________________
શ્રી રાજેન્દ્રસાગરસૂરિ
૫૧૦ શ્રીમાલ જ્ઞાતીય શાહ વિજયચંદ વિમલચંદ્ર શ્રી અજિતનાથબિંબ ભરાવ્યું, જેની પ્રતિષ્ઠા તપાગચ્છીય ભદારક આણંદસમરિના શિષ્ય ભટ્ટારક વિજયદેવેન્દ્રસૂરિએ કરી. જુઓ લેખ –
संवत् १८८१ शा० १७४६ प्र. वै० शु० ६ रवौ श्री भ० राजेन्द्रसागरसूरीश्वरजी श्री अंचलगच्छे । श्री श्रीमाली शातिय सा० श्री विजेचंद विमलचन्द श्री अजितनाथजी बिंवं कारापितं । प्रतिष्ठितं भ० आणंदसोमसूरि शि० भ० विजयदेवेन्द्ररूरि प्रतिष्ठित । તપાછે |
૨૨૭૯. શત્રુંજયગિરિ ઉપર હેમાભાઈ વખતચંદની દૂકમાં પ્રવેશતાં દ્વાર આગળની ડાબી બાજુની દેવકુલિકાની બેસણી ઉપરના લેખ દ્વારા આ પ્રમાણે જાણું શકાય છે. સં. ૧૮૮૬ ના માઘ સુદી ૫ ને શુક્રવારે રાજગરવાસી, ઓશવંશીય, વૃદ્ધશાખીય શાહ મુલચંદના પુત્ર હરખચંદની ભાર્યા બાઈ રામકુંવરનાં ક૯યાણાર્થે, દોસી કુશલચંદ અને તેની ભાર્યા ઝવેરબાઈ એ પુત્રીના શ્રેયાર્થે શત્રુંજયગિરિ ઉપર પ્રાસાદ કરાવી તેમાં ભટ્ટારક રાજેન્દ્રસાગરસૂરિનાં રાજ્યમાં શ્રી પાર્શ્વનાથબિંબની પ્રતિષ્ઠા કરાવી. એ લેખમાં એ કુટુંબનાં કેટલાંક નામો છે. મૂલ લેખ છે. કાઉ-સેસે નોંધેલો, જેને સંક્ષિપ્ત સાર ડૉ. બુલરે એપિઝાફિયા ઇન્ડિકા,' ભા. ૨, પ્રકરણ ૬ માં આપેલ. જુઓ-અંચલગચ્છીય લેખ સંગ્રહ,' લે.૩૨૮.
૨૨૮૦. એ અરસામાં શ્રીમાળી જ્ઞાતીય વિજલગેત્રીય શ્રેષ્ઠી ધારા અને ધનરાજ કાકરેચીમાં થયા. તેમણે એક લાખ રૂપીઆ ખર્ચીને શ્રી ઋષભદેવપ્રભુને જિનપ્રાસાદ કરાવ્ય, વાવ બંધાવી અને દાનશાળા પણ ખોલી. સં. ૧૮૮૨ માં વચ્છરાજ, વિજય અને જાદવ નામના છેદીઓએ અર્ધ કક્ષ દ્રવ્ય ખરચી સંધ સહિત ગુંજયની યાત્રા કરીને સંધવી પદ મેળવ્યું. તેમણે દાનશાળાઓ પણ ખલેલી. જુઓ– જૈન ગોત્ર સંગ્રહ, પ્ર. પં. હી. હું. લાલન. શત્રુંજયની તીર્થયાત્રા
૨૨૮૧. રાજેન્દ્રસાગરસૂરિ બહુ જ ક્રિયાપાત્રી અને વિરક્ત આત્મા હતા. તેમણે ગ પ્રવૃત્તિને ઝાઝો વેગ આપો નહોતો. કિંતુ પોતાનાં જીવનને બાહ્ય પ્રવૃત્તિઓથી બહુધા અલિપ્ત રાખી ધ્યાન માર્ગને તેમજ પ્રભુભક્તિનો આશ્રય લીધો હતો. એ રીતે જોતાં એમનું ભ્રમણ જીવન છેલ્લા ગચ્છનાયક જિનેન્દ્રસાગરસૂરિને તદ્દન મળતું છે.
૨૨૮૨. રાજેન્દ્રસાગરસૂરિએ અનેક તીર્થોની યાત્રા કરી હતી. તેમણે શત્રુંજયની યાત્રા કરી તે દરમિયાન ત્યાંના સંશે સુરતમાં લખેલા પત્રને એક ત્રુટક ભાગ ખરતરગચ્છીય મુનિ મંગલસાગરજી દ્વારા પ્રાપ્ત થયે, તેમાં આ પ્રમાણે લખેલું છે –
श्री सूरत विंदरथी श्रीजी० भ० राजेन्द्रसागरसूरी यात्रा सारु श्री सिद्धाचलजी આવ્યા છે. તેત્રે પોતાની ટ્રીતિ વદી તે અદ્દે ખમણી......
જો આ પત્ર સંપૂર્ણ પ્રાપ્ત થયો હોત તો રાજેન્દ્રસાગરસૂરિનાં જીવન ઉપર વિશેષ પ્રકાશ પાડી શકાત. રાજસ્થાન અને કચ્છમાં વિહાર
૨૨૮૩. રાજેન્દ્રસાગરસૂરિ વિહાર ગુજરાત પ્રદેશમાં સવિશેષ હતા. તેઓ રાજસ્થાન અને
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com