપિઝાકિઆ ઈન્ડિકા” વ. ૨, પૃ. ૭૨. ડૉ. બુદૂલર સંપાદિત. એ લેખ આએિલેજીકલ સર્વેના હેત્રી કાઉન્સેસે ને છે. વિશેષ માટે જુઓ અંચલગચ્છીય
લેખસંગ્રહની પ્રસ્તાવના. ૧૭૦૨. (૧) માગશર સુદી ૬ ને શુક્રવારે દીવબંદરવાસી પ્રાગ્વાટ જ્ઞાતીય, નાગરગેત્રીય, મંત્રીશ્વર વિમલ
સંતાનીય મંત્રી કમલસી પુત્ર મંત્રી છવા પુત્ર મંત્રી પ્રેમજી, મંત્રી પ્રાગજી, મંત્રી આણંદજી પુત્ર કેશવજી પ્રમુખ પરિવાર સહિત પોતાના પિતા મંત્રી છવાના શ્રેયાર્થે શ્રી આદિનાથ જિન
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com