________________
અંચલગ છ દિગદર્શન કરવાને તથા ત્યાં પર્યુષણ પર્વના વ્યાખ્યાન પ્રસંગે શ્રાવણ વદિ ૧૪ ના દિન ગર્લ્ડલી કાઢવાનો તેમને વંશ પરંપરાગત હકક આપવામાં આવ્યો. આવું બહુમાન નરશી નાથા પછી એમને જ મળ્યું છે. શેઠ કેશવજી નાયકનાં ધર્મકાર્યો
૨૩૯૭. સં. ૧૯૧૪ માં પિતાનાં વતન કોઠારામાં તેમણે વેલજી માલુ અને શિવજી નેણુશીના ભાગમાં વિશાળ જિનપ્રાસાદ બંધાવવાને પ્રારંભ કર્યો. આ કાર્યમાં તેમણે બે લાખ કોરીનો ખર્ચ કર્યો, સં. ૧૯૧૮ના માઘ સુદી ૧૩ને બુધવારે ગચ્છનાયક રત્નસાગરસૂરિના ઉપદેશથી જિનાલયની પ્રતિષ્ઠા થઈ કેશવજી શેઠે મૂલનાયક શ્રી શાંતિનાથ પ્રભુનાં બિંબને બિરાજિત કરાવ્યાં. આ પ્રસંગે મોટે ઉત્સ કરવામાં આવ્યો હતો. આ જિનાલય વિશે પાછળથી સપ્રમાણ ઉલ્લેખ કરીશું.
૨૨૯૮. કોઠારાની પ્રતિષ્ઠા વખતે કેશવજીશેઠ સંધ સાથે પાલીતાણુની યાત્રા કરીને કચ્છ ગયેલા તે વખતે ગિરિરાજ ઉપર બનને ટ્રેકની તથા ગામમાં કોટ બહાર ધર્મશાળાની જગ્યા નક્કી કરી ખાતમુહૂર્ત કર્યું અને સારા કારીગરો રોકીને બાંધકામ પણ શરુ કરાવી દીધું. ખાસ માણસો મોકલીને ઠેઠ મકરાણથી ઉચ્ચ પાષાણુ મેળવ્યો. અને હજારે જિનબિંબો તૈયાર કરાવ્યાં. હરભમ નરશી નાથા, જીવરાજ રતનશી, હીરજી ભીમશી, શિવજી નેણશી, ઘેલાભાઈ પદમશી, ત્રીકમજી વેલજી માલુ, ભારમલ પરબત, માડણ તેજશી વિગેરેએ પણ જિનબિંબ તૈયાર કરાવ્યાં. જૈન સમાજના અન્ય અગ્રેસરોએ પણ આ કાર્યમાં ભાગ લીધો અને કુલે સાતેક હજાર જિનબિંબની પ્રાણ પ્રતિષ્ઠા કરાવવા કેશવજી શેઠે સં. ૧૯૨૧ ના ભાષ સુદી ૭ ને ગુરુવારનું શુભ મુહૂર્ત નક્કી કર્યું. વાચક વિનયસાગર અને એમના શિષ્ય દેવચંદ્રના માર્ગદર્શન હેઠળ ઘેલાભાઈ પદમશીએ અંજનશલાકા માટે સામગ્રી તૈયાર કરી.
૨૩ ૯. સં. ૧૯૨૧ ના માગશર સુદી ૧ ને બુધશારે દેશ-દેશાવરમાં નિમંત્રણ પત્રિકાઓ મોકલેવામાં આવી. પિષી પૂનમે સંઘની તૈયારીઓ શરૂ થઈ. પિષ વદિ ૫ ને મંગળવારે સંઘે જલમાર્ગે પ્રયાણ કર્યું ત્યારે સંઘને વળાવવા મોટો વરઘોડો નીકળ્યો હતો જેમાં જેને, જૈનેતરો ઉપરાંત પારસીઓ અને અંગ્રેજે પણ ઘણી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંઘપતિ ખીમચંદ મોતીચંદે કેશવજી શેઠને તિલક કરી તેમનું બહુમાન કર્યું.
૨૪૦૦. ભાવનગરમાં પહોંચતાં મહારાજા જશવંતસિહે સંઘનું સામૈયું કર્યું. ડેરા-તંબુ વિગેરેની વ્યવસ્થા ઘેલા સૂરચંદે કરી. દક્ષિણ, કચ્છ, ગુજરાત, મહારાષ્ટ્ર, મારવાડ, સિંધ, મેવાડ, હાલાર, પૂર્વ, સોરઠ, ગોલવાડ ઈત્યાદિ દેશમાં સંઘવીઓ એકત્રિત થયા. સંઘમાં એકાદ લાખનો સમુદાય થયા. ૭૦૦ સાધુ-સાધ્વીઓ હતાં. હાથી, ઘોડા, પાલખીઓની સંખ્યા પણ ઘણી હતી. પાલીતાણામાં મહારાજા મરસિંહ ગોહેલે સંઘનો સત્કાર કર્યો.
૨૪૦૧. અંચલગચ્છાધિપતિ રત્નસાગરસૂરિનું અપૂર્વ સ્વાગત થશે અને તેમની અધ્યક્ષતામાં અતિહાસિક અંજનશલાકા યોજાશે એ જાણી તેથી તપાગચ્છના આચાર્યોએ વિદને નાખ્યાં હતાં એમ ક્ષમાનંદજીએ નોંધ્યું છે. તેઓ જણાવે છે–તપાગચ્છના શ્રીપૂત્યજી મહારાજ સાહેબે પોતાના રાગાંધ અનુયાયી શેકીઆઓ મારફત એવી ગોઠવણ કરાવેલી કે પૂજ્યપાદ ગચ્છાધિપતિ શ્રીમદ્ રત્નસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબ પાલીતાણા પધારે ત્યારે એમના ઉપર ધરાતો મેઘાડંબર છત્ર પાલીતાણા નરેશે એવું - "કહીને ઉતરાવે કે “ભારતના સમસ્ત જેનું મહાન શાશ્વત તીર્થ મારાં રાજ્યમાં છે એટલે જેનોની
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com